Site icon Gujarat Mirror

શિયાળો મોડો જામતા રવિ પાકના વાવેતરમાં હજુ 47 ટકાની ખાધ

ગુજરાતમાં પાછોતરા વરસાદ બાદ હવે ઉંચા તાપમાનના કારણે શિયાળુ વાવેતરમાં વિલંબ( Delay in rabi plantation) છે. નવેમ્બર મહિનામા 15 દિવસો પુરા થવા છતાં હજુ શિયાળાની ચમક જોવા મળી નથી પરીણામે કૃષિક્ષેત્રને ફટકો છે. હજુ સુધી વધુ શિયાળુ વાવેતર થઇ શક્યું નથી, રવિ પાકનું વાવેતર હજુ 47 ટકા ઓછુ થયુ છે. કૃષિ વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં લાંબા સમય સુધી ચાલેલા ચોમાસા અને પાછોતરા ભારે વરસાદથી પાકને નુકશાન થયુ હતું. શિયાળો જામતો ન હોવાથી શિયાળુ વાવેતરમાં પણ વિલંબ થયો છે. ગુજરાતના કૃષિ વિભાગના રીપોર્ટ પ્રમાણે રાજયમાં માત્ર 3.8 લાખ હેકટરમાં જ શિયાળુ વાવેતર થયુ છે જે ગત વર્ષનાં આ સમયગાળા કરતા 47 ટકા ઓછુ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના કૃષિ વિભાગ દ્વારા જ વાવેતર માટે વાતાવરણ અનુકુળ ન હોવાથી સાવધાની રાખવા તાજેતરમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. મહતમ તાપમાન 36 ડીગ્રી સુધી રહેતુ હોવાથી તે વાવેતર માટે અનુકુળ નથી.

Exit mobile version