રાફેલમાં સુપરસોનિક સ્પીડે રાજનાથની 35 મિનિટ ઊડાન

પેરીસ તા,9 યુધ્ધ માટે નહીં, સ્વબચાવ માટે રાફેલ ખરીદ્યા છે : રાજનાથ
ફ્રાન્સ પાસેથી ભારતીય વાયુસેના માટે પ્રથમ રાફેલ વિમાનની ડિલિવરી લીધા પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમાં ઉડાન ભરી હતી. આ સાથે જ તેમણે ઈતિહાસ રચી નાખ્યો હતો. રાફેલ વિમાનમાં ઉડાન ભરનારા તેઓ દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા હતા. આ ઉડાન ભર્યા પછી તેઓ જ્યારે ધરતી પર પાછા આવ્યા ત્યારે તેમણે રાફેલમાં ઉડ્ડયનનો પોતાનો અનુભવ મીડિયા સમક્ષ વર્ણવ્યો હતો.
રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં ઉડ્ડનયનના અનુભવ અંગે જણાવ્યું કે, કેપ્ટન ફિન સાથે મેં રાફેલ વિમાનમાં ઉડાન ભરી. ઉડ્ડયન અત્યંત સાનુકૂળ રહ્યું હતું. તેમણે (કેપ્ટન ફિન) મને સુપરસોનિક સ્પીડ સાથે રાફેલમાં યાત્રા કરાવી છે. સુપરસોનિક સ્પીડ સાથે ઉડ્ડયન ભરવા અંગે મેં જીવનમાં પણ ક્યારેય વિચાર્યું ન હતું. આ મારા જીવનની અદભૂત ક્ષણ રહી છે. રાફેલમાં ઉડાન ભરવામાં ખુબ જ આનંદ આવ્યો. રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં 35 મિનિટ સુધી ઉડ્ડયન કર્યું હતું. ધરતી પર પગ મુકવાની સાથે જ તેમના ચહેરા પર ઉડ્ડયનનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાફેલમાંથી નીચે ઉતરતા સમયે એરપોર્ટના કર્મચારીઓએ તેમને ટેકો આપવા માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ રાજનાથ સિંહે ઈનકાર કરી દીધો હતો. એક અનુભવી પાઈલટની સ્ટાઈલમાં તેઓ રાફેલમાંથી બહાર નિકળ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ