મહારાષ્ટ્રની ઠાકરે સરકાર હાલકડોલક

મહારાષ્ટ્રની ત્રણ પક્ષોની મહાવિકાસ આઘાડી સરકાર સ્થિર હોવાનો દાવો મિત્રપક્ષો કરે છે પણ અવારનવાર અંદરોઅંદર ચણભણ હોવાની ચર્ચા થયા કરે છે. રામ મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપવા બાબત સરકારના ઘટકપક્ષોમાંથી વિરોધાભાસી નિવેદનોનો સિલસિલો શરુ થયો છે. રાષ્ટ્રવાદીના શરદ પવારે તો કહી દીધું છે કે, મને ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ મળશે તો પણ હું નહીં જાઉં. આમ, પવારે આ કહી પોતાની વાત મૂકી છે કે અયોધ્યા ન જવા ઉદ્ધવ ઠાકરેને આડકતરો આદેશ કર્યો છે, એવી ચર્ચા ઊઠી છે.
સરકાર પાસે 170 તો ભાજપ પાસે 105 વિધાનસભ્યો છે. આમ છતાં સરકાર ચલાવવાના અને પાડીને દેખાડવાના
પડકારો - વળતા પડકારો એકબીજાને આપવામાં આવે છે. ઠાકરે સરકારની સ્થિરતા વિશે અવારનવાર પ્રશ્નો ઉઠતા રહે છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સરકાર પાડી દેખાડો એવો પડકાર ભાજપ સામે ફેંકયો છે. તો નતમે સરકાર ચલાવીને દાખવો એવો વળતો પડકાર ભાજપે આપ્યો છે. રાજસ્થાનની કોંગ્રેસની સરકાર અસ્થિર થયાની અસર હોય કે બીજું કંઈ મુંબઈમાં મળેલી ભાજપ પ્રદેશ કારોબારી સમિતિની બેઠકમાં ગજબનો જુસ્સો જોવા મળ્યો હતો. આનાથી ઉલ્ટું સત્તાધીશોને સરકાર સ્થિર હોવાનું વારંવાર કહેવું પડતું હોય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ તો સ્વબળે સરકાર બનાવવાની તૈયારીમાં લાગો એમ મહારાષ્ટ્રના નેતાઓને કહ્યું છે, તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ શિવસેના સાથે તૂટેલી યુતિ ફરી સંધાય તેની શક્યતા જોઈ રહ્યા છે.
નાયબ મુખ્યપ્રધાન અજીત પવારના પુત્રએ તો દિવંગત અભિનેતા સુશાંત
સિંહની આત્મહત્યાની તપાસ કરતી પોતાની સરકાર પર જ અવિશ્વાસ દાખવ્યો છે અને આ પ્રકરણ સીબીઆઈને સોંપવાની માગ કરી છે. તેને લઈ ઠાકરે સરકારમાં અસ્થિરતા હોવાનું ચિત્ર ઉભું થયું છે. મંત્રાલયમાંપ્રધાનો બેસતા નથી અને મુખ્ય પ્રધાન નમાતોશ્રીની બહાર આવતા નથી. મંત્રાલયમાં જવા પર નાગરિકોને મનાઈ છે. શાસકીય કર્મચારીઓ કાર્યાલયમાં આવતા નથી. બબ્બે બબ્બે અઠવાડિયા પ્રધાન મંડળની બેઠક મળતી નથી.
દિવસમાં એક-બે શાસકીય નિર્ણય બહાર પડે છે. અંતિમ વર્ષની પરીક્ષાનું કોકડું હજી ગૂંચવાયેલું છે. ગઠબંધન સરકારમાં પ્રધાનોનાં રીસામણાં - મનામણાં ચાલુ જ છે. તેના પરથી લાગે છે કે સરકાર દિવસો પસાર કરી રહી છે. ધારો કે સરકાર પડે અને નવેસરથી ચૂંટણી યોજાય તો કયો પક્ષ કોનો સાથે આપશે? નવા દાવમાં ભાજપ સાથે રાષ્ટ્રવાદી સાથે હશે કે શિવસેના એ જોવું મહત્ત્વનું ઠરશે. આ સમીકરણોને કારણે મહારાષ્ટ્ર ફરી રાજકીય અસ્થિરતા તરફ દોરાયું તો સામાન્ય મતદારોના હાથમાં કશું જ નહીં આવે.
ઉદ્ધવ ઠાકરેનો જન્મદિવસ હાલમાં જ ગયો ત્યારે નાયબ મુખ્ય પ્રધાને અજીત પવારો ઠાકરે સાથે પોતાનો ફોટો મૂકયો હતો જેમાં
બંને જણ કારમાં બેઠા હતા અને તેનું સ્ટીયરિંગ વ્હીલ અજીત પવારના હાથમાં હતું. આને લઈ એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ થયાની ચણભણ શરૂ થઈ હતી કે રાજ્ય સરકારનું સુકાન રાષ્ટ્રવાદીના હાથમાં છે. આ પછી અજીત પવાર ઉદ્ધવ ઠાકરેને મળી શુભેચ્છા વ્યક્ત કરી ત્યારે મામલો થાળે પડયો હતો. આ અગાઉ કોંગ્રેસના દિગ્ગજ પ્રધાનો અશોક ચવ્હાણ સહિત અનેકોએ ફરિયાદ કરી હતી કે તેઓના હસ્તક હેઠળના વિભાગોની અધિકારીઓની બદલી અજીત પવાર કરતાં નથી. પાંચમી ઑગસ્ટે રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનમાં ઉદ્ધવ ઠાકરે હાજરી આપે છે કે નહીં તેના પરથી મહારાષ્ટ્રના રાજકારણની દશા-દિશા સ્પષ્ટ થશે એવું જણાય છેરિલેટેડ ન્યૂઝ