Connect with us

જુનાગઢ

જૂનાગઢ વોર્ડ નં.2માં સ્વચ્છતા ઝુંબેશ અભિયાન અંતર્ગત 30 ટન કચરાનો નિકાલ

Published

on

સ્વછતા હી સેવા સફાઈ ઝુંબેશના ભાગરૂૂપે આજ રોજ જૂનાગઢના વોર્ડ નં 2માં ખામધ્રોળ આર.ટી.ઓ.ઑફિસ રોડ તેમજ ખામધ્રોળ ફાટક રોડ તેમજ શહેરમાં જળ સ્ત્રોત ત્રિવેણી નદી કાઠા વિસ્તાર અને ધાર્મિક સ્થાનો સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ સફાઈ કામગીરી સેનિટેશન સુપ્રિટેન્ડન્ટ હાજાભાઈ ચુડાસમા અને રાજુભાઈ ત્રિવેદી તથા વિનાયક ગૌસ્વામીની દેખરેખ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં કચરો તેમજ સી એન ડી વેસ્ટ તથા ઝાડી ઝાંખડા સહીત આશરે 30 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઝૂંબેશમાં 90 કર્મચારીઓ તેમજ ટ્રેકટર 3, 1 જેસીબી અને 1 સૂપડી દ્વારા કચરો નિકાલ કરવામાં આવ્યો હતો.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જુનાગઢ

જૂનાગઢ મહાનગરપાલિકાની મીઠી નજરથી માંગનાથ રોડ પર ચાલતું વધુ એક ગેરકાયદેસર બાંધકામ

Published

on

ગત ચોમાસાની સિઝનમાં જૂનાગઢના કહેવાતા મહાનગરપાલિકાના ઓછું ભણેલા પણ જાજી હોશિયારી વાળા લાયકાત વગરના અધિકારીઓ અને તેનાથી પણ વિશેષ પદાધિકારીઓ ની દયાથી સ્થાનિક લોકો મોટી જાનહાની તેમજ ખાના ખરાબી માંથી સહેજમાંથી ઉગરીયા હતા છતાં ઘણા લોકોએ લાખો રૂૂપિયામાં નુકસાનીઓ વેઠી હતી આની પાછળનું ફક્ત કારણ એ જ હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાના લાયકાત વગરના અધિકારીઓ દ્વારા બિલ્ડરોને બાંધકામ માટે આપવામાં આવતા પીળા પરવાના અનેક વોકળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામો જવાબદાર હતા આવી જ રીતે મોટી ખાના ખરાબી અને જાનહાનિ ને નોતરે તેવા શહેરના ગીચ ગણાતા વિસ્તાર માંગનાથ રોડ ઉપર પણ અને ગેરકાયદેસર બાંધકામો થઈ ચૂક્યા છે અને હાલ પણ થઈ રહ્યા છે આવા જ એક ગેરકાયદેસર બાંધકામ બાબતે એક નાગરિક દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી પગલાં લેવા જણાવાયું છે સાથે સાથે આ સંદર્ભે જો પગલા લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલનની પણ ચીમકી વિચારવામાં આવી છે
અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢના જાગૃત નાગરિક ભરત મારવાડી એ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શહેરના માંગનાથ રોડ, પટેલ રસવાળી શેરી, ચિન્મય એપાર્ટમેન્ટની બાજુમાં ગેરકાયદસર ચાલી રહેલ પાંચ (5) મીટરના રોડ ઉપર રેસીડેન્સીયલ /કોમર્શીયલ બાંધકામ મહાનગરપાલીકા ના એસ.ટી.પી.ઓ. બીપીન ગામીત તથા વોર્ડ એન્જીનીયર દુષ્યંત પાનસરીયા ધ્વારા આ બાંધકામ કરી રહેલ બીલ્ડરોને સાંભળવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે જે સંદર્ભે તપાસ કરાવી ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવા તેમના દ્વારા માંગ કરવામાં આવી છે
શહેરના એકદમ ગીચ ગણાતા માંગનાથ રોડ વિસ્તારમાં આ મોટું કોમર્શીયલ /રેસીડેન્સીયલ બીલ્ડીંગ હાલ તદન નિયમ વિરૂૂધ્ધ બની રહયું છે. તેના નકશા મંજુરી મળ્યાના આધાર તપાસ કરવા અતિ જરૂૂરી છે. આમાં મોટા રાજકીય નેતા, જેમાં મ.ન.પા.ના પદાધિકારીઓ, તેમજ મહાનગરપાલીકાના અધિકારીઓની મીલીભગતથી આ બાંધકામ તદન ગેરકાદેસર બની રહ્યુ છે, અને આ બાંધકામને તદ્દન ગેરકાયદેસર હોવા છતાં કઈ રીતે મંજુરી મળી,? જેવા સવાલો હાલ સ્થાનિક લોકોમાં ઉઠી રહ્યા છે નિયમ મુજબ રોડની પહોળાઈ રાખવામાં આવી નથી અને આ મોટી કોમર્શીયલ/રેસીડેન્સીલ બીલ્ડીંગ બની રહેલ છે ત્યારે નકશામાં મનઘડત માપ દર્શાવી દેવામાં આવેલ છે, તે ખુબજ ગંભીર બાબત છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની રેસીડેન્સીયલ બાંધકામને ગેરકાયદેસર રીતે મંજુર કરવામાં
આવી રહેલ છે, જેની તપાસ કરવા અને તાત્કાલીક ધોરણે આ કોમર્શીયલ/રેસીડેન્સીયલ બાંધકામને તોડી પાડવા અને આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને રાજકીય નેતાઓને તાત્કાલીક ધોરણે ખુલ્લા પાડી સસ્પેન્ડ કરવા તેમજ મળેલી સત્તાના દુરઉપયોગ માટે સજા કરવામાં આવે તેવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.
ઉપરાંત આ સંદર્ભે અરજદારે વધુમાં જો તાત્કાલીક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે, સ્થાનિક જાગૃત નાગરીકોને સાથે રાખી જન આંદોલન કરવાની તેમજ આ સંદર્ભે તમામ પરિણામોની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ વિચારવામાં આવી છે.

Continue Reading

જુનાગઢ

જેતપુરના 50 મુસાફર ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસનો અંબાજી પાસે અકસ્માત

Published

on

જેતપુરથી ખાનગી ટ્રાવેલ્સમાં જઈ રહેલા 50 મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવેલ ત્રિસુડીયા ઘાટી પાસે પલટી ખાઈ જતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે જ્યારે સાત થી આઠ વ્યક્તિઓને સામાન્ય ઈજા થતાં દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સાવ નજીવી ઈજા થયેલા મોરબીના 8 અને જામનગરના 12 પ્રવાસીઓને તેમના વતન પરત પહોંચાડવા માટે બનાસકાંઠાના કલેક્ટર શ્રી વરૂૂણ બરનવાલ તથા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અંગત રસ દાખવીને જામનગર અને મોરબીના કલેકટર સાથે સંકલનમાં રહીને તાત્કાલિક વિશેષ વ્યવસ્થા કરી છે.
આ અંગેની વધુ વિગતો મુજબ,પાલનપુર મોઢેરા હાઈવે પર અંબાજીથી 12 કીમી દુર બસ નં. જી જે 14 ટી 0574 નો અકસ્માત થયો હતો. બસની બ્રેક ખરાબ થઈ જવાના લીધે ઢોળાવવાળા રસ્તા પર બ્રેક ન લાગતાં ડીવાઈડર સાથે અથડાઈને બસ પલ્ટી ખાવાને લીધે આ અકસ્માત બનવા પામેલ છે. કોઈ માનવમૃત્યુ હજુ સુધી નોંધાયેલ નથી. સામાન્ય ઈજા થયેલ તમામ મુસાફરોને તેમના વતન પર જ પહોંચાડવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Continue Reading

જુનાગઢ

પરિક્રમા વખતે કામગીરીમાં નિષ્ફળ નીવડેલ વન વિભાગ હવે પ્રસિધ્ધિના રવાડે

Published

on

જૂનાગઢ તાજેતરમાં પરંપરાગત યોજાતી ગિરનારની લીલી પરિક્રમામાં આમ તો આ મેળો આદિ અનાદિ કાળથી સ્વયંભૂ થાય છે પણ ક્યાંક ને ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તંત્ર અને નેતાઓ કામગીરી કરયાના મોટા દાવા કરી પ્રસિધ્ધિ મેળવવા હીચકા ખાય છે આ પરિક્રમા ના શરૂૂઆતથી જ તંત્રને સાધુ સંતો વચ્ચે થોડી ચકમક ઝરી હતી પરંતુ આ વાતને રાજકીય રૂૂપ ન મળે તે માટે બંને પક્ષોએ સંયમ રાખ્યો હતો સ્થાનિક લોકોનું માનવું છે કે જૂનાગઢના સ્વયંભૂ થતા બંને મેળા વખતે તંત્રની આમ તો કોઈ ભૂમિકા હોતી નથી પરંતુ ધરાર ભૂમિકા ભજવતી વખતે આ મેળાઓ વખતે સેવા કરતા સંસ્થાઓ વાળા તેમજ પ્રવાસીઓને હેરાન કરવામાં કોઈ પાછી પાની રાખતા નથી સ્વયંભૂ એકત્રિત થતી જન્મે માટે તંત્ર લાઈટ પાણી કે જાઝરુ ની વ્યવસ્થા કરી શકે તેટલી પણ આ બાબુઓ પાસે આજ સુધી આવડત સ્થાનિક લોકોને દેખાઈ નથી તેમાં પણ આ વખતે સેવાના નામે લાભ ચરી ખાવા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની નજર તળે NON WOVEN બેગ ફાઈબર (પ્લાસ્ટિક) ના રેસા માંથી બનેલી હોય છે, માટે Plastic campaign દરમ્યાન પ્લાસ્ટિકને જંગલ વિસ્તારમાં સરળતા થી ઉપાડી શકાય છે,પરંતુ આ Non woven બેગ વિખેરાઈ જવાને કારણે તેનું પ્લાસ્ટિક ભેગું નથી કરી શકાતું માટે જંગલ માટે આ ઘાતક છે તેવું પ્રકૃતિ પ્રેમીઓ માની રહ્યા છે આ વખતની પરિક્રમામાં Non woven ની લાખો બેગો સંસ્થાઓ વાળાઓએ વેચી છે જ્યારે જંગલમાં લઈ જવામાં માટે પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે આટલું પ્રકૃતિ માટે ઘાતક મટીરીયલ જંગલમાં ઘુસાડવામાં આવ્યું તેના માટે જવાબદાર કોણ ? તેઓ વૈધક સવાલ પણ પ્રકૃતિ પ્રેમી લોકોમાં ઉઠી રહ્યો છે આ ઉપરાંત પરિક્રમા ના ઇતિહાસ માં પહેલી વખત કોઈ જંગલી પશુ દ્વારા લોકો પર હુમલાનો બનાવ આ વખતે નોંધાયો છે ત્યારે પરિક્રમા ના આયોજન પૂર્વે વન વિભાગના અધિકારીઓ દ્વારા સબ સલામત ના દાવાઓ કરતું વન વિભાગ ઊંઘતું સામે આવ્યું છે.
ગિરનાર લીલી પરિક્રમાના રૂૂટના બોરદેવી ગેઇટથી ખોડીયાર ઘોડી સુધીના વિસ્તારમાં વન વિભાગના 20 જેટલા શ્રમિકો દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજિત 1 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષેત્ર વન અધિકારી, ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં પાટવડ રાઉન્ડમાં આવતા હથેળીથી સરકડીયા પરિક્રમા રૂૂટ ખાતે વન વિભાગના સ્ટાફ અને મેંદાપરા તથા માલીડા ગામના 14 જેટલા ગ્રામજનોએ સફાઇની કામગીરી કરી અંદાજિત 0.5 ટન ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી ચાલુ છે. આમ, વન વિભાગના સ્ટાફ, શ્રમિકો, આસપાસના ગામ લોકો સાથે મળી અંદાજિત 1.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ વન વિભાગ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમામાં દરમિયાન પરિક્રમા રૂૂટના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશીની સુચના અને માર્ગદર્શન હેઠળ સફાઈ કરવામાં આવી રહી છે.

Continue Reading

Trending