કલમ 370 મુક્તિ પછીની પ્રથમ અમરનાથ યાત્રાની તૈયારી

જમ્મુ તા,15
અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે અમરનાથ યાત્રા વર્ષે 23 જૂનથી શરૂ થઈને 3 ઓગસ્ટ સુધી ચાલશે. બેઠકની અધ્યક્ષતા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદ્ર મુર્મૂએ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શ્રદ્ધાળુઓને અમરનાથ યાત્રા દરમિયાન વચ્ચેથી જ પરત જવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી ત્યાર બાદ આર્ટિકલ 370 દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી.
ેજમ્મુમાં શુક્રવારે બોર્ડની 37મી બેઠક યોજાઈ હતી જેમાં બાબા બર્ફાનીના દર્શન માટેની તારીખો પર અંતિમ નિર્ણય કરવામાં આવ્યો. આ પહેલા જાન્યુઆરીમાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રહ્મણ્યમે પોલીસ વિભાગને કહ્યું હતું કે આ વર્ષે થનારી તીર્થયાત્રાનું સંચાલન સુનિશ્ચિત કરવા માટે તેઓ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ સાથે
કામ કરશે.
મુખ્ય સચિવના દિશા નિર્દેશોનું અનુપાલન કડકાઈપૂર્ણ પાલન કરવામાં આવશે. જેથી માત્ર રજિસ્ટ્રેશન થયેલા તીર્થયાત્રી અને સેવાભાવી દાતાઓને જવાની પરમીશન મળી શકે. ગત વર્ષે 3 લાખથી વધારે તીર્થયાત્રીઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ