ફિલ્મનગરી: બોમ્બે ટુ ગોવા નહીં લખનૌ!

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુંબઈની બે દિવસની મુલાકાત દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લખનઉ નગર નિગમના મ્યુનિસિપલ બોન્ડના લિસ્ટિગ માટે હાજર રહ્યા. ઉત્તર ભારતની કોઈ નગર નિગમ દ્વારા કરવામાં આવેલી પહેલ ખરેખર ઐતિહાસિક છે. આનાં લાંબા ગાળાનાં પરિણામ અત્યંત લાભદાયક હશે. આનાથી રોકાણકારોને પણ ફાયદો થશે કેમ કે લોન્ગ ટર્મમાં તેમને નિશ્ચિત વળતર મળવાની વાત છે, તેને લઈ જનતા પણ આમાં વિશ્વાસ સાથે રોકાણ કરે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત તથા નોઈડામાં શરુ થનારી ફિલ્મસિટીમાં શાટિંગ માટે ફિલ્મી દુનિયાના લોકો સાથે વાટાઘાટો પણ તેમના અજેન્ડામાં સામેલ હતી. જો કે, શિવસેના અને મનસે જેવા મહારાષ્ટ્રના સ્થાનિક પક્ષોએ એવો પ્રચાર કર્યો કે આદિત્યનાથ અહીંથી ફિલ્મોદ્યોગને ઉત્તર પ્રદેશ તાણી જવા માગે છે.
ઉત્તર
પ્રદેશમાં એક હજાર એકર જમીન પર વૈશ્વિક સ્તરની ફિલ્મનગરી ઉભી કરવામાં આવશે એવી જાહેરાત યોગી આદિત્યનાથે પહેલા જ કરી હતી.ક્ષમતા; કોઈ ચીજ અહીંથી ત્યાં નથી લઈ જવાનો અમારો કોઈ ઈરાદો નથી અમે નવી ફિલ્મ નગરી ઉભી કરી રહ્યા છીએ. આ ખુલ્લી સ્પર્ધા હોવી જોઈએ. મનોરંજન સૃષ્ટિની અને સિનેમાના નિર્માણ માટે સામાજિક સુરક્ષા અને પૂરક વાતાવરણ અમે ઉત્તર પ્રદેશમાં નિર્માણ કરી રહ્યા છીએ, એમ યોગીએ ભારપૂર્વક જણાવ્યું છે. કોઈ રાજ્યના વિકાસમાં અને બાધા ઉભી નથી કરવા માગતા એવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે. બોલીવુડના અનેક નિર્માતા-દિગ્દર્શક-અભિનેતાઓ સાથે તેમણે ફિલ્મનગરી સંદર્ભમાં વાત કરી છે અને આ બધાએ આ પ્રોજેક્ટમાં રસ દેખાડ્યો હોવાનું કહેવાય છે.
યોગી આદિત્યનાથ મુંબઈમાં કેટલાક ઉદ્યોગપતિઓ અને ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મળવાના છે, એ જાણ થતાં ક્ષમતા; કેટલાક રાજકીય
પક્ષોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યમાંથી ઉદ્યોગ-ધંધાને અન્ય રાજ્યોમાં તાણી જવા નહીં દઈએ એવું તેમનું વલણ છે. પરંતુ અત્યાર સુધી અનેક ક્ષમતા; મોટા ઉદ્યોગો બીજા રાજ્યોમાં શા માટે ગયાતેનો પણ તેમણે વિચાર કરવો જોઈએ. ઉત્તર પ્રદેશ, બિહારમાંથી આવતાં લોકોનાં ધાડાં અટકાવવા હોય તો ત્યાં જ ઉદ્યોગ ઉભા કરવા જોઈએ એવું આ જ નેતાઓ કહેતા હોય છે. આથી ઉત્તરના રાજ્યોમાં કોઈ નવો ઉદ્યોગ ઉભો
થતો હોય તો તેનું સ્વાગત કરવું ઘટે. એટલું જ નહીં, ફિલ્મઉદ્યોગ ઉત્તર પ્રદેશમાં જતો રહેશે એવો ભય તેમને સતાવતો હોય તો યોગીને પડકારવાને બદલે અહીં ફિલ્મકારો તથા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સમસ્યાઓ અને અંતરાયો દૂર કરવા પર ભાર મૂકવો જોઈએ.ક્ષમતા બોલીવુડ મુંબઈનું અવિભાજ્ય અંગ છે તેની પાછળ કેટલાંક ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણો છે. કોઈ મુખ્ય પ્રધાન કે ઉદ્યોગપતિ ઈચ્છે અને આખા ઉદ્યોગને અહીંથી બીજે લઈ જાય એટલું સરળ આ નથી. દાદાસાહેબ ફાળકે કે દાદાસાહેબ તોરણે જેવા પ્રતિભાવંત લોકોએ મુંબઈ - કોલ્હાપુરમાં ફિલ્મઉદ્યોગનો પાયો નાખ્યો તેની પાછળ ઝળહળતો ઈતિહાસ છે.ક્ષબતા; તેનો અભ્યાસ કરવામાં આવે તો બોલીવુડના સ્થળાંતરનો ભય કેટલો અસ્થાને છે એ સ્પષ્ટ થઈ જશે. બ્રિટિશ કાળથી ફિલ્મઉદ્યોગે મુંબઈને પોતાનું થાણું બનાવ્યું છે. ફિલ્મકારો માટે મુંબઈ હંમેશા ટેક્નિકલ દ્રષ્ટિએ આધુનિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સગવડભરી નગરી રહી છે. આજે પણ અનેક હિન્દી ફિલ્મો તથા વેબ સિરીઝનું શાટિંગ ગાઝિયાબાદ, ધનબાદ, અયોધ્યા, લખનૌ, દિલ્હી વગેરે ઉત્તરના શહેરોમાં થતું હોય છે.ક્ષમતા; હૈદરાબાદમાં નરામોજી ફિલ્મસિટી 39; ઉભી થઈ અને મોરિશસની સરકારે ભારે સવલતો જાહેર કરીને હિન્દી ફિલ્મ નિર્માતાઓને આમંત્રણ આપ્યું હોવા છતાં બોલીવુડ જ્યાં છે ત્યાં જ છે. આથી ઉત્તર પ્રદેશમાં પણ કદાચ ફિલ્મ નિર્માણ માટે કોઈ નગરી ઉભી થાય તો તેનું સ્વાગત કરવું ઘટે. બોલીવુડ અથવા અન્ય ભાષાની ફિલ્મોનું શાટિંગ ત્યાં થઈ શકે છે, પણ એનાથી ક્ષમતા; બોલીવુડનું અપહરણ અથવા અવમૂલ્યન નહીં થાય.

રિલેટેડ ન્યૂઝ