વસુંધરા રાજે રાત્રે 10 પછી કેમ મળતાં નથી?

જયપુર તા. 14
રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાત્રે 10 વાગ્યા બાદ લોકોને નથી મળતાં. તેમનું કહેવું છે કે, આ માટે લોકો અલગ-અલગ વસ્તુઓ ધારી તેમની નિંદા કરી છે. એટલે 12 નવેમ્બરે વસુંધરા રાજેએ જાતે જ આનું સાચું કારણ જણાવ્યું છે.
વસુંધરા રાજેએ કહ્યું, આવા લોકોએ સમજવું જોઇએ કે, મહિલાઓ અને પુરૂષોના કામમાં અંતર હોય છે. પુરૂષો લુંગીમાં પણ કોઇને મળી શકે છે, જ્યારે રાત્રે મહિલાઓ એમ ન મળી શકે, તેમને મર્યાદાઓમાં રહેવું પડે છે.
પૂર્વ સીએમ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, રાજસ્થાનના કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં, તેમણે આમાં મહિલા આરક્ષણની વાત કરી. રાજેએ જણાવ્યું કે, ગત સરકાર સમયે જ્યારે વિધાનસભામાં પંચાયત રાજ ચૂંટણીમાં મહિલાઓ માટે 50 ટકા આરક્ષણ રાખ્યું ત્યારે બધાંએ મને શાબાશી આપી. પછી હું જ્યારે મારા કક્ષમાં ગઈ ત્યારે ઘણા પુરૂષ ધારાસભ્યોએ કહ્યું કે, તમે આ શું કરી રહ્યાં છે? તેમને અમારા માથા પર બેસાડી રહ્યાં છો?
વધુમાં રાજેએ કહ્યું કે, ભામાશાહ યોજના અંતર્ગત જ્યારે રાજસ્થાનની મહિલાઓને ઘરની મુખિયા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાએ પણ પડદા પાછળ આવી જ સમસ્યાઓ આવી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે, હવે બધા પૈસા મહિલાઓના ખાતામાં જતા રહેશે. મુશ્કેલીઓ આવવા છતાં સંઘર્ષ કરી મહિલાઓ માટે મેં આ બધું કર્યું.

રિલેટેડ ન્યૂઝ