ખેડૂતોનું કસમયનું અને ‘બેધારુ’ આંદોલન

સંસદમાં પસાર કરાયેલા કૃષિ ખરડાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના નિશાન પર રેલવે સેવાઓ છે. આના પહેલા અનેક સ્ભળોએ તેમણે હાઈવે બંધ કરી દીધા હતા. ધીરે ધીરે આ આંદોલન દેશભરમાં ફેલાવવાની તૈયારી થઈ રહી છે. દક્ષિણ ભારતમાં પણ અનેક સ્થળોએ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે જેને લઈ રેલવેએ પંજાબની તમામ સેવાઓ રદ કરી દીધી છે. લકડાઉન શિથિલ થયા બાદ પણ ટ્રાફિક સુવિધાઓ સંપૂર્ણ રીતે પાટે ચઢી નથી અને ખેડૂતોના આંદોલનના કારણે તેમાં અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિરોધનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
આ સંપૂર્ણ
પ્રકરણમાં માર્કેટ અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી)ની ચિંતા મોટો મુદ્દો બનીને સામે આવી છે. અનેક ખેડૂતોને ભય સતાવી રહ્યો છે કે માર્કેટો તૂટી તો વહેલું મોડું એમએસપીનો આધાર પણ તેમના હાથથી નીકળી જશે જોકે ખેડૂતોની આ ચિંતા જોતા કેન્દ્ર સરકાર અને ખુદ વડાપ્રધાને આગળ આવીને આશ્વાસન આપ્યું છે કે સરકાર ખેડૂતો પાસેથી ખરીદી અને ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા ચાલુ રાખશે. આમ છતાંખેડૂતોનું આંદોલનનો વધતો વ્યાપ દાખવે છે કે તેમને આશ્વાસનથી કંઈક વધુ જોઈએ છે. આના માટે તેમણે આંદોલનનો જે માર્ગ અપનાવ્યોછે તે ઉચિત નથી.
ખેડૂતોની ભલાઈ માટે જ્યારે હવે નવા કાયદા બનાવવામાં આવી
રહ્યા છે ત્યારે આદર્શ સ્થિતિ તો એ જ હતી કે તેનું વ્યાપક રૂપથી સ્વાગત કરવામાં આવ્યું હોત, પરંતુ આના વિરોધમાં ખેડૂતોનો એક વર્ગ શેરીઓમાં ઉતરી આવ્યો છે તો લાગે છે સરકાર તેમના સુધી પોતાની વાત પહોંચાડી શકી નથી. પંજાબમાં અકાલ દળ અને બિહારમાં જનતા દળ (યુ)ના વલણનો રાજનીતિક સ્વાર્થ સમજી શકાય છે, કારણકે આ બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભૂમિકા લેવી રહી. આને લઈ કૃષિ ખરડાઓ ખેડૂતોના હિતમાં જ છે એ વાત અહીંની જનતા સુધી પહોંચાડવાનો મોટો પડકાર સરકારે ઝીલવો રહ્યો. મહામારીના આ વિકટ સમયમાં કોઈપણ મોટું આંદોલન નવી મુસીબત ઉભી કરી શકે છે. સરકારની સાથોસાથ ખેડૂત સંગઠનોએ પણ આ વાત સમજવાની આવશ્યકતા છે.

રિલેટેડ ન્યૂઝ