બોલિવૂડમાં છૂટાછેડાનું સંક્રમણ

આવા સંબંધોની બોલિવૂડમાં નવાઈ નથી. જો કે નિતિશ ભારદ્વાજ માત્ર અભિનેતા તરીકે નહીં પરંતુ એણે કરેલી ભૂમિકાને લીધે પણ લોકોમાં વધારે પ્રિય અને આદરણીય છે એટલે એમના વિશે ચર્ચા વધારે થાય એ સ્વભાવિક છે. પરંતુ એક વાત ચોક્કસ કે પ્રજાએ કલાકારોના અંગત જીવનની વાતો કે પંચાતમાં પડ્યા વગર એમની કલા, આવડત પર વધારે ધ્યાન આપવું જોઈએ. આવી ઘટનાઓથી કોઈ એક્ટરનું મૂલ્યાંકન ન કરાય. કોણ શા માટે છૂટા પડતાં હોય એનો ન્યાય આપણે કેમ તોળી શકીએ

લગ્નેત્તર સંબંધ કે છુટ્ટાછેડા સમાજના ભદ્ર ગણાતા વર્ગમાં અને એમાં પણ ફિલ્મક્ષેત્રે તો જરા પણ નવાઈની વાત નથી. ત્યાં તો લાંબા સમય સુધી આવા સમાચાર ન આવે તો એવું લાગે કે કેમ બધું શાંત છે. અને બીજી વાત એ છે કે કોઈ પણ સેલિબ્રિટી કે કલાકાર પણ આપે તો માણસ છે અ દરેક વ્યક્તિને એનું અંગત જીવન હોય એટલે એની નકારાત્મક ચર્ચા કે ટીકા કરવાનો કોઈ અર્થ નથી અને એ યોગ્ય પણ નથી પરંતુ એટલું ચોક્કસ કે કોઈ સામાન્ય માણસના જીવનમાં કોઈ ઘટના બને એની નોંધ સમાજ એટલી નથી લેતો જેટલી નોંધ બોલીવુડ સ્ટાટાર્સના અફેર લગ્ન કે છુટ્ટાછેડાની લેવાય છે.
દેશભરમાં કોરોનાનું સંક્રમણ ચરમસીમા પર છે. કોરોનાના કેઈસની ચર્ચા ચારેકોર છે ત્યાં જ કળા જગતમાં બે જાણીતા નામોના છુટ્ટાછેડાની ઘટનાએ થોડું ધ્યાન ડાઈવર્ટ કર્યું છે. મહાભારત
સિરીયલમાં ભગવાન કૃષ્ણની ભૂમિકાને અત્યંત ઉમદા અને સુંદર રીતે, અસરકારક રીતે ભજવનાર કલાકાર અને ભાજપના પુર્વ સાંસદ નિતિષ ભારદ્વાજ અને એમના પત્ની છુટ્ટાં પડ્યાં એની ચર્ચા સર્વત્ર છે. નિતિશ ભારદ્વાજના આ બીજાં લગ્ન હતા અને બન્ને છુટ્ટા પડ્યાં છે. પોતાના બીજાં પત્ની સ્મિતા ગાટેથી તેમણે છુટ્ટાછેડા લઈ લીધા છે. સ્મિતા પણ કોઈ ગૃહિણી કે કલાકાર નથી પરંતુ આઈએએસ ઓફિસર છે. બન્નેને જોડકી દીકરીઓ છે.બન્ને માતા સ્મિતા સાથે ઈન્દૌરમાં રહે છે. 2009માં લગ્નગ્રંથીથી જોડાયેલા નિતિશ-સ્મિતાએ 2019માં છુટ્ટાછેડાનો આ કેઈસ ફાઈલ કર્યો હતો.
નિતીશ ભારદ્વાજની જેમ જ એમના પત્ની સ્મિતાના પણ આ બીજાં
લગ્ન હતાં. નિતિશે કહ્યું કે 2019માં અમે અલગ થવાનું નક્કી કરી લીધું હતું. શા માટે અમે છુટ્ટા થઈ રહ્યાં છીએ એની ચર્ચામાં પડવું નથી પરંતુ છુટ્ટાછેડા કેટલીકવાર મૃત્યુથી પણ બદ્દતર હોય છે. અહંકાર અને સ્વકેન્દ્રીપણાને લીધે પરિવાર તૂટતા હોય છે અને એની અસર બાળકો પર સૌથી વધારે પડતી હોય છે એટલે એવું સૌથી ઓછું થાય એ જોવાની જવાબદારી માતાપિતી હોય છે એવું નિતિશભાઈએ કહ્યું હતું. જો કે તેઓ અને તેમના પત્ની તો છુટ્ટા થઈ રહ્યાં છે તે નક્કી છે. દેશમાં નિતિશ ભારદ્વાજના છુટ્ટાછેડા પર બહુ મોટી ચર્ચા નથી. આમીરખાને જ્યારે પત્ની કિરણને છુટ્ટાછેડા આપ્યા ત્યારે એ આખા સમાજના આરોપી હોય એ રીતે એમને ચીતરી નાખવામાં આવ્યા હતા. આમીરખાનના પણ બીજાં લગ્ન તૂટ્યાં હતા. એવું જ અહીં થયું છે. આદર્શ સમાજ વ્યવસ્થામાં તો છુટ્ટાછેડાને સ્થાન નથી પરંતુ ટ્રોલર ટોળીને આવું ધ્યાનમાં આવતું નથી.
નિતિશ
ભારદ્વાજની જેમ જ જાણીતા તમિલ એક્ટર, વ્હાય ધીસ કોલાવેરી ડી ગીતથી પ્રખ્યાત બનેલા ધનુષ અને એના પત્ની એટલે કે સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા પણ છુટ્ટા પડી ગયા છે. જો કે અગાઉનાછુટ્ટાછેડા અને અત્યારના છુટ્ટાછેડાંમાં ફેર એ છે કે પહેલાં આવી ઘટનાઓ લોકો છુપાવતા. મોટાભાગે જાહેર ન કરતા પરંતુ હવે તો જેમના છુટ્ટાછેડા થાય એ જ લોકો ટ્વીટર પર એની જાણકારી આપે છે. કે મેરે
સૈયાંજી સે આજ મૈને બ્રેકઅપ કર લિયા….ધનુષ અને ઐશ્વર્યાએ તો છુટ્ટાછેડાની જે જાહેરાત કરી છે એ મેચ્યોરિટીથી ભરપુર છે. એમણે લખ્યું છે કે અમે 18 વર્ષ સુધી મિત્ર,દંપતી, માતા-પિતા તરીકે સાથે રહ્યા. હવે એક બીજા સાથે સામંજસ્ય બનાવી રાખીને અમે અને પોતાને સમય આપશું અમે પોતાને સમજવા માંગીએ છીએ. અમારા આ નિર્ણયને સન્માન આપો અને અમને પ્રાઈવસી આપો.બોલીવુડમાં બન્ને જાણીતા દંપતિ છે. અલબત્ત આવું કંઈ અહીં પહેલીવાર બન્યું નથી. અભિનેત્રી દિયા મિર્ઝાએ 2014ની 18મી ઓક્ટોબરે દિલ્હીના છત્તરપુરમાં પોતાના બોયફ્રેન્ડ સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યાં હતા. પરંતુ લગ્નના પાંચ વર્ષ પછી બન્ને અલગ થઈ ગયાં હતા અને એની જાણકારી પણ દીયાએ સોશિયલ મીડિયા પર જ આપી હતી. વૈભવ રેખી સાથે એણે પુન:લગ્ન પણ કર્યાં છે. 1998માં એક્ટર અરબાઝખાન સાથે લગ્ન કરનાર મલૈકા અરોરાએ 28 માર્ચ 2016ના રોજ અલગ થવાની જાહેરાત કરી અ 2017માં બન્ને છુટ્ટા પડી ગયા એ દરમિયાન બન્નેને એક પુત્ર પણ છે.ત્યાર પછી મલૈકા અર્જુન કપુર સાથે ડેટ પર હોય છે એની તો બધાને ખબર છે.
વઝિર ફેઈમ ફરહાન અખ્તરે વર્ષ 2000માં અધુના ભવાની સાથે લગ્ન કર્યાં હતાં
શાકિયા અને અકિરા નામની બે દીકરીઓના તેઓ માતા-પિતા છે. 16 વર્ષના લગ્નજીવન બાદ તેઓ છુટ્ટા પડ્યા હતા. સૈફ અલીખાનના લગ્ન ઓક્ટોબર 1991માં અમૃતાસિંહ સાથે થયા હતા. સારા અને ઈબ્રાહિમ અલીખાન એ બે સંતાન એમે થયા પછી 2004માં બન્ને અલગ થયા
અને 2012માં કરીના કપુર સાથે સૈફ અલીને લગ્ન કરી લીધાં. બન્ને વચ્ચે પ્રેમ હતો અને લગ્નને પણ 10 વર્ષ થઈ ગયાં છે. બે સંતાનો છે જો કે કેટલાક લોકો તો એને લવ જેહાદ જ કહે છે. એવી
રીતે અર્જુન રામપાલ અ મેહર જેસિયા પણ છુટ્ટા પડ્યાં હતા. કલાકાર કરણસિંહ ગ્રોવરે તો ત્રણ ત્રણ લગ્નો કર્યાં છે. અગાઉ પણ બોલીવુડમાં ધર્મેન્દ્ર-હેમા માલિની જેવા અનેક કિસ્સાઓ છે. ક્રિકેટર ગેરી સોબર્સ સાથે અંજુ મહેન્દ્રુના સંબંધ પણ ચર્ચામાં હતા. વિવિયન રીચાર્ડ્ઝ અને નીના ગુપ્તાને તો લગ્ન વગર દીકરી પણ છે. મહંમદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાણીના સંબંધો જાણીતા છે.
આવા સંબંધોની
બોલીવુડમાં નવાઈ નથી. જો કે નિતિશ ભારદ્વાજ માત્ર અભિનેતા તરીકે નહીં પરંતુ એણે કરેલી ભૂમિકાને લીધે પણ લોકોમાં વધારે પ્રિય અને આદરણીય છે એટલે એમના વિશે ચર્ચા વધારે થાય એ સ્વભાવિક છે. પરંતુ એક વાત ચોક્કસ કે પ્રજાએ કલાકારોના અંગત જીવનની વાતો કે પંચાતમાં પડ્યા વગર એમની કલા, આવડત પર વધારે ધ્યાન આપવું જોઈએ. આવી ઘટનાઓથી કોઈ એક્ટરનું મૂલ્યાંકન ન કરાય. કોણ શા માટે છુટ્ટાં પડતાં હોય એનો ન્યાય આપણે કેમ તોળી શકીએ.

રિલેટેડ ન્યૂઝ