Site icon Gujarat Mirror

સૌરાષ્ટ્રઝોનના બોર્ડ પેપરો વિતરણનો પ્રારંભ

ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. પ્રશ્ર્નપત્ર દરેક જિલ્લામાં પહોંચાડવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-ઝોનનું મુખ્ય કેન્દ્ર રાજકોટને ફાળવવામાં આવ્યું છે. જેમાં ધો. 10-12ના પ્રશ્ર્નપત્રો પહોંચી ગયા હતા ત્યારે માત્ર ગણતરીના દિવસો બાકી હોય રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં સરકારી બસમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિતણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સરકારી બસમાં હથિયારધારી પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓબ્ઝવર્રની નિગરાનીમાં રવાના કરાયા હતાં.

Exit mobile version