ફક્ત એક જ વાર રજૂ થયેલું ‘બ્લેક બજેટ’ શું હતું ?

નવી દિલ્હી તા.24
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. આ તેમનું બીજું બજેટ હશે. દેશના સામાન્ય લોકો, ઉદ્યોગપતિઓ અને વિશ્લેષકોને આ બજેટથી ખૂબ અપેક્ષાઓ છે. તો આ આગામી બજેટમાં શું રાહત મળે છે તે તો 1 ફેબ્રુઆરીએ ખબર પડશે. આજે મને તમને જણાવીશું બજેટના અત્યાર સુધીના ઈતિહાસ અંગેની કેટલીક રસપ્રદ માહિતી. ભારતમાં બજેટ રજૂ કરવાની પરંપરા ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ શરુ કરી હતી. કંપનીએ 7 એપ્રિલ 1860ના રોજ પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આઝાદી પહેલા અંગ્રેજોના શાસનકાળમાં પ્રથમ બજેટ તત્કાલિન નાણાંપ્રધાન જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. આઝાદ ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ તત્કાલિન નાણાંપ્રધાન આરકે શાનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું.
ભારતમાં 1973-74માં ઈતિહાસમાં ક્યારેય રજૂ ન થયું હોય તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર ભારતનું પ્રથમ અને એક માત્ર બ્લેક બજેટ રજૂ કર્યું હતું. બ્લેક બજેટ રજૂ કરતી વખતે તત્કાલીન નાણા મંત્રી યશવંતરાજ ચવ્હાણે તેમના ભાષણમાં કહ્યું હતું કે, દેશમાં દુકાળના કારણે ઊભી થયેલી હાલત અને ખાદ્યાન્ન ઉત્પાદનમાં ભારે ઘટાડાના કારણે બજેટ ખોટ વધી ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ