સૉશિયલ ઍન્જિનિયરિંગ એટલે હળહળતો જ્ઞાતિ-જાતિવાદ, બીજું શું?

બહુજન સમાજ પક્ષ (બસપા)ના અધ્યક્ષ માયાવતીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને સમાજવાદી પક્ષ (સપા) પર ફક્ત મોટા દાવા કરવાનો અને વાસ્તવિક્તામાં જનતાના લાભાર્થે કામ નહીં કરવાનો આક્ષેપ કરીને બસપાને ફરી સત્તામાં લાવવા માટે દલિત-બ્રાહ્મણ એકતાનું આહ્વાન કર્યું છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેમનો પક્ષ સત્તામાં આવે તો દલિતો અને બ્રાહ્મણો વિરોધી અત્યાચારોના કેસની તપાસ ચલાવાશે. માયાવાતીએ લગભગ દોઢ મહિનાથી બ્રાહ્મણોને સાધવા માટે ચલાવવામાં આવી રહેલા પ્રબુદ્ધ વર્ગ સંમેલનના પ્રથમ તબક્કાના સમાપન પ્રસંગે બોલતાં કહ્યું છે કે ભાજપ અને સપા બન્નેએ દલિતો અને બ્રાહ્મણોના વોટ માટે ફક્ત વાતો કરી છે, પરંતુ સત્તામાં હતા ત્યારે તેમનાં હિતોની 2ક્ષા નથી કરી.
રાજનીતિમાં મુદ્દા કાયમી હોતા નથી અને વિચારધારા પણ બદલાયા કરે છે! દેશ, સમય અને પરિસ્થિતિના સંજોગો બદલાતા રહે
છે. એક સમય હતો જ્યારે બસપાનું સૂત્ર બહુજન સમાજને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતું હતું, બોલાતું હતું. હવે સમય બદલાઈ ચૂક્યો છે એટલે બસપાની રાજનીતિએ પણ પડખું ફેરવ્યું છે. વર્ષો પછી ફરીથી બસપાને સોશિયલ એન્જિનિયરિંગ ફોમ્ર્યુલા અંતર્ગત બ્રાહ્મણ સમાજનું મહત્ત્વ સમજાયું છે અને તેને કોઈપણ કિંમત પર પોતાના પક્ષે કરવા ઈચ્છે છે. આમ તો ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ વોટ ફક્ત 11થી 12 ટકા છે, આમ છતાં બસપાને લાગે છે કે બ્રાહ્મણ સમાજ ભાજપથી નારાજ છે અને આ વેળા ચૂંટણીમાં કમળને સાથ નહીં આપે. બ્રાહ્મણ સમાજનો ભાજપ સામેના ગુસ્સાનો ફાયદો બસપા લેવા માગે છે અને આ માટે પક્ષે આખા રાજ્યમાંબ્રાહ્મણ સંમેલન - જેનું નામ બદલીને પ્રબુદ્ધ સંમેલન કરવામાં આવ્યું તેનું આયોજન કર્યું અને બ્રાહ્મણનાં હિતોની વાત કરી છે. જોકે, નોંધનીય બાબત એ પણ છે કે બ્રાહ્મણો પ્રતિ ભાજપ અને બસપા જ નહીં,
પરંતુ સમાજવાદી પક્ષ, કોંગ્રેસ અને આમ આદમી પક્ષ પણ આ વર્ગને ફાયદાની દૃષ્ટિએ જોઈ રહ્યા છે.
ભૂતકાળનાં પૃષ્ઠો ફેરવીએ તો જણાશે કે 2007માં પણ બસપાએ આ પ્રકારની સોશિયલ એન્જિનિયરિંગથી સત્તા હાંસલ કરી
હતી. માયાવતી દૃઢ રીતે માને છે કે તેમનો કોર વોટર દલિત તેમને છોડી ક્યાંય નહીં જાય. આ ગણિતથી દલિત, બ્રાહ્મણ અને લઘુમતીઓના વોટ તેમની ઝોળીમાં આવશે તો સત્તા પણ સ્વાભાવિક રૂપે તેમની પાસે જ પહેંચશે. પોતાની અલગ શૈલીની રાજનીતિ માટે જાણીતાં માયાવતીનું આ રાજકીય ગણિત કેટલું ફાયદાકારક રહેશે એ જોવું રસપ્રદ રહેશે. જોકે, ભાજપે હવે નવેમ્બરથી પોતાના રાજકીય દાવ ચાલવાના રહેશે. બ્રાહ્મણ વોટર ભલે યાદવ કે મુસ્લિમ વોટરની સરખામણીમાં ઓછા હોય, પરંતુ સરકાર બનાવવાની શક્તિ અવશ્ય ધરાવે છે. આ જ કારણ છે કે રાજ્યની રાજરમતમાં ઉતરનારા દરેક પક્ષને હિન્દુત્વની રાજનીતિ કર્યા સિવાય છૂટકો નથી રહેતો. માયાવતી માટે નિ:સંદેહ 2022ની ચૂંટણી મહત્ત્વની છે.

રિલેટેડ ન્યૂઝ