21મું ટિફિન: ગુજરાતી ફિલ્મક્ષેત્રે અવસર આવીને ઊભો આંગણે

સારી ફિલ્મ એટલે આર્ટ્સ ફિલ્મ એવું નથી. કોમર્શીયલ ફિલ્મ પણ સારી બની જ શકે. પરંતુ ફિલ્મ એટલે કાં તો માત્ર ને માત્ર સામાજિક ઢાંચો, થોડી ફાઈટ કોમેડી, સંપૂર્ણ મનોરંજન એવી એક માન્યતા દ્રઢ થઈ ગઈ છે

અહીં જે લખી એ કંકુ- પન્નાલાલ પટેલ, ઝેર તો પીધાં…મનુભાઈ પંચોળી, વગેરે ફિલ્મો સાહિત્યકૃતિઓ પરથી જ બની છે. તો જોગ સંજોગ કે ડાકુરાણી ગંગા જેવી કોમર્શીયલ ફિલ્મ પણ બની છે. છેલ્લા દાયકામાં એવી ફિલ્મ રેવા અને ધાડ બન્ને છે. હવે આ 21મું ટિફિન પણ સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મ છે. જેને વિમેન્સ ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ-સ્પ્રિંગ 2021માં આઉટસ્ટેડીંગ એક્સલન્સ એવોર્ડ પણ મળ્યો છે અને હવે યુનેસ્કો દ્વ્રારા અપાતા ગાંધી મેડલ એવોર્ડ માટે પણ એનું નોમિનેશન થયું છે.

સામાન્ય રીતે હોય એવું કે કોઈ નિર્માતા ફિલ્મ બનાવે તો એને સબસિડી મળે. પરંતુ વર્ષો સુધી- હજી કેટલાક કિસ્સામાં આજે પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું બનતું આવ્યું છે કે સબસિડી મળે માટે ફિલ્મ બનાવવા આવે. એટલે અહીં વિરોધ સબસિડીનો કે કોઈ કમાય એનો નથી વાત ફિલ્મની ગુણવત્તાની છે. વર્ષોથી ચાલતી આવી ચર્ચા, હજીય ગુજરાતી દર્શકોની ગુણવત્તાની ઝંખના વચ્ચે વિક્રમ સંવંતના નવા વર્ષે એક હરખના સમાચાર ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અલબત્ત ફિલ્મ દર્શકો માટે આવ્યા. ગોવામાં યોજાયેલા 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ 21મું ટિફિનની પસંદગી પેનોરામા કેટેગરીમાં થઈ. બે દિવસ પહેલાં જ એનું સ્ક્રીનીંગ પણ ગોવામાં થયું.
ગુજરાતી
કળાજગત-ફિલ્મ ક્ષેત્ર માટે ખરેખર આ મોટી ઘટના છે. ફિલ્મના લોકોને ગૌરવ થાય એની સાથે જ સાહિત્યક્ષેત્રના લોકોએ પણ છાતી પહોળી કરવી જોઈએ કારણ કે ફિલ્મ ગુજરાતી ભાષાના સાવ યુવાન અને છતાં કાઠું કાઢી ગયેલા લેખક રામ મોરીની વાર્તા પરથી બની છે. મહોતું રામ મોરીનો આવકાર પામેલો એક વાર્તાસંગ્રહ છે એમાની એક વાર્તા એટલે આ 21મું ટિફિન. ટિફિન બનાવીને ગુજરાન ચલાવતી એક નારીની વાત ફિલ્મમાં છે એટલું જ આપણે અત્યારે તો એના વિશે કહેશું કારણ કે 10મી ડીસેમ્બરે ફિલ્મ થિયેટરમાં આવશે. એટલે વાર્તા કહી દેવી એ તો અપરાધ ગણાય.
ફિલ્મની આખી ટીમ અનુભવી છે અને એચિવર છે. ડાયરેક્ટર વિજયગિરી બાવા અગાઉ પણ સફળ
ફિલ્મો આપી ચૂક્યા છે. રામ મોરી અગાઉ કહ્યું એમ નિવડેલા લેખક છે. નેત્રી ત્રિવેદી, નિલમ પંચાલ પણ ગુજરાતી ઈન્ડસટ્રીના જાણીતાં નામ છે. ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ એ ફિલ્મનો બહુ મોટો ઉત્સવ છે. વિવિધ ભાષાની 25 ફિલ્મોમાં એક માત્ર ગુજરાતી ફિલ્મ 21મું ટિફિન છે. ફિલ્મના ડિરેક્ટર વિજયગિરી બાવાએ કહ્યું એમ જેમની ફિલ્મો જોઈને તેઓ મોટા થયા એ માર્ટિન સ્કોર્સીસ જેવા ફિલ્મ સર્જક હવે એમની ફિલ્મ જોવે તો એનો આનંદ એમને તો હોય પરંતુ ગુજરાતીઓ માટે પણ એ આનંદની ઘડી છે.
આજે ગુજરાતી ફિલ્મોની એક નવી જ ક્ષિતિજ ઊઘડી છે, હવે શહેરીજનો પણ ગુજરાતી ફિલ્મ જોવા માટે થિયેટર્સમાં જઈ રહ્યા છે ત્યારે પણ એવું
કહેવું પડે કે મરાઠી અને બંગાળી સિનેમાની સરખામણીમાં તો હજી આણી મંઝિલ ઘણી દૂર છે. વિષયની વિવિધતા હજી પણ ઓછી છે અને દર્શકોને આકર્ષે એવી ફિલ્મોનું પ્રમાણ પણ એટલું બધું નથી. સારી ફિલ્મ એટલે આર્ટ્સ ફિલ્મ એવું નથી. કોમર્શીયલ ફિલ્મ પણ સારી બની જ શકે. પરંતુ ફિલ્મ એટલે કાં તો માત્ર ને માત્ર સામાજિક ઢાંચો, થોડી ફાઈટ કોમેડી, સંપૂર્ણ મનોરંજન એવી એક માન્યતા દ્રઢ થઈ ગઈ છે.
દર્શકોની ટેવસુધારવાની જવાબદારી પણ દિગ્દર્શકની છે. આપણે ત્યાં આવા ઘણા પ્રયાસ થયા પણ છે. મૂળ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રનો એક ઘણો નબળો સમય ગયો, લોકોનો પ્રતિસાદ ઓછો મળે એટલે સ્વાભાવિક રીતે જ પ્રયોગ ઓછા થાય પરંતુ
જે થાય છે એ ઉલ્લેખનીય થયા છે. જે ફિલ્મ ફેસ્ટિવલમાં 21મું ટિફિન ગઈ છે એમાં અગાઉ ભવની ભવાઈ, હું હુંશી હુંશીલાલ જેવી ફિલ્મોનું પ્રદર્શન પણ થયું છે. ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યારે આપણે જેને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગણાવી શકીએ એવી ફિલ્મો કંકુ, ભવની ભવાઈ, ઝેર તો પીધાં જાણી જાણી, કાશીનો દીકરો એટલી છે. ગુણસુંદરીનો ઘરસંસાર કે મંગળફેરા વાર્તા-વિષયની દ્રષ્ટિએ સરસ પરંતુ ફિલ્મ તરીકે એની ચર્ચા મર્યાદિત થઈ છે.
જે આધુનિક યુગ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જોયો એમાં સૌથી વધારે આવકાર અને સ્વીકાર હેલ્લારોને મળ્યો. સરસ ફિલ્મ બની છે. 21મું ટિફિનમાં મેહુલ સુરતીનું સંગીત છે એમ
હેલ્લારોના હીટ ગીતો પણ મેહુલ સુરતીના છે. એ સિવાય ધ્રુવ ભટ્ટની કથા તત્વમસિ પરથી બનેલી ફિલ્મ રેવા પણ સરસ હતી. વાર્તાલેખક જયંત ખત્રીની વાર્તા ધાડ પરથી બનેલી ફિલ્મ ધાડ પણ સરસ હોવા છતાં આયોજનના અભાવે દર્શકો સુધી પહોંચચી જ નહીં.
આ સિવાય ગુજરાતી ફિલ્મ બની એમાં લવની ભવાઈ યુવા પેઢીએ આવકારી. એ અરસામાં અનેક ફિલ્મો આવી જે તદ્દન કોમન હતી. દર્શકોના એક સરેરાશ વર્ગે એને ચોક્કસ આવકારી પરંતુ
ફિલ્મ સમીક્ષકો કે ફિલ્મના જાણકારો માટે અથવા તો એવા લોકો કે જેઓ ફિલ્મને માત્ર મનોરંજનની પ્રવૃત્તિ નથી માનતા એના માટે એમાં કંઈ નવું નહોતું. કોમેડીના નામે ફારસ થયા હોય એવી ફિલ્મો પણ નાટકની જેમ ઘણી બધી આવી ગઈ. ગુજરાતી ભાષા પાસે સાહિત્યનો બહુ મોટો વારસો છે. સમયે સમયે એના પરથી ફિલ્મો બનાવવાના પ્રયાસ થયા પણ છે જ.
અહીં જે લખી એ કંકુ- પન્નાલાલ પટેલ, ઝેર તો પીધાં…મનુભાઈ પંચોળી, વગેરે
ફિલ્મો સાહિત્યકૃતિઓ પરથી જ બની છે. તો જોગ સંજોગ કે ડાકુરાણી ગંગા જેવી કોમર્શીયલ ફિલ્મ પણ બની છે. છેલ્લા દાયકામાં એવી ફિલ્મ રેવા અને ધાડ બન્ને છે. હવે આ 21મું ટિફિન પણ સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મ છે. જેને વિમેન્સ ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ-સ્પ્રિંગ 2021માં આઉટસ્ટેડીંગ એક્સલન્સ એવોર્ડ પણ મળ્યો છે અને હવે યુનેસ્કો દ્વ્રારા અપાતા ગાંધી મેડલ એવોર્ડ માટે પણ એનું નોમિનેશન થયું છે.
અલબત્ત એવોર્ડ અંતિમ માપદંડ નથી. પરંતુ આવી સફળતા નોંધપાત્ર તો છે જ. 1932માં પહેલી ગુજરાતી ફિલ્મ બની ત્યારથી આજ સુધી આપણા માટે આવી ઘડી ઓછી આવી છે. બંગાળમાં સત્યજીત રાય કે મૃણાલ સેન જેવા
સર્જકોએ કમાલ કરી છે. ઋત્વિક ઘટક જેવા દિગદર્શક એ ધરતીમાંથી આપણને મળ્યા છે. ગુજરાતી ફિલ્મો માટે હવે આશાનું વાતાવરણ છે. આપણે ત્યાં પણ સંદીપ પટેલ જેવા લોકો વર્ષોથી નિષ્ઠાપુર્વક પોતાનું કામ કરે છે અને હવે આ નવી પેઢીમાં વિજયગિરી બાવા પણ છે જ.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતમાંથી કોઈ ફિલ્મ જાય એને એક સફળતા ગણી જ શકાય. ફિલ્મના ચોમેર વખાણ છે. રામની વાર્તા તો સરસ જ છે હવે એનું
ફિલ્માંકન કેવું છે એ જોવાની દર્શકોને ઉત્કંઠા છે.

રિલેટેડ ન્યૂઝ