દિલ્હીમાં બાળકોની થીમ પર ન્યાયનું વૈશ્ર્વિક સંમેલન

નવીદિલ્હી તા,8
દુનિયાભરનાં બાળકોને દરેક પ્રકારનાં અત્યાચારોમાંથી મુક્તી આપવાના હેતુ સાથે દિલ્હી અને લખનઉમાં વિશ્વના મુખ્ય ન્યાયાધિશો, સ્પીકર અને રાજનેતાઓના સંમેલનનું આયોજન કરાયું છે. દિલ્હીમાં પ્રથમ સત્રની શરૂઆત કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવી હતી. 6 થી 12 નવેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં 71 દેશના બુદ્ધિજીવીઓ સામેલ થઈને જુદા-જુદા સેશનમાં જુદા-જુદા મુદ્દે ચર્ચા કરશે.
લખનઉમાં આવેલી સિટિ મોન્ટેસરી સ્કૂલના 56,000 વિદ્યાર્થીઓ દ્વારા 6થી 12 નવેમ્બર દરમિયાન ચાલનારી 20મી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ચીફ જસ્ટિસિસ ઓફ ધ વર્લ્ડન આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનને પગ્લોબલ પીસ કોંગ્રેસ 2019થ નામ પણ આપવામાં આવ્યું છે. આ વખતની થીમ યુનાઈટિંગ ધ વર્લ્ડ ફોર ચિલ્ડ્રન થ્રૂ એન્ફોર્સેબલ વર્લ્ડ લો એન્ડ ઈફેક્ટિવ ગ્લોબલ ગવર્નન્સ રાખવામાં આવી છે.
આ સાથે જ આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ, કાયદાનું સતત ઉલ્લંઘન, જળવાયુ પરિવર્તન અને વિશ્વ યુદ્ધના ભણકારાની ગંભીરતા જેવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ભારતીય બંધારણની ધારા-51માં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની ચર્ચા કરવામાં આી છે અને સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવાની પણ તેમાં વાત કરવામાં આવી છે. આથી, ભારતીય બંધારણની કલમ-51 વૈશ્વિક શાંતિની સુચક છે.
આ અગાઉ ગયા વર્ષે યોજાયેલી 19મી ઈન્ટરનેશનલ ચીફ જસ્ટિસ કોન્ફરન્સમાં 133 દેશના 1222 મુખ્ય ન્યાયાધિશ, ન્યાયાધિશ અને સરકારોના વડાઓએ ભાગ લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ