ટીમ ઈન્ડિયાના જૂદા ફોર્મેટના કપ્તાન જૂદા હોવા જોઈએ

કોરોના પછી પ્રથમ વેળા વિદેશમાંની શ્રેણીમાં ભારતને વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 2-1થી રાજય આપી ટીમ ઈન્ડિયાનું ગર્વખંડન કર્યું છે. ભારતીય ટીમનો જુસ્સો જોતાં આ શ્રેણી રસાકસીભરી અને રસપ્રદ નીવડશે એવી આશા ક્રિકેટરસિયાઓને હતી. પણ વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા રમતના તમામ પાસાંમાં સશક્ત હોવાનું પુરવાર થયું
ભારતીય ટીમને ઓપાનિંગ બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરી સાલે છે કેમ
કે એક પણ મેચમાં ટીમ ઈન્ડિયાને સંગીન શરુઆત મળી નથી. ક્ષબતા; ત્રણેય મેચોમાં ભારત 300નો આંકડો પાર કરવામાં સફળ રહ્યું છે પણ તેનો એકેય બેટ્સમેન સેન્ચુરી ફટકારી શક્યો નથી. ખાસ કરીને ઉપલા ક્રમના કોઈપણ બેટ્સમેને સાતત્યસભર તો ઠીક સંતોષજનક દેખાવ કરી નથી શક્યો. પીચ પર ટકી રહી વિરોધી ટીમના બોલરને હતાશ કરવાની હિંમત એકાદ-બે અપવાદ બાદ કરતા કોઈ ભારતીય બેટ્સમેનો દાખવી શક્યા નથી. આની સરખામણીમાં ઓસ્ટ્રેલિયાના ફટકાબાજ બેટધરોએ ભારતીય બાલિંગની ખબર લઈ નાખી છે.ક્ષબતા; સ્ટીવ સ્મિથે વધુ એકવાર પોતાના ક્લાસનો પરચો વિરાટની સેનાને આપ્યો છે. પહેલી બે વન-ડેમાં 65 બોલમાંક્ષબતા; બે સદી ફટકારી હતી.ક્ષબતા; તેને સુકાની ઍરન ફિન્ચ અ ગ્લેન મેકસવેલનો પણ એટલો જ સહકાર સાંપડયો હતો. આ બેટ્સમેનો સામે ભારતીય બોલરો સાવ વામણા પુરવાર થયા છે. મોહમ્મદ શામીને બાદ કરતા બુમરાહ અને સૈની જેવાફાસ્ટ બોલરોની બરાબરની ધોલાઈ થઈ છે. સ્પીનરોના તો હાલહવાલ થયા છે. કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. બુમરાહને શરુઆતમાં ઓછી ઓવરો આપી એ ચર્ચાનો વિષય બન્યો છે.
ફિલ્ડિગમાં પણ ભારતીય ટીમની નબળાઈ અનેકવાર છતી થઈ છે. આ પરાજયથી ટેસ્ટ મેચોની રમત પર અને પરિણામ પર અસર ન પહોંચે તેની કાળજી ટીમ ઈન્ડિયા અત્યારથી લેશે એવી આશા ભારતીય ક્રિકેટશીખીનો રાખી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કેપ્ટન તરીકે વિરાટ કોહલી માટે કરો યા મરો જેવો હતો, પરંતુ તેણે શરૂઆત જ નબળી કરી, જેને લઈ તેની કેપ્ટન્સી ક્ષમતા પર પ્રશ્ર્નચિહ્ન ઊભું થયું છે. ઓસ્ટ્રેલિયામાં ખરાબ
દેખાવ માટે કપ્તાન અથવા કોચે જવાબદારી લેવી જ રહી.ક્ષબતા; ટીમના લીડરનો એક ગુણ હોય છે કે તે પોતાની નીચે ખેલાડીઓની નવી હરોળ તૈયાર કરે, તેમનામાં આત્મવિશ્વાસ ભરે. પણ કોહલી પાંચ વર્ષની કપ્તાનીમાં એક પણ નવો પ્રતિભાશાળી ખેલાડી તૈયાર નથી કરી શક્યો. આજકાલ ક્રિકેટ ત્રણ ફોર્મેટમાં રમાય છે. આવી સ્થિતિમાં ટેસ્ટ, વનડે અને ટી-20 મેચો માટે અલગ-અલગ કપ્તાન હોય એ સમયની માગ છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આક્રિકા વર્ષોથી આ ટ્રેન્ડને અનુસરે છે. વિરાટ કોહલીને ફકત ટેસ્ટનો અને રોહિત શર્માને વન-ડે અને ટી-20નો કપ્તાન બનાવવાનો સમય આવી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ