કારણો આપો, બદમાશને ટિકિટ કેમ આપી : સુપ્રીમ

નવીદિલ્હી તા,14
રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાની અધિકૃત વેબસાઈટ પર તમામ ઉમેદવારોની જાણકારી મુકવામાં આવે. જેમાં ઉમેદવાર ઉપર નોંધાયેલ કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ જણાવવાનું રહેશે. એટલે કે હવે રાજનીતિક દળોએ એ વાત પણ બતાવવાની રહેશે કે શા માટે ટિકિટ માટે એક ક્રિમિનલ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો.
ગુરૂવારે આવેલી એક યાચિકા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ દ્રારા એવો આદેશ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્રારા કરવામાં આવેલા નિર્ણયમાં તમામ રાજનીતિક દળોના ઉમેદવારો ઘોષિત કરવાના 72 કલાકની અંદર ચૂંટણી આયોગને પણ આ અંગેની જાણકારી આપવાની રહેશે. સાથે જ જાહેર કરવામાં આવેલા ઉમેદવારો વિશેની જાણકારી સ્થાનિક અખબારોમાં છપાવવાની રહેશે.
આ યાચિકા કરનારા વકિલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, જો કોઈ પણ ઉમેદવાર અથવા તો રાજનીતિક દળ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને અદાલતની અવમાનના માનવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારો અંગેની જાણકારી સરકારે અદાલતમાં આપવાની રહેશે.
વકિલ અશ્વિની ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, જો કોઈ નેતા કે કોઈ ઉમેદવાર વિરૂદ્ધ કોઈ પણ પ્રકારનો કેસ નથી અને કોઈ પણ પ્રકારની ઋઈંછ ફાઈલ નથી થઈ તો તેને પણ આ અંગેની જાણકારી આપવાની રહેશે. જો કોઈ પણ નેતા સોશિયલ મીડિયા, વર્તમાન પત્ર કે વેબસાઈટ પર આ અંગેની જાણકારી નથી દેતો તો ચૂંટણી આયોગ તેના વિરૂદ્ધ એક્શન લઈ શકે છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી રાજનીતિમાં ગુનેગારની છબી ધરાવતા નેતાઓની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેનો અંદાજ હાલમાં જ થયેલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સપાટી પર આવ્યો હતો. ચૂંટણી સુધાર માટે કામ કરનારી પ્રાઈવેટ સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રિટિક રિફોર્મ્સની રિપોર્ટ મુજબ દિલ્હીમાં પસંદ કરવામાં આવેલા 70માંથી 37 ધારાસભ્યો એવા છે જેમની વિરૂદ્ધ ગંભીર અપરાધો છે.

રિલેટેડ ન્યૂઝ