અયોધ્યા-કાંડમાં કોંગ્રેસને ‘હાથ’નાં કર્યા હૈયે વાગ્યાં?

એ એક નોંધપાત્ર યોગાનુયોગ છે કે અયોધ્યાનો વિવાદ કોંગ્રેસ પક્ષ જેટલો જ જૂનો છે, કેમ કે પજન્મસ્થાનથ પર મંદિર બાંધવા માટે સૌપ્રથમ કાનૂની દાવો જાન્યુઆરી 1885માં કરાયો હતો અને તે જ વર્ષના ડિસેમ્બરમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)ની સ્થાપના માટેનું અધિવેશન મળ્યું હતું.
એક હતા રૂઢિવાદી/પરંપરાવાદી કોંગ્રેસીઓનો, જેઓ ભલે બહુમતીમાં નહોતા, પણ તેમની સંખ્યા સારી એવી હતી. બીજું કે તેમનું રૂઢિચૂસ્તપણું સાંપ્રદાયિક પ્રકારનું નહોતું કે મુસ્લિમો તરફ તેઓને દ્વેષ નહોતો. આ પરંપરાવાદી કોંગ્રેસીઓ એવું માનવા પ્રેરાયા હતા કે મુસ્લિમોને ખોટું લગાડ્યા વગર, હિન્દુઓની ભાવનાઓનો આદર થઈ શકે છે. ગોવિંદવલ્લભ પંતની આગેવાની હેઠળના આ કોંગ્રેસી નેતાઓ પોતાના આવા અભિગમમાં વિશ્વાસ ધરાવતા હતા. બીજો વિચારપ્રવાહ કોંગ્રેસમાં હતો તે સરદાર પટેલની આગેવાની હેઠળનો હતો, જેઓ માનતા હતા કે સ્વતંત્ર ભારત આધુનિક પ્રકારનું જ હોવું જોઈએ, જ્યાં કાયદાનું શાસન જ હંમેશાં ચાલે અને તેના માટે લઘુમતી કે બહુમતીની લાગણીઓની બહુ પરવા કરવાની ના હોય. ડિસેમ્બર 22-23, 1949ની રાત્રે રામલલાની મૂર્તિ છુપી રીતે ફૈઝાબાદની બાબરી મસ્જિદમાં રાખી દેવામાં આવી, ત્યારે ગોવિંદવલ્લભ પંતની આગેવાની હેઠળની સંયુક્ત પ્રાંતની સરકારે હિન્દુ સમાજનાં ગરબડ કરનારાં તત્ત્વોને ચલાવી લેવાનું વલણ રાખ્યું હતું.
1952માં પ્રથમ વાર ચૂંટણીઓ યોજાઈ, તેમાં આ પક્ષો અને જૂથોનો દેખાવ બહુ નબળો રહ્યો હતો. સામી બાજુએ કોંગ્રેસ રાજકીય રીતે પોતાનું સ્થાન અડગ રાખી શકી હતી અને ચૂંટણીઓમાં સફળતા પણ મેળવી શકી હતી. કોંગ્રેસના મોવડીઓ બહુમતી સમુદાયના પક્ષ તરીકે પોતાની છાપ ઊભી કરવાની સાથે મુસ્લિમ નેતાઓ અને તેમની ભાવનાઓને પણ સમાવી લેવા માટેની શક્તિ અને કુશળતા ધરાવતા હતા તેવું લાગતું હતું. કોંગ્રેસ પક્ષની મજબૂતી, વ્યાપકતા અને એકતા જળવાઈ રહી ત્યાં સુધી કોમવાદી અને ધાર્મિક પરિબળોનો ભાવ ભાગ્યે જ રાષ્ટ્રીય સ્તરે કોઈ પૂછતું હતું.
1967માં લોકસભાની ચોથી ચૂંટણી યોજાઈ તે પછી જ કોંગ્રેસમાં નેતાગીરીના આંતરિક ઝઘડા શરૂ થયા હતા. તે સાથે જ પક્ષની બિનસાંપ્રદાયિકતા અંગેની સ્પષ્ટ સમજ પણ ભૂંસાવા લાગી હતી. બીજી બાજુ ધાર્મિક હિન્દુ રાજકીય પરિબળો એટલાં હોંશિયાર નીવડ્યાં કે તેમણે ઇંદિરા ગાંધી સામે રાજવી પરિવારો અને તેની સાથે જોડાયેલાં પરિબળોને એકઠાં કરવાની તક ઝડપી લીધી. ઇંદિરા ગાંધીની સરકારે રજવાડાંના સાલિયાણાં નાબૂદ કર્યાં હતાં તેથી તેમને આવી તક મળી ગઈ હતી. સામંતી અને ધાર્મિક સંસ્થાઓ એક થઈ તેના કારણે નહેરુવાદી વિચારસરણી સામે પડકાર ઊભો થયો હતો. જોકે, ઇંદિરા ગાંધીએ તરત જ સિફતપૂર્વક લોકતાંત્રિક અને પ્રગતિશિલ પરિબળોને એકત્ર કરીને લોકતંત્રના બિનસાંપ્રદાયિક પરિવેશને જાળવી રાખ્યો હતો.
બિનસાંપ્રદાયિક શાસનના સિદ્ધાંતો વિશેની આ વ્યૂહાત્મક સમજ કોંગ્રેસમાં હતી, તે રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા તે પછી ભૂંસાવા લાગી અને સમગ્ર પરિવેશ તૂટવા લાગ્યો હતો. યુવાન અને બિનઅનુભવી રાજીવ ગાંધી કોઈ ચોક્કસ રાજકીય વિચારસરણીથી રંગાયેલા નહોતા. ગાંધી અને નહેરુની ભવ્ય પરંપરાને ના જાણતા અર્ધદગ્ધ નવા સલાહકારોથી રાજીવ ગાંધી દોરવાઈ ગયા. ઇંદિરા ગાંધીએ જે લોકોને અત્યાર સુધી દૂર રાખ્યા હતા, તેમને હવે પોતાનો કક્કો ખરો કરાવવાની તક મળી ગઈ હતી.
1984ની ચૂંટણી વખતે બહુમતી પ્રજાની લાગણીને સ્પર્શે એવો ચૂંટણીપ્રચાર કરાયો હતો, જે આમ બહુ સફળ રહ્યો હતો, પણ સલાહયોગ્ય બિલકુલ નહોતો. ભાજપ (માત્ર બે બેઠકો સાથે) સાવ ધોવાઈ ગયો હતો પણ સંઘ પરિવારને ખ્યાલ આવી ગયો હશે કે કોંગ્રેસ જે કરી શકે તે આપણે કેમ ના કરી શકીએ! સંઘ પરિવારને ઇશ્વરકૃપાથી એવી તક પણ તરત મળી જવાની હતી. તદ્દન નવા અને વ્યવહારુ વડા પ્રધાન અને તેમના વિચારસરણીથી સાવ પર એવા તકવાદી સલાહકારોએ આવી તક ઊભી પણ કરી આપી. શાહબાનોનો કેસ આવી પડ્યો. ફેબ્રુઆરી 1986માં અયોધ્યામાં તાળાં ખોલવામાં આવ્યાં. અચાનક કોમવાદી દલીલો, કોમવાદી વ્યક્તિત્વો, કોમવાદી જૂથબંધી સ્વીકાર્ય અને આબરૂદાર ગણાવાં લાગ્યાં. રાજીવ ગાંધીની ભૂલો અને ખોટી ગણતરીઓને કારણે અયોધ્યાનો વિવાદ ફરી બેઠો થયો, જેનો દોરીસંચાર હવે સંઘ પરિવારના હાથમાં જ રહેવાનો હતો. તેથી તેમણે અયોધ્યાના આંદોલનને એમ જ ચાલવા દીધું અને તેના કારણે આખરે બાબરી મસ્જિદ તોડી પડાઈ. 6 ડિસેમ્બરે વિધ્વંસ થાય તે માટેનાં બીજ રોપાઈ ગયાં હતા. તે ઘટના પછી કોંગ્રેસ પક્ષ પોતાના બિનસાંપ્રદાયિક મિજાજને આગળ કરીને ભાજપના કોમવાદી એજન્ડાને પડકારવાની હિંમત કરી શક્યો નથી. કોંગ્રેસે અયોધ્યાની સમસ્યા સુપ્રીમ કોર્ટને સોંપીને સંતોષ માની લીધો હતો. તેથી આખરે સુપ્રીમ કોર્ટનો અયોધ્યા વિશેનો ચુકાદો આવ્યો ત્યારે કોંગ્રેસ પાસે પસૌએ ચુકાદો સ્વીકારવો જોઈએ અને માન આપવું જોઈએથ તેવું બોલવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો. 2014ની લોકસભાની ચૂંટણીઓ પછી કોંગ્રેસ, જેને પએ .કે. ઍન્ટોની થીસિસથ કહેવામાં આવે છે તેવી માન્યતામાં ફસાઈ ગઈ છે કે પક્ષની છાપ હિન્દુ-વિરોધી હોવાની ઉપસી છે અને તેથી જ તે ચૂંટણીઓમાં હારી ગયો છે. તેથી જ સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપી દીધો કે પમંદિર વહીં બનેગાથ ત્યારે કોંગ્રેસ પાસે તેને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આજે પણ રાજીવ ગાંધીએ કરેલી ભૂલો અને મૂર્ખામીઓ કોંગ્રેસ પક્ષ ભોગવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ