સોશિયલ મીડિયા પરના નિયંત્રણોનો દુરુપયોગ નહીં થાય તેની શી ખાતરી?

આ સંજોગોમાં આ બધું રોકવું જરૂરી છે તેમાં શંકા નથી. આ કચરાપટ્ટીને નાથવા માટે નિયમ જરૂરી છે પણ એ નિયમોનો ઉપયોગ આદર્શ રીતે થવાનો હોય તો તેનો મતલબ છે. દુનિયા આદર્શ સ્થિતિમાં ચાલતી નથી એ જોતાં આ પ્રકારના નિયમો આવકાર્ય નથી. જ્યાં પણ નિયમો બને ત્યાં ત્યાં તેના દુરૂપયોગનો ખતરો ઊભો થઈ જ જતો હોય છે. તેમાં પણ સત્તામાં બેઠેલા લોકો તો કોઈ પણ નિયમનો પોતાના ફાયદા માટે દુરૂપયોગ કરવામાં જ માનતા હોય છે તેથી આ નિયમોનો ઉપયોગ શેના માટે થશે એ કહેવાની પણ જરૂર નથી. આ નિયમો ભવિષ્યમાં લોકો માટે આફત સર્જનારા તો બનશે જ પણ તેનો ભરપૂર દુરૂપયોગ થશે જ. ભારતમાં તો આ પ્રકારના દુરૂપયોગનો ખતરો વધારે છે કેમ કે કશું નિયમબદ્ધ ચાલતું નથી. સરકારમાં બેઠેલા ને સત્તામાં હોય તેની મુનસફી હોય એ રીતે બધું ચાલે. આ વાત કેન્દ્રમાં બેઠેલા લોકોની નથી પણ બધા સ્તરનાં લોકોની છે. આપણે ત્યાં જિલ્લા-તાલુકા પંચાયતનો સભ્ય પણ પોતાને તિસમારખાં સમજતો હોય છે ને સરકારી અધિકારીઓ પણ પોતાને તુર્રમખા માનતા હોય છે. એ બધા આપણી વિરુદ્ધ તો કશું ના આવવું જોઈએ એવા મદમાં હોય છે. એ બધા આ નિયમોનો દુરૂપયોગ કરશે જ તેમાં શંકા નથી.
ભારતમાં મીડિયાની જે હાલત છે એ જોતાં આ નિયમો દેશમાં સેન્સરશિપ જેવા સાબિત થશે. ભારત લોકશાહી દેશ છે ને દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. લોકોના
અવાજને બુલંદ કરવાનું કામ મીડિયા રતું પણ અત્યારે ગણતરીના મીડિયાને બાદ કરતાં બાકીનાં સત્તાધીશોનાં પાલતું બનતાં જાય છે. આ સંજોગોમાં સોશિયલ મીડિયા આ અધિકારનો ઉપયોગ કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું જાય છે. તેના પર નિયંત્રણ મૂકવાનો અર્થ વાણી સ્વાતંત્ર્યના અધિકારને, અભિવ્યક્તિના અધિકારને છિનવી લેવો એવો જ થાય. આપણી પાસે હવે લોકશાહીના નામે સોશિયલ મીડિયા પર વ્યક્ત થતીઅભિવ્યક્તિની આઝાદી જ બચી છે. આ આઝાદી ના છિનવાવી જોઈએ, આ દેશના બંધારણે આપેલો અધિકાર ના છિનવાવો જોઈએ. ડિજિટલ મીડિયાનો દુરૂપયોગ કરનારા સામે પગલાં લેવાવાં જ જોઈએ તેમાં શંકા નથી પણ તેને માટેના
કાયદા અત્યારે અમલી છે જ. આ કાયદાની મદદથી સોશિયલ મીડિયાનો દુરૂપયોગ રોકવો જોઈએ.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ડિજિટલ ક્ધટેન્ટ પર નિયંત્રણ માટેના નવા નિયમો જાહેર કરી દીધા. મોદી સરકારે
બનાવેલા નવા નિયમોમાં આમ તો બહુ સામાન્ય વાતો છે. નવા નિયમો હેઠળ બદનક્ષીકારક, અશ્ર્લીલ, બદનામી કરે એવું, ભેદભાવને પ્રોત્સાહન આપે એવું, સગીરો માટે નુકસાનકારક, દેશની એકતા, અખંડિતતા, સંરક્ષણ, સલામતી કે સાર્વ ભૌમત્વ માટે ખતરારૂપ ક્ધટેન્ટ એટલે કે સામગ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એક આચારસંહિતા નક્કી કરાઈ છે ને તેનું તેમણે કડક રીતે પાલન કરવું પડશે.
મોદી
સરકારે બનાવેલા નિયમો પહેલી નજરે બહુ સરળ ને સાદા લાગે છે. સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ન્યૂસન્સ ચાલે છે ને તેને રોકવા માટે આ નિયમો બનાવાયા છે એવું પહેલી નજરે લાગે. આ પ્રકારના નિયમો બનાવવામાં કશું ખોટું પણ નથી એવું પણ લાગે. આ નિયમોની જાહેરાત કરતી વખતે ઈન્ફર્મેશ ટેક્નોલોજી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે બહુ ડાહી ડાહી વાતો કરીને આ નિયમોને હળવા ગણાવ્યા ને બધાંના હિતોની સાચવણી થાય એવું તંત્ર ગોઠવવાનો સરકારે પ્રયાસ કર્યો હોવાનો દાવો પણ કર્યો. દેશના સુરક્ષા અને સાર્વભૌમત્વ સામે સોશિયલ મીડિયા ખતરો ઊભું કરી રહ્યું હોવાથી આ નિયમો બનાવવાની ફરજ પડી હોવાનો તેમણે દાવો પણ કર્યો. સાથે સાથે ચોખવટ પણ કરી કે, આ નિયમોના કારણે સોશિયલ મીડિયાની આઝાદી પર કોઈ પાબંદી નથી આવતી પણ તેનો દુરૂપયોગ રોકવા માટે નિયમો બનાવવા જરૂરી હતા તેથી કોઈએ ડરવાની જરૂર નથી.

રિલેટેડ ન્યૂઝ