દેશ માટે ‘જેહાદી’ ધર્મ સંકટ!

પશ્ર્ચિમ બંગાળ અને કેરળમાંથી નવ આતંકવાદીઓને પકડી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા અલ કાયદાના ભારતમાં નેટવર્ક ફેલાવીને પગપેસારો કરવાના મનસુબા પર પાણી ફેરવ્યું છે. કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ આપેલી ગુપ્ત માહિતીના આધારે એનઆઈએએ સ્થાનિક પોલીસની મદદથી કેરળના એરનાકુલમ અને પ.બંગાળના મુશિર્દાબાદમાં ધાડ પાડી અલ કાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ઘાડ દરમિયાન ડિજિટલ સાધનો, દસ્તાવેજો, જેહાદી સાહિત્ય, ધારદાક હથિયારો, દેશી પિસ્તોલ અને બંદૂકો, સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલાં બખ્તર, ઘરબેઠાં હથિયારો અને વિસ્ફોટો બનાવવાનું સાહિત્ય સહિત અસંખ્ય વસ્તુઓ આતંકવાદીઓ પાસેથી મળી આવી છે. દેશનાં મહત્ત્વનાં સ્થળો પર આતંકવાદી હુમલો અને ચોક્કસ વ્યક્તિઓની હત્યાની યોજના તેઓ ઘડી રહ્યા હતા.
આ પ્રકારની
ધરપકડનો આ પહેલો મામલો નથી અલ કાયદા ઉપરાંત અન્ય એક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓઆ પૂર્વે પણ પકડાયા છે. કેટલાક સમય પહેલાં બંગ્લોરમાં ઈસ્લામિક સ્ટેટના એક જૂથ માટે કામ કરનાર ડક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. તથ્ય એ પણ છે કે ભારતના વિભિન્ન વિસ્તારોમાંથી અફઘાનિસ્તાન અને સીરિયા ગયેલા અનેક યુવાનો માર્યા ગયા છે. આમાંથી કેટલાક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત અને સંપન્ન પરિવારોના હતા. કેરળ અને બંગાળમાંથી પકડાયેલા આતંકવાદી શિક્ષિત હોવાનું કહેવાય છે. શિક્ષણનો અભાવ અને ગરીબી મુસ્લિમ યુવાનોને આતંકવાદ ભણી દોરી રહી છે, એ ધારણા સાચી નથી. વાસ્તવમાં ધાર્મિક; કટ્ટરતા અને જનૂનછે, જે જેહાદી આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે. આમાં એક મોટી ભૂમિકા ઈન્ટરનેટ અને ખાસ કરીને સોશિયલ મીડિયા પણ ભજવી રહ્યું છે.
જુદા જુદા જૂથના આતંકવાદી સમૂહો અને તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર
પણ સક્રિય છે. કેરળ અને બંગાળથી પકડાયેલા આતંકવાદીઓ સોશિયલ મીડિયા દ્વારા જ પાકિસ્તાન સ્થિત પોતાના સરદારો સાથે સંપર્કમાં છે. આ સંદર્ભમાં આવશ્યક માહિતીથી આતંરરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને એફએટીએફને માહિતગાર કરવી જોઈએ, જે કહે છે કે ખાલિસ્તાની આતંકવાદ પાછળ પાકિસ્તાનનો હાથ છે. પરંતુ આ સાથે ઘરેલું મોરચા પર રાજનીતિક, સામાજિક અને ધાર્મિક નેતાઓએ એ કારણોના નિવારણ માટે આગળ આવવાનું રહેશે.
રાજકીય કારણોને લઈ આતંકવાદી સંગઠનો પ્રત્યે મુસ્લિમ યુવાનોના ઝોકની ઉપેક્ષા કરવામાં આવે છે અથવા તેઓને નિર્દોષ ગણાવવા અભિયાન હાથ ધરવામાં આવે છે. વાસ્તવમાં આ વલણને લઈને જ દેશના કેટલાક
વિસ્તારો આતંકવાદીઓના છૂપા અડ્ડા બની રહ્યા છે. ભારત અત્યાર સુધી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી લડી રહ્યું છે પરંતુ હવે દેશની સામે દુનિયાનું આતંકવાદી સંગઠન અલ કાયદા પણ ઊભું થયું હોય એવું જણાય છે અને તેણે ધર્મ આધારિત હિંસક વિચારધારાને અનેક રાજ્યોમાં ફેલાવીને કિશોરો અને યુવાનોને પોતાની તરફ કરવામાં સફળતા મેળવી છે તે એ ચિંતાનો વિષય છે. હવે દેશભરમાંથી અલ કાયદાના આવા બીજા અડ્ડાઓ શોધીને નેસ્તનાબૂદ કરવાની તાતી આવશ્યકતા છે.

રિલેટેડ ન્યૂઝ