મોદીએ કોરોના કંટ્રોલ વિશે પુતિનને કર્યો કોલ

નવી દિલ્હી,તા.26
કોરોના વાયરસનો સામનો કરવા માટે વિશ્વના શક્તિશાળી દેશો પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. જ્યારે રશિયાએ અત્યાર સુધી આ બીમારીથી થતી જાનહાનીને રોકવામાં સફળતા મેળવી છે. આ વાયરસે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાની કમર તોડી નાંખી છે. જ્યાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુનો આંક 773 થઈ ગયો છે.
ઈટાલી, સ્પેન જેવા વિકસીત દેશો પણ કોરોના સામે હાર માની ગયા છે. ધ
મોસ્કો ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે રશિયામાં કોરોના વાયરસથી અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ભારતમાં 21 દિવસ લોકડાઉન છે ત્યારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. આ દરમિયાન કોરોના વાયરસ અંગે પણ ચર્ચા થઈ છે.
રશિયાએ આ વાયરસ પર કેવી રીતે નિયંત્રણ મેળવ્યું છે તે અંગે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી


હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકિકતમાં જે રીતે દુનિયામાં કોરોના વાયરસે અત્યાર સુધી 19,000 લોકોના જીવ લીધા છે, ભારતમાં પણ 500થી વધારે લોકો તેનાથી સંક્રમિત થયા છે. આવી પરિસ્થિતિમાં મોદી અને પુતિન
વચ્ચેની આ વાતચીત ઘણી મહત્વની છે.
બંને નેતાઓ વચ્ચે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા થઈ છે. વડાપ્રધાને રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાના રશિયન અધિકારીઓના સહયોગની
પ્રશંસા કરી છે અને આશા વ્યક્ત કરી છે કે આગળ પણ આવું જારી રહેશે. રાષ્ટ્ર પ્રમુખ પુતિને આ અંગે તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ પુતિનને તે વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ભારતમાંથી રશિયન નાગરિકોના વતન પરત માટે પ્રયાસ કરશે.

રિલેટેડ ન્યૂઝ