Site icon Gujarat Mirror

નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના હુકમોથી મહેસૂલ કર્મચારી મંડળમાં નારાજગી

કલેક્ટરોના અભિપ્રાય વગર આડેધડ બદલીઓ થયાનો આક્ષેપ

ગુજરાતમાં ગઇકાલે નાયબ મામલતદાર સવર્ગના 157 કર્મચારીઓની જિલ્લાફેર કરવામાં આવેલી બદલીઓના પગલે મહેસુલી કર્મચારીઓમાં ભારે દેકારો મચીગયો છે અને હવે મહેસુલી કર્મચારી (વર્ગ-3) મંડળ પણ આ મામલે મેદાને આવ્યું છે. કર્મચારી મંડળે નાયબ મામલતદારોની બદલીના હુકમોની અમલવારી મોકુફ રાખવા માંગણી કરી છે.
યાદીમાં જણાવેલ છે કે, તા.02/04/2025 નાં હુકમથી નાયબ મામલતદાર, વર્ગ-3 સંવર્ગનાં કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીનાં હુકમ કરેલ છે. જેમાં મોટાભાગનાં સ્વવિનંતી/માંગણી સિવાયના નાયબ મામલતદારોને તેઓનાં જિલ્લામાંથી દુરનાં જિલ્લામાં બદલી કરવામાં આવેલ છે જે બાબત યોગ્ય નથી. સદર બદલીઓથી કર્મચારીઓનું સામાજીક જીવન સમાપ્ત થઇ જાય તેમ છે. આવી બદલીઓ કરતાં પહેલાં જે તે જિલ્લા કલેક્ટરનો અભિપ્રાય લેવો જરૂૂરી છે છતાં આવી કોઇ સ્પષ્ટતા મેળવ્યા સીવાય સરકારની કક્ષાએથી કર્મચારીની સ્વવિનંતી/માંગણી સિવાય આવા હુકમો કરવામાં આવેલ છે જે કર્મચારીઓને અન્યાય સમાન છે જેથી સદર હુકમની અમલવારી તાત્કાલિક અસરથી મોકુફ રાખવા મહામંડળ કક્ષાએથી સરકારને આજે જ રજુઆત કરવા વિનંતી છે.

સ્વવિનંતી/માંગણી સિવાયના કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરતો હુકમ તે કર્મચારી માટે અન્યાય રૂૂપ હોવાની સરકારને ઉગ્ર રજુઆત કરવામા આવનાર છે. આગામી તા.17/04/2025 સુધી બાળકોની શાળાની પરીક્ષાઓનાં કાર્યક્રમ હોઇ હાલ સદર સ્વવિનંતી/માંગણી સિવાયના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીના હુકમની અમલવારી મોકુફ રાખવા રજુઆત કરાઇ છે. જો આવું ન થાય તો તે કર્મચારી માનસિક રીતે હતાશ થઈ જાય છે. અને તેના કારણે તેઓની સરકારી ફરજની કામગીરીમાં પણ અસર ઉભી થાય તેમ છે.

Exit mobile version