Connect with us

વ્યવસાય

અર્થતંત્ર 4 લાખ કરોડને પાર: દે ધનાધન

Published

on

બે કેન્દ્રીય પ્રધાનો અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત, અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રવિવારે ભારતીય અર્થતંત્ર 4 ટ્રિલિયનના આંકડાને વટાવીને પ્રશંસા કરી હતી, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સીમાચિહ્ન હાંસલ કરવા અંગે સરકાર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ: નાણા મંત્રાલય અને રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયે ભારતની જીડીપી 4 ટ્રિલિયનને પાર કરવા અંગે સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર કોઈ ટિપ્પણી કરી નથી. દરમિયાન ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહેલા આ સમાચાર ખોટા છે અને ભારત હજુ 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાથી દૂર છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ડેટા પર આધારિત તમામ દેશોના તાજેતરના GDP આંકડાઓનો વણચકાસાયેલ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તેને શેર કરનારાઓમાં શાસક ભાજપના વરિષ્ઠ નેતાઓ સહિત ઘણા લોકો સામેલ છે. ફડણવીસ સહિત ઘણા રાજકીય નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સિદ્ધિની પ્રશંસા કરી હતી. આ અંગે ટ્વીટ કરનારાઓમાં જળ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, કેન્દ્રીય પ્રધાન કિશન રેડ્ડી અને તેલંગાણા બીજેપી અધ્યક્ષ ડી પુરંદેશ્વરીનો સમાવેશ થાય છે.
અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર લખ્યું:
દેશના અગ્રણી ઉદ્યોગપતિ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર લખ્યું, પઅભિનંદન, ભારત. GDPની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ભારતને માત્ર બે વર્ષ બાકી છે, જેમાં જાપાનને પાછળ છોડીને 4,400 બિલિયનનું મૂલ્ય અને જર્મનીનું મૂલ્ય 4,300 બિલિયન છે. ત્રિરંગો લહેરાતો રહે છે! જય હિંદ.થ તમામ દેશો માટે જીડીપી ડેટાનું તાજેતરનું મોનિટરિંગ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટેનો ડેટા થોડો વિરામ સાથે ઉપલબ્ધ છે.
અગાઉના અન્ય એક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો GDP 7.8 ટકા વધ્યો. આરબીઆઈ ગવર્નરે હાલમાં જ દેશની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શક્તિકાંત દાસે કહ્યું છે કે આર્થિક ગતિવિધિઓને જોતા કેટલાક પ્રારંભિક આંકડા સામે આવ્યા છે, જેના કારણે મને આશા છે કે નવેમ્બરના અંતમાં બીજા ક્વાર્ટર દરમિયાન આવનારા જીડીપીના આંકડા ચોંકાવનારા હશે.
જો દેશની ટોચની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અમેરિકા ટોચ પર છે. અમેરિકાની અર્થવ્યવસ્થા 26.70 ટ્રિલિયન ડોલર સાથે નંબર વન પર છે. પછી ચીન 19.24 ટ્રિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે. જાપાનનું નામ 4.39 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે, જર્મનીનું નામ 4.28 ટ્રિલિયન ડોલર સાથે ચોથા સ્થાને છે. ભારતનું નામ 4 ટ્રિલિયન ડોલર સાથે 5માં નંબર પર છે.
જર્મની અને ભારતની વચ્ચે હવે ખુબ ઓછું અંતર રહ્યું છે. કેન્દ્ર સરકારનો હવે આગામી લક્ષ્યાંક 2025 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાની છે.

india

શેર માર્કેટ / BSE પર લિસ્ટિડનો M-Cap રેકોર્ડ ઓલટાઈમ હાઈ પર, સંયુક્ત માર્કેટમાં મૂડી 337.67 લાખ કરોડ સુધી પહોંચી

Published

on

સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નું M-Cap આ ટ્રેડિંગ અઠવાડિયે 4 ટ્રિલિયન ડોલરને પાર ગયું છે. આ સપ્તાહે વિદેશી રોકાણકારોની ખરીદી અને શેરબજારમાં આવેલી તેજીને પગલે BSE-લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. 337.67 લાખ કરોડ ( 4 ટ્રિલિયન US ડોલર )એ પહોંચ્યું હતું. આ M-Cap ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે.

માર્કેટમાં સતત ચોથા દિવસે ઉછાળા સાથે BSE સેન્સેક્સ 492.75 પોઈન્ટ્સ અથવા 0.74 % વધીને 67,481.19 પોઈન્ટ પર બંધ થયો હતો, શુક્રવારે દિવસ દરમિયાન તે 575.89 પોઈન્ટ અથવા 0.85 % વધીને 67,564.33 પર પહોંચ્યો હતો. છેલ્લા ચાર દિવસના ટ્રેડિંગ સેશનમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ 1,511.15 પોઈન્ટ અથવા 2.29 % વધ્યો છે.

BSE-લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 337.67 લાખ કરોડ થઈ છે, જે 83.30 ના વિનિમય દરે 4 ટ્રિલિયન US ડોલરની સમકક્ષ છે. બજારના ઉછાળાના ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8.95 લાખ કરોડનો વધારો થયો છે.

BSE – M CAP 4 ટ્રિલિયન અમેરિકી ડોલરને પાર

29 નવેમ્બર 2023 (બુધવારે) ના રોજ BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય પ્રથમ વખત 4 ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચ્યું હતું. આ વર્ષે 15 સપ્ટેમ્બરે બેન્ચમાર્ક 67,927.23 પોઈન્ટની તેની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જોમાં યુએસ, ચીન, જાપાન અને હોંગકોંગનું બજાર મૂલ્ય 4 ટ્રિલિયન અમેરિકી ડોલર કરતાં વધુ છે.

શુક્રવારે, નિફ્ટી 134.75 પોઈન્ટ્સ અથવા 0.67 % વધીને 20,267.90 પોઈન્ટ્સની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, નિફ્ટી 158.4 પોઈન્ટ્સ અથવા 0.78 %ના વધારા સાથે 20,291.55 પોઈન્ટ્સની ઈન્ટ્રા-ડે રેકોર્ડ હાઈને સ્પર્શ્યો હતો.

ભારતે વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાનો ટેગ જાળવી રાખ્યો છે, સરકારી ખર્ચ અને મેન્યુફેક્ચરિંગના બૂસ્ટર શોટ્સને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની જીડીપી અપેક્ષા કરતાં વધુ 7.6 % ઝડપી વૃદ્ધિ સાથે વધી છે. શુક્રવારના રોજ જાહેર કરાયેલા માસિક સર્વે મુજબ ભારતના ઉત્પાદન ક્ષેત્રે નવેમ્બરમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

 

Continue Reading

india

નિફ્ટી ઓલટાઈમ હાઈ, સેન્સેક્સ 67500ને પાર

Published

on

ભારતના જીડીપીમાં ધારણા કરતાં સારો વધારો જોવા મળતા શેરબજારને બળ મળ્યું છે અને ફરી એક વખત શેરબજારમાં તેજીનો પવન ફુંકાવાનું શરૂ થયું હોય તેમ આજે સેન્સેકસે 67500 હજારની સપાટી પાર કીર હતી. જ્યારે નિફટીએ 20291.55 નવો હાઈ બનાવ્યો હતો. ભારતીય શેરબજારે 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડનું વિશ્ર્વનું પાંચમાં નંબરનું કદ હાંસલ કર્યા બાદ નિફટીની નવી ઉંચાઈએ છલાંગથી મારકેટમાં રોકાણકારો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.
ગઈકાલે નિફટી 20133ના સ્તરે બંધ થયા બાદ આજે સવારે 61 પોઈન્ટના વધારા સાથે 20199ના સ્તરે ખુલી હતી અને બપોર સુધીમાં 20291.55નો નવો હાઈ બનાવ્યો હતો. જ્યારે સેન્સેકસે આજે 67557 નું લેવલ બનાવ્યું હતું જો કે, સેન્સેકસ તેના ઓલટાઈમ હાઈ 67927થી હજુ નીચે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, મારુતિ, સન ફાર્મા, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર લીલા માર્કમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટાઈટન અને મહિન્દ્રાના શેર પણ નફામાં ટ્રેડ કરી રહ્યા છે.
ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. બુધવારે ઇજઊનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યું હતું. આ સપાટી ઝડપથી વધતી જોવા મળી અને 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડ થઇ હતી. જો આ આંકડા પર નજર કરીએ તો તે ભારતના ૠઉઙ કરતા પણ વધુ છે. આ સપાટીને પર કરતા જ ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું છે.
મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને સર્વિસ સેક્ટરના સારા દેખાવને પગલે ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રે 7.6 ટકાના દરે વિકાસ કર્યો છે એટલે કે ૠઉઙ 7.6 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું હતું.

Continue Reading

india

પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતા જ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો

Published

on

દેશના 5 રાજ્યોમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ હતી અને આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર થયો છે અને તેના દરમાં 21 રૂૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આજથી, 1 ડિસેમ્બર, 2023 થી, તમારે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ગયા મહિને એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂૂપિયા હતી.
14.2 કિલો સબસિડીવાળા ઘરેલુ એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.
ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. કઙૠના આ ભાવ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધારવામાં આવ્યા છે. દેશમાં 1 નવેમ્બરના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને આ તહેવારના દિવસે લોકો મોંઘવારીથી હેરાન થઈ ગયા હતા. 1 ઓક્ટોબરે એલપીજી 1731.50 રૂૂપિયા પર હતો જ્યારે 1 નવેમ્બરે તેનો દર 101.50 રૂૂપિયા મોંઘો થયો અને તે સિલિન્ડર દીઠ 1833 રૂૂપિયા થઈ ગયો. આ પછી, 16 નવેમ્બરે, કોમર્શિયલ ગેસની કિંમતમાં ઘટાડો થયો અને તે 57.05 રૂૂપિયા સસ્તો થયો અને 1775.50 રૂૂપિયા થયો.
કોમર્શિયલ ગેસની વધતી કિંમતની અસર ફૂડ ઈન્ડસ્ટ્રી અને રેસ્ટોરન્ટ બિઝનેસ પર વધુ જોવા મળશે. સામાન્ય લોકો માટે બહાર ખાવાનું વધુ મોંઘું થવા જઈ રહ્યું છે અને તેમના ફરવા માટેનું બજેટ મોંઘું થશે.

Continue Reading

Trending