ખેડૂતોનો દૂરાગ્રહ

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. ખેડૂતોની મુખ્ય માગણી છે કે આ કાયદા પાછા ખેંચી લેવામાં આવે. સરકાર આ માટે તૈયાર નથી અને કેટલીક શરતો સાથે વાતચીત માટે ખેડૂતોને આમંત્રણ આપી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે ખેડૂતોએ ચીમકી આપી છે કે અમારી માગણી પૂરી નહીં થાય તો દિલ્હીના તમામ મુખ્ય પ્રવેશ પોઈન્ટ અમે બંધ કરી દઈશું. એટલું જ નહીં, ખેડૂતોએ એવી પણ ધમકી આપી છે કે સરકાર અમારી સહનશીલતાની પરીક્ષા ન લે, અમે ત્રણ મહિનાનું અનાજ અને ગરમ કપડાં લઈને ધરણા કરવા આવ્યા છીએ. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નમન કી બાત39; કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવ્યું છે કે સંસદે તાજેતરમાં જ વિશદ ચર્ચાના અંતે નવા કૃષિ કાયદાને મંજૂરી આપી છે અને આ સુધારાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થવાની સાથે તેમને નવા અધિકારો અને તક પણ પ્રાપ્ત થશે. સરકારનો દાવો છે કે ટૂંક સમયમાં જ ખેડૂતોને આનો લાભ મળશે. તેમણે અફવાઓનો ભોગ ન બનવા અને જાગરૂકતા ફેલાવવા માટે યુવાનો અને કૃષિના વિદ્યાર્થીઓને અનુરોધ કરતા કહ્યું છે કે તેઓ પોતાની આસપાસનાં ગામડાંમાં જઈ ખેડૂતોને આધુનિક ખેતી અને હાલમાં થયેલા કૃષિ સુધારાના લાભથી માહિતગાર કરાવે.
નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની ભોગોળે તંબુ તાણનારાં ખેડૂત સંગઠનો
અને સરકાર વચ્ચે થનારી વાતચીત કોઈપણક્ષબતા; સકારાત્મક પરિણામ પર ત્યારે જ પહોંચશે જ્યારે ખેડૂત આ વાતચીતમાં પોતાના મનમાફક પરિણામો પ્રાપ્ત કરવાની જીદ છોડી દેશે. કોઈપણ શરત વિના જ અમે વાતચીત કરશું એવો તેમનો અભિગમ સરકાર પર આડકતરું દબાણ લાવવાની નીતિનો ભાગ છે. આ નીતિ-રીતિ ઉચિત નથી. આ કંઈક એવું વલણ છે જે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે અપનાવીને તેઓને ઉશ્કેરી શેરીમાં ઉતાર્યા છે. અમારિંદર સિંહે જે રીતે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર સાથે વાતચીત કરવાનું પણ ઉચિત નથી ગણ્યું તે આશ્ચર્ય પમાડનારી બાબત છે. આ વલણ એ જ દાખવે છે કે ખેડૂતોની આગળ રાજકારણની બાજીબિછાવવામાં આવી રહી છે. અહીં એ ઉલ્લેખ પણ કરવો ઘટે કે અત્યારના આંદોલનમાં મોટા ભાગે પંજાબના જ ખેડૂતો દેખાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવાં કૃષિ રાજ્યોના ખેડૂતોની હાજરી વર્તાતી નથી. આનો અર્થ એ
થયો કે ખેડૂતોને ઉશ્કેરવામાં પંજાબ સરકારમાંના કોઈ મોટાં માથાંનો દોરીસંચાર છે. ખેડૂત આંદોલન વસ્તુત: એક જીદનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. ખુદ વડા પ્રધાન જ્યારે નવા કૃષિ કાયદા દ્વારા ખેડૂતોને અનેક અધિકાર મળવાની વાત કરી રહ્યા છે અને સરકારી સ્તરે વારંવાર એમ કહેવામાં આવી રહ્યું છે કે અનાજ વેચવાની કોઈ જૂની વ્યવસ્થાને ખતમ નહીં કરવામાં આવે કે ન તો લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થા દૂર કરવામાં આવશે. પરંતુ એક વૈકલ્પિક વ્યવસ્થાનું નિર્માણ ખેડૂતોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આવામાં નવા કાયદાઓના વિરોધનું ઔચિત્ય સમજવું મુશ્કેલ છે. ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા ન હોત તો તેમણે દિલ્હી કૂચ કરવાની કોઈ આવશ્યકતા નહોતી. દિલ્હીમાં જે રીતે ઠેર ઠેર તંબુ તાણી અવ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે તેનાથી ધાર્યું પરિણામ આવવાની આશા રાખવી વ્યર્થ છે. ખેડૂતોએ યાદ રાખવું જોઈએ કે, જનતાની સહાનુભૂતિ મેળવવામાં સફળ થાય એવા વિરોધનો અવાજ જ સાંભળવામાં આવતો હોય છે. ખેડૂત સંગઠનો દ્વારા પહેલા પંજાબ અને હવે દિલ્હી-એનસીઆરમાં જે કંઈ કરવામાં આવી રહ્યું છે એનાથી તો ખેડૂતો માટે લોકોની સહાનુભૂતિ ગુમાવવાનો વખત આવી શકે છે. ઉચિત એ રહેશે કે ખેડૂતો નવેસરથી વિચાર કરે કે નવી વ્યવસ્થાથી તેમને શું નુકશાન થઈ રહ્યું છે અથવા થઈ શકે છે અને પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચે. તમામ અર્થશાસ્ત્રીઓ અને કૃષિ નિષ્ણાતો એમ કહી રહ્યા છે કે નવા કાયદા ખેડૂતો માટે નવી સંભાવનાઓનાં દ્વાર ખોલવાનું કામ કરશે તો તેમના પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી.

રિલેટેડ ન્યૂઝ