નેપાળ કૂણું જરૂર પડ્યું પણ ચીન ઊણું ઉતરવા દેશે ?

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં તાણ ઊભી થઈ છે. ભારતીય સેનાના વડા જનરલ એમ. એમ. નરવણે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં નેપાળની મુલાકાત લેવાના છે. આ દરમિયાન નેપાળી રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી જનરલ નરવણેને નેપાળ સેનાના જનરલની માનદ્ રેન્ક પ્રદાન કરશે. આ પરંપરા 1950માં શરૂ થઈ હતી જે ભારત-નેપાળ સેનાઓ વચ્ચે શક્તિશાળી સંબંધો દર્શાવે છે. આ દરમિયાન નરવણે નેપાળના ટોચના સેના અધિકારી પૂર્ણચંદ્ર થાપા અને સંરક્ષણ પ્રધાન સાથે મંત્રણા પણ કરશે. તાણભર્યા સંબંધો વચ્ચે જનરલ નરવણેની મુલાકાતથી સંબંધો પર થયેલો બરફ પીગળશે એવી આશા રાખવી હતી. ભારત નેપાળની સેનાઓ ડિસેમ્બર અંતમાં બાંગલાદેશમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ પણ કરશે. નેપાળે યાદ રાખવાનું રહેશે કે 28 હજારથી વધુ નેપાળી નાગરિક ભારતીય સેનાની સાત ગોરખા રાયફલ્સમાં સેવાઓ આપી રહ્યા છે. સવા લાખ નેપાલી તો ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે અને પેન્શનર છે.
નેપાળની રાજનીતિમાં હાલ ડાબેરીઓની બોલબાલા છે. વર્તમાન વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી પણ ડાબેરી છે અને નેપાલે નવું બંધારણ અપનાવ્યા પછી 2015માં પ્રથમ વડા પ્રધાન
બન્યા હતા. તેમણે ડાબેરીઓનું સમર્થન હાંસલ હતું. કે. પી. શર્મા ભારતવિરોધી લાગણી અને વિચારો માટે જાણીતા છે. 2015માં ભારતની નાકાબંધી પછી પણ તેમણે બંધારણમાં બદલાવ નહીં કર્યો અને ભારત વિરુદ્ધ વળતી કાર્યવાહી માટે ચીનના ખોળામાં બેસી ગયા.
નેપાળ સરકારે ચીન સાથે સોદો કર્યો અને પોતાના બંદરનો ઉપયોગ ચીનને કરવાની પરવાનગી પણ આપી. ચીન ભારતની વિરુદ્ધ નાકાબંધીની કોઈ તક ચૂકતું નથી. ચીને નેપાળની
રાજનીતિમાં સારી એવી ઘૂસણખોરી કરી છે. પાછળથી નેપાળ ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના ચીઆરઆઈ પ્રોગ્રામમાં સામેલ થયું છે. સ્થિતિ એ છે કે હવે ચીન નેપાળ સુધી રેલવે લાઈન બિછાવી રહ્યું છે.
1816માંબ્રિટિશ હકૂમત સામેની લડાઈમાં નેપાળના રાજા અનેક વિસ્તારો હારી ગયા હતા. આ પછી સુગૌલી સંધિ થઈ. જેમાં તેને સિક્કિમ, નૈનીતાલ, દાર્જાલિંગ, લિપુલેખ અને કાલાપાની ભારતને આપવા પડયા હતા. એટલું જ નહીં
અંગ્રેજોએ તરાઈ વિસ્તાર પણ નેપાળથી છીનવી લીધો હતો, પરંતુ 1857માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેપાળના રાજાએ અંગ્રેજોને સાથ આપ્યો હતો. અંગ્રેજોએ તેના ઈનામરૂપે આખો તરાઈ વિસ્તાર નેપાળને આપી દીધો હતો. તરાઈ વિસ્તારમાં ભારતીય મૂળના લોકો રહે છે, પરંતુ અંગ્રેજોએ મનમાની કરી. 1816ના જંગની હારનો ડંખ નેપાળના ગુરખા સમુદાયને હાલ પણ સતાવે છે. આનો ફાયદો ત્યાંના પક્ષો ઉઠાવી રહ્યા છે.
વિવાદમાં એક મુશ્કેલી એ છે કે નેપાળ કહી રહ્યું છે કે સુગૌલી સંધિના દસ્તાવેજ ગાયબ થઈ ગયા છે. 2015માં નેપાળના બંધારણમાં મધેસીઓને બીજા દરજ્જાના નાગરિક બનાવી નાખવામાં આવ્યા. મધેસી ભારતીય મૂળના લોકો છે અને તેમના સંબંધ બિહાર તથા ઉત્તર ક્ષમફતવ; પ્રદેશ સાથે છે. મધેસીઓ અને ભારતના લોકો વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. નેપાળમાં સરકારી નોકરીઓમાં પહાડી સમુદાયનો કબજો છે. નેપાળમાં મધેસીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. નેપાળના જૂના પક્ષો હવે ભૂતકાળ બની ગયા છે, જૂના પક્ષોના નેતા ચીનના ષડ્યંત્રથી વાકેફ હતા, પરંતુ પરિદૃશ્ય બદલવા પછી સ્થિતિઓ પણ બદલાય ગઈ છે. એવું નથી કે. પી. શર્મા ઓલી ભારતનું મહત્ત્વ નથી જાણતા. નેપાળ દ્વારા ભારતીય વિસ્તારો પર પણ પોતાનો દાવો જમાવવાની હવા નીકળી ગઈ છે. નેપાળ પ્રધાનમંડળે જ પોતાની જ સરકારના દાવાઓની તપાસ માટે સમિતિ બનાવીને આખા દાવાને ધૂળમાં મેળવી દીધો છે. આ પરિસ્થતિમાં નરવણે નેપાળની મુલાકાત લઈ રહ્યા છે એ સકારાત્મક બાબત છે અને આશા રાખીએ કે બે દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની શરુઆત થશે

રિલેટેડ ન્યૂઝ