આજથી વેપારીના હિતોનું રક્ષણ કરશે GST નો નવો નિયમ

નવીદિલ્હી તા,9
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઇન્કમટેક્સ બાદ જીએસટીમાં ડીઆઈએન (ઉજ્ઞભીળયક્ષિં ઈંમયક્ષશિંરશભફશિંજ્ઞક્ષ ગીળબયિ)ને લાગૂ કર્યો છે. દેશના વેપારીઓના હિતોના રક્ષણ માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. ઈઇઈંઈ (ઈયક્ષિિંફહ ઇજ્ઞફમિ જ્ઞર ઈંક્ષમશયિભિં ઝફડ્ઢયત)ના આદેશ પ્રમાણે ડીઆઈએનનો ઉપયોગ એવા જીએસટી કેસોમાં થશે, જેની ઇન્ક્વાયરી ચાલી રહી હોય અને જેમની સામે અરેસ્ટ કે સર્ચ વોરંટ નીકળ્યું હોય. સીબીઆઈસી પ્રમાણે 8મી નવેમ્બર પછી જે પણ કાગળ જાહેર થશે તેમાં ડીઆઈએન આપવો જરૂરી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નાણા મંત્રાલયની પહેલ બાદ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવનાર તમામ નોટિસો પર કોમ્પ્યુટર જનરેટેડ ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (ડીઆઈએન) હશે. સાથે જ નવા નિર્ણય પ્રમાણે આ નંબર ટેક્સપેયર્સને મળતા તમામ ડોક્ટુમેન્ટ્સ પર જરૂરી બની ગયો છે. આ સિસ્ટમથી ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં વધારે પાદર્શકતા લાવી શકાશે તેમજ જવાબદારી નક્કી કરી શકાશે.
ટેક્સ ડિપાર્ટમેન્ટ જે નોટિસ બહાર પાડે છે તેમાં કોમ્પ્યુટર જનરેટેડ ડીઆઈએન હોય છે. જો કોઈ પણ નોટિસ પર આ નંબર નથી તો તેનો મતલબ એવો થાય કે આ નોટિસ કાયદેસર નથી. ડીઆઈએન વગર નોટિસ માન્ય નહીં ગણાય : રેવન્યૂ સચિવ ડો. અજય ભૂષણ પાંડેયનું કહેવું છે કે અપ્રત્યક્ષ ટેક્સ પર સરકારમાં સૌથી પહેલા ડીઆઈએનનો ઉપયોગ કોઈ પણ તપાસ પ્રક્રિયા માટે પાઠવવામાં આવેલા સમન્સ, તપાસ માટે અધિકૃત કરવા માટે, ધરપકડ વોરંટ, તપાસ નોટિસ અને પત્રો પર કરવામાં આવશે.
જો કોમ્પ્યુટર જનરેટેડ ડીઆઈએન વગર કોઈ પત્ર-વ્યવહાર કરે છે તો તે અમાન્ય ગણાશે. કાયદાકીય રીતે આ ખોટું ગણાશે અને એવું માની લેવામાં આવશે કે આવો પત્ર ક્યારેય જાહેર જ નથી થયો. ડીઆઈએનનો નિર્ણય તમામ પ્રકારના પત્ર-વ્યવહારના યોગ્ય ઑડિટ જાણકારીઓને યોગ્ય રીતે ડિજિટલ ડિરેક્ટરીમાં સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. ડીઆઈએન વાળા તમામ પત્રોની ખરાઈ ઑનલાઇન પોર્ટલ ભબશભમમળ.લજ્ઞદ.શક્ષ પર કરી શકાશે. 5 નવેમ્બર, 2019ના રોજ જાહેર સર્ક્યુલર પ્રમાણે જો હવેથી આ પ્રકારની નોટિસ જાહેર થશે તો તે માન્ય નહીં ગણાય.

રિલેટેડ ન્યૂઝ