1 એપ્રિલથી વિદેશી ટૂર પર 5 થી 10 ટકા TCS લાગશે

નવી દિલ્હી તા.25
પરમેનેન્ટ એકાઉન્ટ નંબર એટલે પાન નાણાકીય ટ્રાન્જેક્શન માટે એક અનિવાર્ય ડોક્યુમેન્ટ છે પરંતુ જો કોઇ કહે કે પાનકાર્ડ વિના હવે તમે વિદેશયાત્રા કરી શકશો નહી અથવા તો ફરવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે તો શું તમે સાચું માનશો. ભલે પાનકાર્ડનું વિદેશયાત્રા સાથે શું લેવા-દેવા? પરંતુ આ વાત સો ટકા સાચી છે! જોકે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ફાઇનાશિયલ બિલમાં એક પ્રપોજલ આપ્યું છે. તેમાં સેક્શન 206 માં વિદેશ યાત્ર ટીસીએસ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ પાન નંબર નથી તો તેના પર બમણો ટેક્સ લાગશે.
દેશમાં ઇનકમ ટેક્સ ચૂકવનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, તો બીજી
તરફ મોંઘી કાર ખરીદનાર અને વિદેશ યાત્રા કરનારાઓનો આંકડો ખૂબ મોટો છે. હવે સરકાર ઇનકમ ટેક્સ નહી ચૂકવનાર અને બેખૌફ ખર્ચ કરનાર લોકો પર લગામ કસવાની તૈયારી કરી રહી છે. 1 એપ્રિલ બાદથી કેન્દ્ર સરકાર


વિદેશ યાત્રાના કુલ પેકેજ પર ટીસીએસ લગાવશે. વિદેશી ટૂર પેકેજ પર ટેક્સ લગાવવાથી સરકારી ખજાનામાં મોટી રકમ આવી શકે છે. નાણાકીય વર્ષ 2020-21ની શરૂઆતથી વિદેશ યાત્રા પર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડી શકે
છે.
ફાઇનાન્સ બિલના નવા નિયમો અનુસાર વિદેશ યાત્ર પર ખર્ચ થતાં કુલ પેકેજ પર 5 ટકા ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ)અલગથી ચૂકવવા પડશે. તો બીજી તરફ એક જોગવાઇ એ છે કે ટૂર પેકેજ લેનાર પાસે જો પાન નંબર
નથી તો તેને કુલ પેકેજ પર 10 ટકા ટીસીએસ ચુકવવો પડશે. એટલે કે પેન નંબર નહી હોય આ ટેક્સ ચૂકવવો પડશે. સરકારી આંકડા અનુસાર દેશમાં 1.5 કરોડ લોકો ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે ત્રણ કરોડ લોકો વર્ષમાં વિદેશ યાત્રા કરે છે.

રિલેટેડ ન્યૂઝ