ચૈત્રી ઉપવાસ અને કોરોના

આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે ઘણા લોકો આ નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન અને ઉપવાસ કરતા હોય છે. કોરોનાની આ સ્થિતિમાં અને લોકડાઉન દરમિયાન ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કેટલા યોગ્ય છે ? એવો પ્રશ્ન ઉપસ્થિત થતાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના પ્રોફેસર ડો.કમલેશ, ડો.ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે, ઉપવાસ એ મનની શક્તિ વધારે છે. જે વ્યક્તિ અનુકૂળ પરિસ્થિતિમાં હોય તે ઉપવાસ કરે તો વાંધો નથી પરંતુ જે ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવારમાં છે, જે કર્મચારીઓ કોરોના દર્દીઓની સાથે છે અને વિશેષ પ્રકારના પહેરવેશ સાથે ફરજ બજાવે છે તેઓ ઉપવાસ ન કરે તે સલાહભર્યું છે.
યુ.એન. મહેતા
ઇન્સ્ટિટયૂટના માનદ ડાયરેક્ટર ડો. આર.કે પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 દિવસના લોકડાઉનનો જે આદેશ આપ્યો છે તે આ દેશના નાગરિકોએ પ્રેમથી સ્વીકારવો જોઈએ. દરેક વ્યક્તિએ સ્વેચ્છાએ ઘરમાં જ રહેવું જોઈએ. અત્યંત આવશ્યક હોય અને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા ઘરની બહાર નીકળવું જ પડે તેમ હોય તો તેવા સંજોગોમાં સાબુથી વારંવાર હાથ ધોવા. જે ઘરોમાં વડીલો હોય કે ડાયાબિટીસ, બીપી, બ્લડ પ્રેશર, અસ્થમા, કેન્સર, પ્રોસ્ટેટ કે કિડનીના દર્દીઓ હોય તેમણે વધારે સાચવવાની જરૂર છે. આવા લોકોએ પોતાના ઘરમાં પણ અન્યથી અલાયદા રહેવાની આવશ્યકતા છે.
અમદાવાદની બી.જે મેડીકલ કોલેજના
પ્રોફેસર ઓફ મેડિસિન અને સિવિલ હોસ્પિટલના મેડિસિનલ વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાય એ કોરોના વિશે વિગતવાર સમજણ આપતાં જણાવ્યું હતું કે, 1960માં પહેલીવાર કોરોના વાયરસે દેખા દીધી હતી. 40 વર્ષ પછી આ વાયરસે આંખ લાલ કરી છે. 2003માં આ વાયરસે સાર્સ નામે દેખા દીધી હતી. જે ચામાચીડિયામાંથી આવ્યો હતો. સામાન્ય રીતે તાવ, ઝાડા ઉલટી, એટલે કે ફ્લૂના લક્ષણો ધરાવતો આ રોગ 2019 ના ડિસેમ્બર મહિનામાં દેખાયો 2020 ની


સાતમી જાન્યુઆરીએ આ રોગ કોરોના એટલે કે કોવીડ9 વાયરસ તરીકે જાહેર થયો. 100 વ્યક્તિઓને ગળું પકડાવવાની શરૂઆત થાય છે, તેમાંથી 85 થી 90 વ્યક્તિઓ સારા થઈ જાય છે. 100 માંથી 10 વ્યક્તિઓને આ વાયરસ ગળાથી નીચે ઉતરે
છે, અને ન્યુમોનિયા જેવાં લક્ષણો દેખાય છે. ત્યારબાદ ઓક્સિજન અને પછી વેન્ટિલેટરની આવશ્યકતા ઊભી થાય છે. કેટલાક કેસોમાં 24 થી 36 કલાકમાં જ શ્વાસ ચડવાની દર્દી ગંભીર થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. તેમણે કહ્યું હતું કે, કોરોના થી રક્ષણ મેળવવા અનુશાસનપૂર્વક 21 દિવસ ઘરમાં રહેવું ખૂબ જરૂરી છે. આ માત્ર અનુશાસન નહીં પણ આત્માનું શાસન હોવું જોઈએ. કોરોના નો વ્યાપ ત્રણ રીતે વધે છે, શરૂઆતમાં કેસ હોય એ પછી ક્લસ્ટરમાં જોવા મળે ત્યારબાદ કોમ્યુનિટીમાં ફેલાય. આવું ન થાય તે માટે આ 21 દિવસ અતિ મહત્વના છે. દરેક વ્યક્તિએ ઘરમાં પણ એકબીજાથી ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખીને બેસવું જોઈએ. લોકો સ્વયંભૂ ઘરમાં રહે તો ગુજરાતમાં અને ભારતમાં કેસ નહીં વધે. અન્ય દેશોએ ગંભીરતા નથી રાખી એટલે ત્યાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આપણે હોમ ક્વોરેન્ટાઈન અને લોકડાઉનથી કોરોના સામે અસરકારક લડાઈ લડી શકીએ તેમ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 200 પથારીની સુવિધાવાળી સ્પેશિયલ કોવીડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ અત્યંત આધુનિક સુવિધાઓ સાથે કોવીડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં નાગરિકો સહયોગ આપે, કોઈએ ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકારે દર્દીઓ માટે- નાગરિકો માટે પૂરતી વ્યવસ્થા કરી છે.

રિલેટેડ ન્યૂઝ