દેશની આર્થિક રાજધાનીને ‘કોરોના-કેપિટલ’ બનતી અટકાવો

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પૂરો વિચાર અને સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરીને જનજીવન અને અર્થતંત્ર વચ્ચે સમતુલા જળવાય એવાં નિયંત્રણો જાહેર કર્યાં છે. મુખ્ય પ્રધાને જનતા તથા રાજકીય પક્ષોના સહકારની અપીલ કરી હતી તે મુજબ રાજકીય વિપક્ષોએ રાજકારણ કોરાણે મૂકીને સહકાર આપવાની જાહેરાત કરી છે. જનતાએ પણ પરેશાની અનિવાર્ય ગણીને નિયમો-નિયંત્રણોનું પાલન કરવું જોઈએ. આ લડાઈ સરકારની નથી, આપણા સૌની અને સૌના માટે છે, અને સમગ્ર દેશની નજર મુંબઈ ઉપર છે. ફરીથી અતિથિ કામદારો-કારીગરોની હિજરત- ઘર વાપસી શરૂ થાય નહીં તે બાબતની કાળજી રાજ્ય સરકારે રાખી છે પણ, મુખ્ય જવાબદારી- ઉદ્યોગો- વિશેષ કરીને બાંધકામ-રિયલ એસ્ટેટના કામદારોને સલામત રાખવા પડશે.
મહાનગરમાં તમામ ધાર્મિક સ્થળો, મોલ અને માર્કેટો, સિનેમાગૃહો, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ વગેરે મહિનાની આખર
સુધી બંધ રહેશે છતાં લોકો આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી શકે તે માટે દુકાનો ખોલી શકાશે. અન્ય ખરીદી માત્ર સોમવારે થઈ શકશે. રોજ રાત્રે આઠથી સવારે સાત સુધી કર્ફ્યુ જારી રહેશે. દિવસ દરમિયાન પણ પાંચ કે તેથી વધુ લોકો એકઠા નહીં થઈ શકે. અલબત્ત શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ લોકડાઉન અમલમાં હશે. સરકારી કાર્યાલયોમાં પચાસ ટકા હાજરી હશે જ્યારે ખાનગી ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ-કામ થશે. અલબત્ત-ખાનગી ઓફિસોમાં કેટલી હાજરી હોઈ શકે તેની સ્પષ્ટતા કરવી પડશે; કારણ કે, તમામ વહેવાર બંધ થાય-અથવા ઓફિસેક્ષબતા; તાળાં લાગે, ઘરેથી કામકાજ, વહીવટ થાય એ શક્ય નથી. બેન્કો- સ્ટોક માર્કેટ, ઈન્સ્યોરન્સ-મેડિક્લેઈમ, ફાર્મસી વગેરે યથાવત્ ચાલુ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ ગિરદી થાય નહીં તે માટે પચાસ ટકાની છૂટ રહેશે.
આમ સંપૂર્ણ લોકડાઉનને બદલે સમતોલ નિયંત્રણો લાદવામાં
આવ્યાં છે. મુખ્ય પ્રધાને લોકોને હાડમારી ઓછી પડે તેનો ખ્યાલ રાખ્યો છે અને અર્થતંત્રને મર્યાદિત મોકળાશ આપી છે. આવશ્યક સામાનની દુકાનો ખોલી શકાય પણ, મુખ્ય હોલસેલ બજારો કપડાં બજારો, દાણાબંદરવગેરે જો સંપૂર્ણ બંધ હોય તો વ્યાપાર-ધંધા ક્યાં સુધી ચાલી શકે? અને આ બજારોમાં રોજીરોટી કમાતા કામદારોનું શું?
વ્યાપારી સંગઠનોને આશા, અપેક્ષા હતી કે, વ્યાપાર-ધંધા બાર મહિના પછી ધીમી ગતિએ શરૂ થઈ
રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર વધુ રાહત આપશે પણ, વધુ નિયંત્રણ જાહેર થયાં તેથી નિરાશા વ્યાપી છે. વ્યાપારી વર્ગને પ્રોપર્ટી ટેક્સ, લાઇસન્સ ફી, ભાડાં વગેરેમાં કોઈ રાહત મળતી નથી. નઓનલાઈન39; સપ્લાયરોને બિન-આવશ્યક39; ચીજ-વસ્તુ ગ્રાહકોને પહોંચાડવાની છૂટ આપવામાં આવી છે તેના પરિણામે રિટેલ વ્યાપારીઓને નલાખ્ખો- કરોડોનું નુકસાન થશે તેનો વિચાર સરકારે કર્યો નથી.
સામૂહિક બંધ કરવાને
બદલે ચોક્કસ સમય મર્યાદા બાંધીને છૂટ આપવામાં આવે એવી રજૂઆત થઈ શકે છે. શક્ય છે કે, આઠ-દસ દિવસમાં નિયંત્રણોની અસર જોયા પછી સમીક્ષા થાય.
મહામારીનો વ્યાપ રોકવા માટે રસીકરણની વ્યવસ્થા વધારાઈ છે.
ખાનગી હોસ્પિટલોમાં દરદીઓને સારવાર અપાઈ રહી છે. પણ રસી-વેક્સિનની અસર થતાં સમય લાગે. અત્યારે જરૂર છે તાત્કાલિક પાળ બાંધવાની - અને તેથી આ નિયંત્રણો અનિવાર્ય છે. લોકડાઉનના વિરોધમાં અવાજ ઊઠયો હતો તે પણ વાજબી હતો અને લોકલાગણી સ્વીકારીને રાજ્ય સરકારે નમિનિ લોકડાઉન39;નો અમલ શરૂ કર્યો છે. દેશભરમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાનની સાવધાની યોગ્ય જ હતી કે, તાત્કાલિક પગલાં નહીં ભરાય તો પરિસ્થિતિ કાબૂમાં નહીં રહે. અમેરિકામાં રોજના ત્રીસ લાખ લોકોને વેક્સિન અપાય છે તો પણ લક્ષ્યાંક મુશ્કેલ છે.
મુખ્ય પ્રધાનને વિપક્ષના સહકારની ખાતરી મળી છે. લોકો
પણ હવે સાવધાન છે પણ, નેતાઓના પરિવારમાં લગ્નો ધામધૂમથી ઊજવાય છે. મિજબાનીઓ થાય છે - તેનું શું? શિસ્તપાલનનો આરંભ નેતાઓથી થાય પણ ગેરશિસ્તના સંદેશા વ્યાપે છે તે બંધ થવા જોઈએ.

રિલેટેડ ન્યૂઝ