ગૌતમ અદાણીની થોડી કહાણી

ગૌતમભાઈના પિતા શાંતિલાલભાઈ ટેક્સટાઈલના સામાન્ય વેપારી હતા. એમના લગ્ન શાંતિબહેન સાથે થયાં હતાં ઉત્તર ગુજરાતના થરાદ ગામેથી પરિવાર અમદાવાદ શિફ્ટ થયો. ગૌતમભાઈને બીજાં છ ભાઈઓ-બહેનો છે. અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં ગૌતમ અદાણી ભણ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં એડમિશન પણ લીધું પરંતુ એસવાય બીકોમ પછીનો આગળ અભ્યાસ ન કર્યો. બિઝનેસમાં જ ઊંડો રસ હતો પણ
હા, પિતાજીના ટેક્સટાઈલ બિઝનેસમાં નહોતું જવું.

એશિયાના સૌથી વધારે પૈસાદા વ્યક્તિ તરીકે વર્ષોથી મુકેશ અંબાણી રહ્યા હતા. હવે સ્થાન ગૌતમ શાંતિલાલ અંદાણીએ લીધું છે એ સમાચાર તો તમારા સુધી પહોંચી જ ગયા. આમ તો સામાન્ય માણસ એવું વિચારે કે એમાં આપણે શું હા પણ એના વિશે જાણવામાં વાંધો ય શું, ગુજરાતી તરીકે તો આપણે એનું ગૌરવ લઈ જ શકીએ ને. આપણે અત્યાર સુધી અદાણી પોર્ટ, અદાણી સુપર માર્કેટ વગેરેથી જ પરિચિત છીએ. અદાણી પાવર એવું આપણે સાંભળ્યું છે પરંતુ અદાણીનો આ પાવર પણ ચ્રાચાવો જોઈએ. દુનિયા ભરમાં એની ચર્ચા છે. ગુજરાતી તરીકે આ એટલા માટે મહત્વની વાત છે કે વર્ષોથી અનેક ક્ષેત્રે ગુજરાતનું નામ અને યોગદાન છે એમાં આ એક ઉમેરો છે.
મુકેશ અંબાણીને તો બધા ઓળખે છે. મુંબઈમાં મહાલક્ષ્મી વિસ્તારની નજીક એમનું એન્ટિલીઆ હાઉસ, જામનગર પાસે રિફાઈનરી, એમન પત્ની નીતાબહેનના
સામાજિક કાર્યો અ ક્રિકેટમાં એમની ટીમથી લઈને એમના પરિવારમાં લગ્ન હોય ત્યારે દેશ-દુનિયાના મહાન લોકો પણ ભોજન પીરસતા હોય એવા વીડિયોઝ લોકોએ સતત જોયા છે. સૌથી મોટી ઓળખાણ કે એ ધીરુભાઈ અંબાણીના પુત્ર-પરિવાર છે. આ ગૌતમ અદાણી પણ એવા જ ઉલ્લેખનીય વ્યક્તિ-બિઝનેસમેન છે. એવું પણ નથી કે તેઓ ફક્ત ગુજરાતી મૂળના છે, વર્ષોથી ક્યાંક બીજે વસ્યા છે. થેપલા, ઢોકળાં, ઉંધિયું અને નવરાત્રી-દીવાળીની વચ્ચે જ એમનો ઉછેર થયો છે.
1962ની 24મી જુને જન્મેલા ગૌતમ અદાણી બિલીયોનર બિઝનેસમેન છે અને હવે તો એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ પણ છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી જગવિખ્યાત ગુજરાતીઓમાં બહુ નાની
ઉંમરે સ્થાન ધરાવતા થઈ ગયા હતા. 1988માં એમણે અદાણી ગ્રુપની સ્થાપના કરી.ઊર્જા, ખેતીવાડી સંરક્ષણ અને એરોસ્પેસ જેવા અનેક ક્ષેત્રે એમનો વેપાર-ઉદ્યોગ વિકસેલો છે.
વિશ્વમાં 13માં નંબરના અને એશિયાં
બીજા નંબરના ધનાઢ્ય વ્યક્તિ હવે એશિયાના પ્રથણ સંપતિવાન વ્યક્તિ બન્યા છે. ફોર્બ્ઝના કહેવા પ્રમાણે એની સંપતિ 88.3 બીલિયન યુએસ ડોલર છે. આપણને એમ જ થાય કે આવું બધુ કંઈ રાતોરાત થોડું ઊભું થાય. એમની પાસે પહેલેથી જ ઘણી મિલકત હશે. તો ધારણા ખોટી છે. ગૌતમભાઈના પિતા શાંતિલાલભાઈ ટેક્સાઈલના સામાન્ય વેપારી હતા. એમના લગ્ન શાંતિબહેન સાથે થયાં હતાં ઉત્તર ગુજરાતના થરાદ ગામેથી પરિવાર અમદાવાદ શિફ્ટ થયો. ગૌતમભાઈને બીજાં છ ભાઈઓ-બહેનો છે. અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં ગૌતમ અદાણી ભણ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં એડમિશન પણ લીધું પરંતુ એસવાય બીકોમ પછીનો આગળ અભ્યાસ ન કર્યો. બિઝનેસમાં જ ઊંડો રસ હતો પણ હા, પિતાજીના ટેક્સટાઈલ બિઝનેસમાં નહોતું જવું.
1978માં ગૌતમ અદાણી મુંબઈ ગયા અને કામ કર્યું હીરા ઘસવાનું. મહેન્દ્ર બ્રધર્સ નામની પેઢીમાં બે વર્ષ હીરાઘસુ તરીકેકામ કર્યું ત્યારે એમને ખબર નહોતી કે વિધાતા પણ એક હીરો ઘસી રહ્યા છે. ત્યાં કામ કર્યા પછી મુંબઈની ઝવેરી બજારમાં હીરાની લે-વેચ, દલાલીનું પણ કામ કર્યું. 1981માં એમના મોટાભાઈ મનસુખભાઈએ અમદાવાદમાં
પ્લાસ્ટિકના ઉદ્યોગનું એક યુનિટ શરુ કર્યું. ગૌતમભાઈને એનું મેનેજમેન્ટ કરવા માટે બોલાવી લીધા. અને આપણે જેને પીવીસી મટીરિયલ તરીકે ઓળખીએ છીએ એ પોલીવીનીલ ક્લોરાઈડના વૈશ્વિક વેપાર-આયાત ક્ષેત્રે આ બિઝનેસ અદાણી માટે અત્યંત મહત્વનો માર્ગ સાબિત થયો.
પછી તો ઊંચાઈઓને જ આંબવાની હતી. સફળતા સુધી માણસ પહોંચે પણ એક લેવલ એવું આવે કે સફળતા એમના સુધી ખેંચાઈને આવે. ગૌતમભાઈમાં પણ એવું
થયું 1985માં પ્રાઈમરી પોલીમરની આયાત સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ માટે શરુ કરી. 88ના વર્ષમાં અદાણી એક્સપોર્ટની સ્થાપના થઈ હવે તો એ અદાણી એન્ટરપ્રાઈઝ તરીકે ઓળખાય છે. 1991માં ભારત સરકારની ઉદારીકરણની નીતિનો ફાયદો આખઆ દેશને થયો એમાં અદાણી ગ્રુપે પણ સારો એવો વિકાસ સાધ્યો.
1994માં ગુજરાત સરકારે મુદ્રા પોર્ટના સંચાલન માટે અદાણીને કોન્ટ્રેક્ટ આપ્યો. પછી તો સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન સુધી એ વાત ગઈ.
મુંદ્રા પોર્ટ પ્રાઈવેટ સેક્ટરનો ભારતનો સૌથી મોટો પોર્ટ છે. 1996માં અદાણી પાવર્સની શરુઆત થઈ. આજે એના નેજા હેઠળ આખું થર્મલ પાવર સ્ટેશન છે. 2006માં વીજ ઉત્પાદન ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું. ઓસ્ટ્રેલિયામાં એબોટ પોઈન્ટ પોર્ટ પર કામ શરુ કર્યું અને કોલ માઈનીંગ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. મે 2020માં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો. સપ્ટેમ્બર 2020માં અમાદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટનું સંચાલન પણ અદાણી ગ્રુપ સંભાળે એવી જાહેરાત થઈ.
પરિવારમાં એમના પત્ની પ્રીતિ અદાણી છે તેઓ શરુઆતમાં અદાણી ફાઉન્ડેશનનું કામ પણ જોતાં હતા. 2008માં મુંબઈની તાજ હોટેલ
પર આતંકી હુમલો થયો ત્યારે ગૌતમ અદાણી એ હોટલમાં જ હતા. ગૌતમ અદાણી સફળ બિઝનેસમેન હોવા ઉપરાંત સામાજિક નિસબત પણ ધરાવે . અદાણી ફાઉન્ડેશન એમની સંસ્થા છે જેણે શિક્ષણ ક્ષેત્રે ઘણું મહત્વનું કાર્ય કર્યું છે. કચ્છમાં બંદર વિસ્તાર કે અગરિયાના બાળકો માટે સ્કુલો શરુ કરવાથી લઈને મોટા શહેરોમાં એજ્યુકેશન સિસ્ટમ શરુ કરવા સુધીના કામો કર્યાં છે.અદાણી ફાઉન્ડેશનની પાંખો મહારાષ્ટ્ર, રાજસ્થાન, હીમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ સુધી વિસ્તરેલી છે. 2020માં પીએમ કેર ફંડમાં સો કરોડનું દાન અદાણીએ આપ્યું હતું. કોરોના વખતે ઓક્સિજન સિલિન્ડર લાવવા માટે થઈને અદાણી પોર્ટ પરથી અન્ય સામાનની હેરફેર થોડો સમય માટે સ્થગિત કરી નાંખીને એમણે ઓક્સિજનના આગમનને અગ્રતા આપી હતી.
દેશભરમાં વિવિધ ક્ષેત્રના ગુજરાતીઓની નામના છે. વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ તાતા, અંબાણી કે એ પહેલાં પણ દાદાભાઈ નવરોજી સહિતના
અનેક મહાનુભાવોના નામ છે. એમાં અદાણી અને અંબાણી આજની પેઢી છે. ગૌતમ અદાણી વર્ષોથી આ ક્ષેત્રે હતા જ. પરંતુ આ એમની સફળતામાં એક વધુ છોગું છે.

રિલેટેડ ન્યૂઝ