Connect with us

ગુજરાત

આચારસંહિતાની અસર: લાખની રકમ પર આંગડિયા પેઢીના ચાર્જમાં 100 ટકાનો વધારો

Published

on

  • રૂ.50 હજાર પર જીએસટીની રસીદ સાથે વ્યવહાર : લાખ ઉપરની રકમમાં તબક્કાવાર કામગીરી

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા આચારંહિતા અમલમાં આવતા આંગડીયા પેઢીઓ દ્વારા કરવામાં આવતા વ્યવહારો ઓછા કરાયા છે અને મોટો વ્યવહારો એક સાથે બંધ કરી અને તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં છે. નાના રોકડ વ્યવહારો પર જીએસટીની ચીઠ્ઠી સાથે રાખી કરવામાં આવી રહ્યા છે. જેમાં રૂા.50 હજાર સુધીનાં વ્યવહારો થઇ રહ્યા છે જ્યારે લાખ ઉપરના વ્યવહારો ત્રણ-ચાર તબક્કામાં શરૂ રખાયા છે બે લાખ રૂપિયાનું આગડીયું કરવા અગાઉ રૂા.200 હતા જે આચારસંહિતા બાદ રૂા.400થી રૂા.450 સુધી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરરોજના રોકડના 800 કરોડના રોકડના વ્યવહારો મોબાઇલ પર દેશભરમાં ટ્રાન્સફર થતા હતા. અમદાવાદ શહેરમાં નાના-મોટા આશરે 200 થી વધુ આંગડિયા પેઢીઓ આવેલી છે. ગુજરાતમાં આંગડિયા પેઢીઓના દૈનિક કારોબાર આશરે 500 કરોડથી વધુનો છે. જેમાં અહીંથી નાણા મોકલવાનું અને બહારગામથી નાણા લાવવાનું કામકાજ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ ઇલેકશન કમિશર દ્વારા બહાર પાડેલ ગાઇડ લાઇનના પગલે આંગડિયા પેઢીઓ દ્વારા મોટી રકમના વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે પોલીસ સહિતના એજન્સી દ્વારા રોકડ સહિતના વ્યવહારો ઉપર સતત વોચ રાખી રહ્યા છે. ત્યારે આંગડિયા પેઢીની માલિકે નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં વેપારીઓના ધંધાના મોટાભાગના વ્યવહારો રોકડમાં થતા હોય છે. અમદાવાદમાં દરરોજના આશરે 200 કરોડના વ્યવહારો થતા હશે. જ્યારે ગુજરાતના આશરે 800 કરોડની આસપાસના વ્યવહારો થતા હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણીના પગલે હાલમાં રૂૂા. 50 હજારની અંદરના રોકડના વ્યવહારો રસીદ અને જીએસટી સાથે કરવામાં આવી રહ્યા છે. જ્યારે મોટા રોકડના વ્યવહારો બંધ કરી દીધા છે. બીજી તરફ કેટલાક આંગડિયા પેઢીઓ ખાનગીમાં મોટી રકમના વ્યવહારો ડબલ રૂૂપિયા મેળવીને કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

ગુજરાત

દ્વારકા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ નિરીક્ષક દ્વારા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

Published

on

By

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ ખર્ચ નિરીક્ષક (એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર) અવિજીત મિશ્રાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં તેમણે નોડલ અધિકારીઓની કામગીરી, ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્ક્વોડ, એસ.એસ.ટી, વી.એસ.ટી. ચેક પોસ્ટની વિગતો, ન્યુઝ મોનિટરિંગ સહિતની બાબતોથી ખર્ચ નિરીક્ષણ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કર્યા હતા.
નિરીક્ષક મિશ્રાએ પણ વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી તથા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટણી માટે સચોટ મોનિટરિંગ ખૂબ જ મહત્વનું હોય છે. દરેકને સોંપવામાં આવેલ ફરજો સુપેરે પાર પાડી શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

બેઠક પૂર્વે ખર્ચ નિરીક્ષક મિશ્રાએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટર, ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલ તથા કંટ્રોલ રૂમની મુલાકાત લઇ જરૂરી નિરીક્ષણ કર્યું હતું તેમજ અત્રે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જામનગર લોકસભા મતવિસ્તારના રિટર્નીગ ઓફિસર અને જામનગરના જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, અહીંના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ સહિત જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

ગુજરાત

ખંભાળિયામાં આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી

Published

on

By

 

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ગઈકાલે રવિવારે ખંભાળિયામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત અત્રે બુદ્ધ યુવક મંડળ (નવા નાકા) અને જય ભીમ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબની પ્રતિકૃતિ સાથેની આ શોભાયાત્રા નવાનાકા, ચાંદાણી મસ્જિદ પાસેથી સતવારા વાડ, જોધપુર ગેઈટ, નગર ગેઈટ થઈને ચાર રસ્તા ખાતે બાબાસાહેબના સ્ટેચ્યુ પાસે પહોંચી હતી. જ્યાં પૂજ્ય બાબા સાહેબને ફુલહાર કરી તેમનો જયઘોષ કરવામાં આવ્યો હતો.

આ સાથે સ્વયં સૈનિક દળ (એસ.એસ. ડી.) દ્વારા પણ જંગી રેલી યોજાઇ હતી. જે અહીંના રેલ્વે સ્ટેશન, શારદા સિનેમા રોડ, નગર ગેઈટ થઈને ચાર રસ્તે પૂજ્ય બાબા સાહેબને સલામી આપી, સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સમાજ વાડી ખાતે સંપન્ન થઈ હતી.

આ શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ધીરુભાઈ ટાકોદરા, મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ જમજોડ વિગેરે પણ જોડાયા હતા.આ શોભાયાત્રાને માર્ગમાં આગેવાનો, કાર્યકરોએ છાસ ઠંડા પીણા વિગેરે સાથે પુષ્પવૃષ્ટિ કરી અને આવકારી હતી. આ આયોજનમાં ગિરધરભાઈ પરમાર (આર. એન્ડ બી.), ગોવિંદભાઈ સોલંકી, ગિરધરભાઈ રાઠોડ, લખુભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો વિગેરે સહભાગી હતા.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીને ઉજવણીના ભાગરૂપે સમસ્ત જામ કલ્યાણપુર તાલુકા અનુસુચિત જાતિ દ્વારા નિશાળે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Continue Reading

ગુજરાત

ખંભાળિયામાં ગાંડી વેલથી પ્રદૂષિત ઘી નદીમાં વાછરડું ફસાયું

Published

on

By

 

ખંભાળિયાની વર્ષો જૂની અને મહત્વની એવી ઘી નદીમાં છેલ્લા ઘણા સમયથી જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ અહીંના પાણીમાં અવિરત રીતે ફેલાયેલા ગાંડી વેલના સામ્રાજ્યના કારણે વિવિધ પ્રકારે હાલાકી થઈ રહી છે. ખાસ કરીને આ ગાંડી વેલના કારણે નદીના પાણી મહદ અંશે બિનઉપયોગી તથા માખી-મચ્છર જેવા જીવજંતુના ઉત્પતિનું કેન્દ્ર બની ગયા છે.

દુર્ગંધ મારતી આ ગાંડી વેલને દૂર કરવા પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ બની રહ્યું છે. આ વચ્ચે નદીની અંદર ગાંડી વેલમાં ગઈકાલે એક વાછરડું ફસાઈ જતા આ અંગેની જાણ અહીંના એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને કરવામાં આવી હતી. જેથી સંસ્થાના અશોકભાઈ સોલંકી, વિશેષ દેસાણી, મીત સવજાણી, જયુભા પરમાર અને વાલાભાઈ ગઢવી આ સ્થળે દોડી ગયા હતા અને ગાંડી વેલમાં ફસાયેલા વાછરડાને લાંબી જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢી અને વાછરડાનો જીવ બચાવાયો હતો.
ઘી નદીની ગાંડી વેલમાં અવારનવાર અબોલ પશુઓ પડી જવાના બનાવ હવે સામાન્ય બની રહ્યા છે.

Continue Reading

Trending