હેલ્મેટના ત્રાસથી મુંબઈગરા પરેશાન

મુંબઈ તા,10
ટૂ-વ્હિલર પર બાળકને શાળામાં લેવા-મૂકવા જનાર વાલીઓએ જાતે તો હેલ્મેટ પહેરવું જ પડશે, પણ બાળકને પણ તે પહેરાવવું પડશે.
રાજ્ય પરિવહન વિભાગે તાજેતરમાં જ આ અંગેનો ર્સ્ક્યુલર બહાર પાડ્યો છે, જેમાં આવા બાઇકર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે સમસ્યા એ છે કે બાળકોને થાય એવા હેલ્મેટ ભાગ્યે જ માર્કેટમાં ઉપલબ્ધ છે.
શાળાના વિદ્યાર્થીઓને શાળામાં લાવવા લઇ જવાનું કામ કરતા ટૂ-વ્હિલર અને ઑટોરિક્ષા ચાલકો બાળકોની સુરક્ષા માટે નિયમનું પાલન કરે છે કે નહીં તેની ખાતરી કરવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યા બાદ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. સ્કર્યુલર અનુસાર ટૂ-વ્હિલર પાછળ બેસેલ બાળક હેલ્મેટ પહેર્યા વગર પકડાશે તો ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે ટ્રાન્સપોર્ટ નિષ્ણાતે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2018ના અહેવાલ મુજબ રોડ અકસ્માત એ 5-14 વર્ષના બાળકોમાં મૃત્યુનું પહેલું કારણ હોવાથી આ કાર્યવાહી યોગ્ય છે. જોકે, બજારમાં બાળકો માટેના હેલ્મેટ હાલમાં ઉપલબ્ધ નથી. આ સિવાય હેલ્મેટની સાઇઝ અંગે સરકારની કોઇ ગાઇડલાઇન્સ પણ નથી. આ મુદ્દે સરકાર અને હેલ્મેટ મેન્યુફેકચરિંગ કંપનીઓએ વિચાર કરવો જોઇએ.
દરમિયાન રોડ સેફટીની ઝુંબેશના ભાગરૂપે શહેરની 45 શાળાઓના વિદ્યાર્થીઓમાં હેલ્મેટ પહેરવા મુદ્દે જનજાગરૂતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે, એમ પરિવહન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ