લોકડાઉન અને ક્ફર્યૂનો ભેદ પારખો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મધ્યરાત્રિથી જ દેશભરમાં 21 દિવસના લોક-ડાઉનની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસનું પ્રસારચક્ર તોડવા માટે આ લોક-ડાઉનનો અસરકાર અમલ થાય તે જરૂરી છે.
વડા પ્રધાને કહ્યું કે જેમ જનતા કર્ફ્યુ વખતે જનતાએ શિસ્ત અને સંયમનો પરિચય આપ્યો હતો, તેવી જ રીતે આ લોક-ડાઉનનો અમલ
કર્ફ્યુની જેમ કરવાનો છે. અગાઉ પંજાબ અને મહારાષ્ટ્રની સરકારોએ કર્ફ્યુની જાહેરાત કરી હતી, ત્યારે બંને વચ્ચેનો તફાવત સમજીએ. આ પહેલાં સોમવારે દેશભરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 500ને પાર કરી ગઈ હતી, જ્યારે વિશ્વમાં આ મહામારીથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 14 હજારને પાર કરી ગઈ હતી.
મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે કોરોનાનું પ્રસારચક્ર તોડવા માટે 21 દિવસના લોકડાઉનનો અમલ
અસરકારક રીતે થાય તે જરૂરી છે, જેથી દેશવાસીઓને આ બીમારીથી બચાવી શકાય. લોકડાઉનની સ્થિતિમાં પજે જ્યાં છે, ત્યાં જ રહેથનો નિર્દેશ આપવામાં આવે છે. લોકોને ઘરની બહાર નીકળતા અટકાવવા માટે આ નિર્દેશ આપવામાં આવે છે. જ્યારે એક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં બીજી વ્યક્તિ આવે ત્યારે તેને પણ રોગ લાગુ પડવાની સંભાવના રહે છે, જેને ટાળવા માટે આમ કરવામાં આવે છે.
લોકડાઉન એ ખૂબ જ પ્રચલિત શબ્દ છે, જે
અમારા સંદેશને કડકાઈપૂર્વક પણ સ્પષ્ટ રીતે આપે છે. તેમણે ઉમેર્યું, મહામારીના કાયદા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ, ઇન્ડિયન પીનલ કોડ તથા ક્રિમિનલ પ્રોસિજર કોડ અંગે જે કોઈ પગલાં લેવાંની જરૂર છે, તે અમે લઈ રહ્યાં છીએ. તેમણે ઉમેર્યું કે આવશ્યક અને જીવનજરૂરિયાતની સેવાઓને બાદ કરતાં અન્ય સેવાઓ થોડો સમય માટે ઠપ રહેશે. લોકડાઉનના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, આરોગ્યવિષયક સેવા, મીડિયા, ઈ-કોમર્સ, ટપાલ, કૃષિવિષયક અમુક પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવે છે. ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, ચીન સહિતના અનેક દેશોએ કોરોનાની મહામારીને ફેલાતી અટકાવવા માટે લોકડાઉન જેવાં પગલાં લીધાં છે.
કર્ફ્યુમાં જનતા ઘરની બહાર ન નીકળે તેનો કડકાઈપૂર્વક અલ કરાવવામાં આવે છે, પોલીસ દ્વારા રસ્તાઓ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી કરીને લોકોની
અવરજવર ન થઈ શકે. દાખલા તરીકે કર્ફ્યુ દરમિયાન પોલીસ, અગ્નિશમન અને આરોગ્યવિષયક સેવાઓ ચાલુ રહે છે, પરંતુ તેઓ અવરજવર કરી શકે તે માટે તેમને કફ્ર્યુ પાસ આપવામાં આવે છે. જરૂર હોય તો સારવાર માટે પણ


નાગરિકને કર્ફ્યુ પાસ મળી શકે છે. સરકાર દ્વારા સ્થિતિની સમીક્ષા કરીને સમયાંતરે કર્ફ્યુમાં રાહત આપવામાં આવે છે, જેથી કરીને નાગરિકો દવા, ખોરાક તથા જીવનજરૂરિયા માટે અનિવાર્ય હોય તેવી
ચીજવસ્તુઓ ખરીદી શકે. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ જાય ત્યારે કર્ફ્યુ લાદવામાં આવે છે. ગુજરાતના તાજેરના ઇતિહાસમાં વર્ષ 2002ના કોમી રમખાણો બાદ વ્યાપકપણે કર્ફ્યુ લાદવાની જરૂર ઊભી થઈ હતી. આ સિવાય તાજેતરમાં દિલ્હીમાં સી.એ.એ. અને એન.આર.સી. સંદર્ભે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ત્યારે પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
પંજાબના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ
(ડી.જી.પી.) સતીશ શર્મા કહે છે : સીઆર.પી.સી.ની કલમ 144 તથા ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ 188 મુજબ સરકારી કર્મચારી દ્વારા આપવામાં આવેલા આદેશનો ભંગ કરવા બદલ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે. જ્યારે કડકાઈથી અમલ કરાવવાનો હોય ત્યારે કર્ફ્યુ લાદવામાં આવે છે, જ્યારે અવરજવરને નિયંત્રિત કરવાની હોય ત્યારે લોકડાઉન કરવામાં આવે છે.
પંજાબના પૂર્વ ડી.જી.પી. શશિ કાન્તના કહેવા પ્રમાણે, લોકડાઉન
છતાં નાગરિકોને બહાર નીકળતા જોઈ શકો છો, પરંતુ કર્ફ્યુ દરમિયાન કોઈ બહાર નીકળવાની હિંમત નથી કરતું, તેમાં કોઈ રાહતો નથી હોતી. શર્મા ઉમેરે છે કે નિષેધાત્મક આદેશોમાં કેટલી સજા થશે, તેનો આધાર મેજિસ્ટ્રેટ ઉપર રહેલો હોય છે. ઘણી વખત અઠવાડિયા કે પખવાડિયાની સજા થાય છે, તો કેટલીક વખત માત્ર દંડ ફટકારીને છોડી મૂકવામાં આવે છે. આ કાયદાઓ પાછળની વિભાવના જનતાને સજા કરવાની નહીં, પરંતુ અવરજવરને અટકાવવા (કે નિયંત્રિત કરવા) માટે જરૂરી સત્તા આપવાની છે.
ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, આવી જ રીતે કર્ફ્યુમાં જ્યાં સુધી સરકાર તથા સ્થાનિક વહીવટીતંત્રને સંતોષ ન થાય
ત્યાર સુધી તેનો અમલ કરાય છે. સીઆર.પી.સી.ની કલમ 144 હેઠળ મળેલી સત્તાની રૂએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ લોકડાઉનના સમયગાળા દરમિયાન ચાર કે તેથી વધુ લોકોનાં એકઠાં થવા ઉપર પ્રતિબંદ લાદી શકે છે. તાજેતરમાં કાયદો અને વ્યવસ્થા સિવાય કોરોના વાઇરસ સામે લડવા માટે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સ્થાનિક વહીવટીતંત્રે 144નો ઉપયોગ કર્યો છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ સહિત અનેક જિલ્લામાં 144ની કલમ લાગુ છે.

રિલેટેડ ન્યૂઝ