કોંગ્રેસનું સેક્યુલરિઝમ અને શિવસેનાનું વલણ ‘વિચિત્ર’ છે !

નવી દિલ્હી, તા.12
નાગરિકતા સંશોધન બિલ 2019 પર આજે રાજ્યસભામાં વિપક્ષના અનેક સવાલોના જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે મુસલમાનોને આ બિલમાં કેમ સામેલ કરવામાં નથી આવ્યાં તેનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ બહુમતીમાં છે. આથી તેમના પર અત્યાચાર થવાની શક્યતા બહુ ઓછી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે વિપક્ષ 6 ધર્મના લોકોને સામેલ કરવા બદલ તેમની પ્રશંસા તો નથી કરતો પરંતુ તેમનું બધુ ધ્યાન મુસ્લિમો પર જ ટીકી ગયુ છે.
નોંધનીય છે કે વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે સવાલ પૂછ્યો હતો કે ભારતના બીજા પણ પાડોશી દેશો છે તો ફક્ત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જ કેમ તેમાં સામેલ કરવામાં આવ્યાં? તેમણે એમ પણ પૂછ્યું હતું કે મુસ્લિમો ઉપર પણ અફઘાનિસ્તાનમાં તાલિબાને અત્યાચાર કર્યાં પરંતુ તેમને તો બિલમાં જગ્યા નથી અપાઈ. ગૃહ મંત્રીએ જવાબ આપતા કહ્યું કે શું બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમોને લઘુમતી ગણી શકાય? તેમણે કહ્યું કે જ્યારે તે દેશોનો મુખ્ય ધર્મ જ ઈસ્લામ છે તો તેમના પર અત્યાચાર થવાની શક્યતા પણ ખુબ ઓછી છે.
ગૃહ મંત્રીએ મુસ્લિમો માટે કહ્યું કે તેમણે ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે બિલનો ભારતના મુસલમાનો સાથે કોઈ લેવાદેવા નથી. શાહે કહ્યું કે પાડોશી દેશોએ લિયાકત નહેરુ સંધિની વાતોનો અમલ કર્યો નથી. તમામ સરકારોનું કર્તવ્ય છે કે આ સંધિને માને. શાહે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન રાજસ્થાન સરકારે તત્કાલિન ગૃહ મંત્રી પી ચિદમ્બરમને પાકિસ્તાનથી આવનારા હિન્દુ અને શીખ શરણાર્થીઓ અંગે પત્ર લખ્યો હતો. ત્યારબાદ બે જ ધર્મોના 13000 લોકોને ફાયદો મળ્યો હતો. તેમણે કહ્યું કે અમે બિલમાં 6 ધર્મના લોકોને સામેલ કર્યાં છે. ગૃહ મંત્રીએ કહ્યું કે કોઈ પણ કોંગ્રેસ પર વાત કરતું નથી કારણ કે તે લોકો ધર્મનિરપેક્ષ કહેવાય છે. તમે ક્યાં સુધી લોકોને મુરખ બનાવશો? ગૃહ મંત્રીએ કહ્યું કે રોહિંગ્યા મ્યાંમારથી સીધા આવતા નથી. પરંતુ બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરે છે આથી તેમને બિલમાં જગ્યા નથી આપવામાં આવી. ગૃહ મંત્રીએ કહ્યું કે શું કાશ્મીરમાં હિન્દુ કે બૌદ્ધ રહેતા નથી? તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ છે તો બધા માટે હટાવાઈ છે, પછી તે ભલે ગમે તે ધર્મના હોય.
હું પહેલીવાર નાગરિકતામાં સંશોધનની લઈને નથી આવ્યો. અનેકવાર થયું છે. જ્યારે શ્રીલંકાના લોકોને નાગરિકતા આપી તો તે સમયે બાંગ્લાદેશીઓને કેમ નહતી આપી? જ્યારે યુગાન્ડાના લોકોને નાગરિકતા આપી તો બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકોને કેમ ન આપી?
આજે નરેન્દ્ર મોદીજી જે બિલ લઈને આવ્યાં છે તેમાં નિર્ભય થઈને શરણાર્થીઓ કહેશે કે હાં અમે શરણાર્થી છીએ,અમને નાગરિકતા આપો અને સરકાર નાગરિકતા આપશે. જેમણે જખમ આપ્યા તેઓ જ આજે પૂછે છે કે આ જખમ કેમ થયાં.
જ્યારે ઈન્દિરાજીએ 1971માં બાંગ્લાદેશના શરણાર્થીઓને સ્વીકાર્યા ત્યારે શ્રીલંકાના શરણાર્થીઓને કેમ નહતાં સ્વીકાર્યા? સમસ્યાઓને યોગ્ય સમયે જ ઉકેલવામાં આવે છે. તેને રાજકીય રંગ ન આપવો જોઈએ.
કલમ 14માં જે સમાનતાનો અધિકાર છે તે એવો કાયદો બનાવતા ન રોકી શકે જે યિફતજ્ઞક્ષફબહય ભહફતતશરશભફશિંજ્ઞક્ષ ના આધાર પર છે.
અહીં યિફતજ્ઞક્ષફબહય ભહફતતશરશભફશિંજ્ઞક્ષ આજે છે. આપણે એક ધર્મને જ નથી લેતા પરંતુ આપણે 3 દેશોના તમામ અલ્પસંખ્યકોને લઈ રહ્યાં છીએ અને એમને લઈ રહ્યાં છીએ જે ધર્મના આધારે હેરાન પરેશાન થયા છે.
બે સાથી સાંસદને ડરાવી રહ્યાં છે કે સંસદના દાયરામાં સુપ્રીમ કોર્ટ આવી જશે. કોર્ટ ઓપન છે. કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જઈ શકેછે.આપણે તેનાથી ડરવું જોઈએ નહીં. આપણું કામ આપણા વિવેકથી કાયદો બનાવવાનું છે. જે અમે કર્યું છે અને આ કાયદો કોર્ટમાં પણ યોગ્ય જ ઠરશે.
કોંગ્રેસ પાર્ટી અજીબોગરીબ પાર્ટી છે. સત્તામાં હોય છે ત્યારે અલગ અલગ ભૂમિકા અને અલગ અલગ સિદ્ધાંત હોય છે. અમે તો 1950થી કહેતા આવ્યાં છીએ કે કલમ 370 હોવી જોઈએ નહીં. – કપિલ સિબ્બલ સાહેબ કહેતા હતાં કે મુસલમાનો તમારાથી ડરતા નથી. હું ક હું છું કે ડરવું પણ ન જોઈએ. બસ તમે તેમને ડરાવવાની કોશિશ ન કરો. તેઓ કહે છે કે આ બિલથી મુસલમાનોના હક છીનવાઈ જશે. પરંતુ હું બધાને ભરોસો અપાવવા માંગુ છું કે આ બિલથી કોઈ પણ અધિકાર છીનવાશે નહીં.
શિવસેના પર નિશાન સાધતા તેમણે કહ્યું કે લોકો સત્તા માટે કેવા કેવા રંગ બદલે છે. શિવસેનાએ બિલનું લોકસભામાં તો સમર્થન કર્યું પરંતુ એક જ રાતમાં એવું તે શું થઈ ગયું કે આજે વિરોધમાં ઊભા છે.
જ્યાં સુધી રોહિંગ્યાનો સવાલ છે તો તેઓ સીધા આપણા દેશમાં આવતા નથી. તેઓ પહેલા બાંગ્લાદેશમાં જાય છે અને ત્યાંથી ઘૂસણખોરી કરીને આવે છે. રોહિંગ્યાઓ પર અમારો મત એકદમ સ્પષ્ટ છે.
મોદી સરકાર દેશના બંધારણ પર ભરોસો રાખે છે. હું ભરોસો અપાવું છું કે આ દેશ ક્યારેય મુસ્લિમમુક્ત નહીં થાય. મને આઈડિયા ઓફ ઈન્ડિયાની વાત ન બતાવો. હું પણ અહીં જ જન્મયો છું અને મારી સાત પેઢી પણ અહીં પેદા થઈ છે. હમને આઈડિયા ઓફ ઈન્ડિયાનો અંદાજો છે.
આ બિલમાં મુસલમાનોના કોઈ અધિકાર જતા નથી. આ નાગરિકતા આપનારું બિલ છે, નાગરિકતા લેવાનું બિલ નહીં. હું બધાને કહેવા માંગુ છું કે ભ્રામક પ્રચાર ન કરો. આ બિલનો ભારતના મુસલમાનોની નાગરિકતાસાથે કોઈ સંબંધ નથી.
ઈતિહાસ નક્કી કરશે કે 70 વર્ષથી લોકોને ભગવાન ભરોસો છોડી દીધા હતાં. તેમને ન્યાય નરેન્દ્ર મોદીજીએ આપ્યો. ઈતિહાસ તેને સુવર્ણ અક્ષરોમાં લખશે.
લાખો કરોડો લોકો નરકની યાતનામાં જીવી રહ્યાં હતાં. કારણ કે વોટ બેંકની લાલચની અંદર આંખો આંધળી થઈ ગઈ હતી, કાન બહેરા થઈ ગયાં હતાં, તેમની બૂમો સંભળાતી નહતી. નરેન્દ્ર મોદીજી ફક્ત અને ફક્ત પીડિતોને ન્યાય કરવા માટે આ બિલ લઈને આવ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ