Connect with us

અમરેલી

અમરેલી યાર્ડ નજીક ટ્રકે કારને અડફેટે લેતા ચાલકનું મૃત્યુ

Published

on

અમરેલી જિલ્લામાં રોજબરોજ નાના-મોટા અકસ્માત થતાં રહે છે. ત્યારે આજે મોડી સાંજના સમયે અમરેલી નજીક સાવરકુંડલા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ પાસે એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકનું ગંભીર ઈજાથી ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ અકસ્માતમાં આશાસ્પદ યુવકનાં મોતથી અમરેલીમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આ બનાવમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીનાં ચિતલ રોડ ઉપર આવેલ અવધ રેસીડેન્સીમાં રહેતા અને લાઠી રોડ ઉપર કાર લે-વેચનો વ્યવસાય કરતાં તેજશભાઈ જગદીશભાઈ ભટ્ટ નામનાં 42 વર્ષિય યુવક પોતાના હવાલાવાળી કાર નં. જી.જે.-03 જે આર 5601 લઈ અને અમરેલી નજીક આવેલ સાવરકુંડલા રોડ ઉપર નવા માર્કેટયાર્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી આવી રહેલ એક ટ્રકનાં ચાલકે આ કારને હડફેટે લેતા કારનાં કુરચા ઉડી ગયા હતા. ત્યારે આ કાર ચાલક તેજસભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે કોઈ એમ્બ્યુલન્સ 108ને ફોન ઘ્વારા જાણ કરતાં અમરેલી સીટીનાં મહેશભાઈ સોલંકી તથા 108નાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘવાયેલ યુવકને અમરેલી સરકારી દવાખાને ખસેડતા ફરજ પરનાં તબીબે તેજસભાઈ ભટ્ટને મૃત જાહેર કરતાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. ત્યારે પોલીસ બનાવ અંગે આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી છે.

અમરેલી

રાજુલાના દેવકા ગામે જમીન પચાવી પાડતા છ શખ્શો સામે ફરિયાદ

Published

on

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા 6 શખ્સોની ઘરપકડ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લા 1 વષે થી ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ મધુભાઇ માવજીભાઇ ચૌહાણ પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે આ તમામ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તમામ છયેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

અમરેલી

બાબરામાં મહિલા સદસ્યનો પતિ 4 લાખના નશીલા સીરપ સાથે પકડાયો

Published

on

બાબરા પંથકમા પાછલા ઘણા સમયથી આયુર્વેદિક શીરપના નામે નશાકારક પીણાનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હતુ. ત્યારે આજે અમરેલી એલસીબીએ બાબરા નગરપાલિકાના વોર્ડ નં-1ના મહિલા સદસ્યના પતિ મુળશંકર મણીશંકર તેરૈયાને આવી આયુર્વેદિક શીરપની બોટલોના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી નશાયુકત શીરપની ત્રણ હજાર બોટલ ઝડપાઇ હતી. પોલીસે સાડા ચાર લાખનો મુદામાલ કબજે લઇ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ચાર માસ અગાઉ પણ આ જ શખ્સ પાસેથી આવો જથ્થો ઝડપાયો હતો. ગત તારીખ 3/8ના રોજ પોલીસે આ શખ્સના ઘર અને ગોડાઉનમા તપાસ કરતા ઘરેથી નશાકારક પ્રવાહીની 5414 બોટલ અને ગોડાઉનમાથી 40073 બોટલ કબજે લીધી હતી. જે તે સમયે આ બોટલોને એફએસએલમા ચકાસણી અર્થે મોકલવામા આવી હતી. ચકાસણી દરમિયાન આ બોટલોમા આલ્કોહોલનુ પ્રમાણ વધુ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે આજે મુળશંકર તેરૈયા સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન ખેડા જિલ્લામા કથીત રીતે આયુર્વેદિક શીરપ પીવાથી છ યુવાનના શંકાસ્પદ મોત થયાની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસે તે પ્રકારનુ આયુર્વેદિક શીરપ અમરેલી જિલ્લામા કયાંય વેચાતુ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

Continue Reading

અમરેલી

સાવરકુંડલામાં ગેસ કનેકશન માટે ખોદાયેલા ખાડાઓથી લોકોને હાલાકી

Published

on

સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન લાગે તે માટે સરકાર દ્વારા કામગીરીઓ પૂરજોશમાં ચાલુ છે પણ શહેરી વિસ્તારોમાં ગુજરાત ગેસ દ્વારા પાઇપ લાઈન બિછાવવાની કામગીરીઓને કારણે સાવરકુંડલા ના શહેરીજનો વ્યાપક પણે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન પાથરવાની કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે ને ગેસ કનેક્શન માટેની પાઇપ લાઇન લગાવવા માટે ગેસ કંપની દ્વારા જાહેર માર્ગો પર ખાડાઓ કરીને પાઇપ લાઈન યુદ્ધના ધોરણે કામ તો કરી રહી છે પણ કામગીરી ઓમા ક્ષતિઓ રહી જવાને કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ ખોદીને બુરવામાં આવતા ના હોવાથી વાહનચાલકો આવા ખાડામાં ફસાઈ જાય છે ને વાહનો અટવાઈ જાય છે જ્યારે અનેક ફરિયાદો એવી પણ મળી રહી છે કે કંપનીઓ દ્વારા પાઇપ લાઈન પાથરવામાં ખાડાઓ અને લાઈન બુરવાની કામગીરીમાં છીંડા જોવા મળી રહ્યા હોય ને શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.
જ્યારે પાલિકા દ્વારા ગેસ કનેકશન કંપની પાસે કરેલા કરાર મુજબની કામગીરી કરે છે કે કેમ તે અંગે પણ પાલિકા તંત્ર દ્વારા તપાસ થવી જરૂૂરી છે ને શેહરિજનો ને ગેસની પાઇપ લાઈન ની કામગીરીઓ પૂર્ણ જે વીસ્તરોમાં થઈ ગઈ છે ત્યાં પાઇપ લાઇન બુરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ તેવું પ્રબુદ્ધ લોકો ઇચ્છી રહ્યા છે ત્યારે ઘરે ઘરે ગેસ પાઇપ લાઇન ફિટીગ થાય તે સારી બાબત છે પણ પાઇપ લાઈન ફિટીગ વખતે લાઈન બુરવાની કામગીરીઓ પણ સંગાથે થાય તો અકસ્માતો ની ઘટનાઓ પણ ઘટે ને વાહનચાલકો કે રાહદારીઓને હાલાકી નો સામનો ના કરવો પડે તે અંગે પાલિકા તંત્ર દ્વારા જાગૃતિ દાખવે તે ઈચ્છનીય છે

Continue Reading

Trending