નેપાળ ભારત માટે બીજું ‘પાક.’ બનશે?

લોકપ્રિય ચૂંટણીના રાજકારણમાં કોઈ પણ વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ દેશની જનભાવનાની ઉપેક્ષા નથી કરતા. જમ્મુ-કાશ્મીરના વિભાજન પછી ભારતે ગત વર્ષે નવેમ્બરમાં નવો નક્શો બહાર પાડ્યો હતો, ત્યારે તેમાં કાલાપાની વિસ્તારને સામેલ કરાતા નેપાળના લોકોએ વિરોધ કર્યો હતો.નેપાળના લોકોએ પોતાની સરકાર વિરુદ્ધ પણ રોષ પ્રકટ કર્યો હતો.આખા વિવાદમાં નેપાળની સરકારે સામે આવીને ભારતના નક્શા પર આપત્તિ દાખવવી પડી હતી, ત્યારથી નેપાળ સરકાર પર પગલાં લેવાનું દબાણ હતું.
જ્યારે લિપુલેખમાં ભારતે ચીન સુધી જનાર રસ્તાનું નિર્માણ કર્યું, તો નેપાળે પણ અમુક દિવસો પછી નવો નક્શો જાહેર કર્યો અને
જેમાં તેણે એ માનચિત્રમાં સામેલ કરવામાં આવ્યા જેના પર તે દાવો કરતું આવ્યું છે. ભારતે આપત્તિ દર્શાવી અને બંને દેશો વચ્ચે વિવાદ હજી પણ ચાલુ છે. નેપાળના વડા પ્રધાન ઓલી વિશે કહેવામાં આવે છે કે તેઓ વિદેશસંબંધોમાં પોતાના બે મોટા પાડોશી ભારત અને ચીન વચ્ચે સંતુલન જાળવવા માગે છે. એક સમયે ઓલી ભારતના સમર્થક હતા. એવું માનવામાં આવે છે કે નેપાળના રાજકારણમાં તેમનું વલણ ભારતતરફી હતું. 1996માં ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસિક મહાકાળી સંધિમાં ઓલીની મોટી ભૂમિકા રહી છે. ઓલી 1990ના દાયકામાં તત્કાલીન નેપાળ સરકારમાં કેબિનેટના મંત્રી હતા. 2007માં તેઓ વિદેશ મંત્રી બન્યા હતા, ત્યારે તેમના ભારત સાથે સારા સંબંધ હતા. હવે ઓલી વિશે કહેવાય છે કે તેમનો ચીન તરફ ઝુકાવ વધારે છે, જોકે નેપાળ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તે આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને સ્વતંત્ર છે.
કેપી શર્મા ઓલી ફેબ્રુઆરી 2015માં
નેપાળના વડા પ્રધાન બન્યા હતા, ત્યારથી તેઓ ત્રણ વખત ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓ પાતાના ચૂંટણી અભિયાનમાં ચીન સાથે સહકાર વધારવા અને ભારત પર નિર્ભરતા ઓછી કરવાની વાત કહી ચૂક્યા છે.નેપાળના નવા બંધારણ પર ભારતના અસંતોષ પર નેપાળની ઓલી સરકાર કહે છે કે આ તેની આંતરિક બાબત છે.ભારત અને નેપાળ વચ્ચે 1950માં થયેલી ’પીસ ઍન્ડ ફ્રેન્ડશિપ સંધિ’ અંગે પણ ઓલીનું વલણ કડક રહ્યું છે. તેમનું કહેવું છે કે સંધિ નેપાળના હિતમાં નથી. આ સંધિ વિરુદ્ધ ઓલી નેપાળના ચૂંટણી અભિયાનમાં પણ આ વિશે નિવેદન આપી ચૂક્યા છે. ઓલી ભારત સાથે આ સંધિ ખતમ થાય તેની તરફેણમાં છે.
2008માં પ્રચંડ વડા પ્રધાન બન્યા પછી તે વખતે
ત્યારે તેમણે સૌપ્રથમ ભારતની મુલાકાત લેવાને બદલે ચીન જવાનું પસંદ કર્યું અને દિલ્હીને આશ્ચર્યચકિત કર્યું હતું. નેપાળે મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં પોતાનો સત્તાવાર નક્શો બહાર પાડ્યો હતો, જેમાં લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તારોને નેપાળની પશ્ચિમી સરહદની અંદર દર્શાવ્યા હતા. નેપાળના મોટાભાગના લોકો આને સરકારનાં એક મજબૂત પગલા તરીકે જોવે છે. જોકે, ઓલીના આલોચકો કોવિડ-19મહામારીના ખરાબ પ્રબંધન માટે દેશમાં થઈ રહેલી તેમની ટીકાથી ધ્યાન હઠાવવાના પ્રયત્ન તરીકે જોવે છે.
ભારતનું માનવું છે કે આ ભૂભાગ તેના ઉત્તરાખંડ રાજ્યમાં આવે છે. બીજી તરફ, નેપાળનું કહેવું છે કે
આ વિસ્તાર તેના સુદૂર પશ્ચિમ રાજ્યનો ભાગ છે.
નેપાળનું કહેવું છે કે 1816ની સુગૌલી સંધિ અને પછી થયેલી બધી દ્વિપક્ષીય સમજૂતીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મહાકાલી (શારદા)ના પૂર્વમાં આવતો
વિસ્તાર નેપાળ આધીન આવે છે. મહાકાલી અને સુસ્તા (નારાયણી અથવા ગંડક નદી સાથે જોડાયેલું નવલપારસી) જેવા ભારત-નેપાળ સરહદ વિવાદ પર વિપક્ષી નેપાળી કોંગ્રેસ અને એક સમયે રાજવી પરિવારના સમર્થન રહી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી આ બાબતે એક જેવી ભાવના દર્શાવે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ બાબતે નેપાળની બધી પાર્ટી એકમત છે. સપ્ટેમ્બર 2015માં ઓલીએ ભારતવિરોધી વલણ અપનાવતા સરહદ પર અઘોષિત નાકાબંધી પણ જોવા મળી હતી. આ એ સમય હતો જ્યારે નેપાળમાં ચાર મહિના પહેલા એક વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. તે વખતે ભારતે નેપાળના નવું બંધારણ લાગુ કરવાને લઈને પોતાની નારાજી જાહેર કરી હતી.
ભારતને લાગી રહ્યું
હતું કે દક્ષિણ નેપાળની કેટલીક માગોને નવા બંધારણમાં અવગણવામાં આવી હતી. ત્યાર બાદ દક્ષિણ નેપાળના તરાઈ નેતાઓ અને કાર્યકરોએ પૂર્વથી પશ્ચિમ સુધી ભારત-નેપાળ સરહદને બંધ કરી હતી.
ભારત મજબૂતીથી આ
વિરોધી નેતાઓ સાથે ઊભું હતું. નેપાળનો આરોપ હતો કે ભારત સરહદ પર નાકાબંધી કરી રહ્યું હતું, જોકે ભારત આ આરોપોને નકારી કાઢ્યા હતા. સરહદનો આ વિસ્તાર લગભગ છ મહિના સુધી બંધ રહ્યો, જેના કારણે નેપાળમાં પેટ્રોલ, ગેસ સહિત અન્ય જરૂરી વસ્તુઓની આપૂર્તિ બાધિત થઈ હતી. ત્યારે નેપાળમાં ઓલીના નેતૃત્વવાળી બહુપક્ષીય સરકારે પણ ઝૂકવાનો ઇન્કાર કર્યો હતો અને ભારત વિરુદ્ધ કડક વલણ રાખ્યું હતું. ભારત સામે ઝૂકી જવાને બદલે નેપાળે પેટ્રોલિયમ સમેત બીજી આપૂર્તિ માટે પોતાના પાડોશી દેશ ચીનનો સહારો લેવાનું ઉચિત માન્યું હતું. કુકિંગ ગેસ અને ઇંધણની કમીને કારણે નેપાળમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નેપાળે એવામાં ચીન સાથે એક નવી ટ્રેડ અને ટ્રાન્ઝિટ સમજૂતી કરી હતી. નેપાળની સરહદ પર તરાઈના કાર્યકરો નાકાબંધી આંદોલન પાછું લેવાયું હતું અને ભારતે નેપાળને જરૂરી વસ્તુઓની આપૂર્તિ ફરી શરૂ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ