સારું છે ‘સરકાર’ અમારી સાથે છે : સૈન્ય વડા રાવત


નવીદિલ્હી તા,21
પાકિસ્તાન તરફથી આતંકીઓને ઘૂસણખોરી કરાવવાના જવાબમાં ભારતીય સેનાના ઓપરેશન અંગે આર્મી ચીફ જનરલ બિપિન રાવતે 3 આતંકી કેમ્પ નષ્ટ કર્યા હોવાની પુષ્ટિ કરી છે. આર્મી ચીફે કહ્યું કે આ એક્શનમાં 6થી 10 પાકિસ્તાની સૈનિક અને ઘણાં આતંકીઓને ભારતીય સેનાએ પોતાની આ કાર્યવાહીમાં ઠાર માર્યા છે. જનરલ બિપિન રાવતે કહ્યું કે, અથમુકમ, જૂરા, કુંદલશાહીમાં અમે આતંકી કેમ્પને નિશાન બનાવ્યા છે. અમે ઘૂસણખોરી રોકવા માટે આ એક્શન લીધી હતી. તમે જોઈ શકો છો કે કઈ રીતે પાકિસ્તાન આકુળવ્યાકુળ છે અને કોશિશ કરી રહ્યું છે કે બરફ વરસે તે પહેલા ઘાટીમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવી શકાય.
તેમણે કહ્યું કે, કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ છે અને સફરજનના બિઝનેસ સહિત અનેક ધંધાઓ ચાલી રહ્યાં છે. પાકિસ્તાનની કોશિશ છે કે ત્યાં શાંતિનું વાતાવરણ ન રહે જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવી શકાય કે 370 હટ્યા પછી કાશ્મીરમાં વાતાવરણ બરાબર નથી. અમે આર્ટિલરી ગન્સ દ્વારા આતંકી કેમ્પને ટાર્ગેટ કર્યાં હતાં.
સેના પ્રમુખે કહ્યું કે અત્યાર સુધીની જે ખબર આવી છે તે મુજબ 6થી 10 પાક સૈનિક અને અનેક આતંકીઓના માર્યા જવાની ખબર છે. ઓછામાં ઓછા ત્રણ આતંકી કેમ્પો નષ્ટ કર્યા છે અને ચોથા કેમ્પને પણ નુકસાન પહોંચાડવાની જાણકારી આવી છે.
સેના પ્રમુખે કહ્યું, સાથે છે સરકાર સરકારને જાણકારી આપવા અંગે તેમણે કહ્યું કે અમે આવા કોઈપણ ઓપરેશન મામલે રાજનૈતિક નેતૃત્વને લૂપમાં લઈને ચાલીએ છીએ. નેતૃત્વ સમગ્ર રીતે અમારી કાર્યવાહી સાથે જ છે.

રિલેટેડ ન્યૂઝ