Site icon Gujarat Mirror

ધોરાજી પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 1.5 લાખના 10 મોબાઇલ લોકોને કર્યા પરત

લોક દરબારમાં લોકોને ડિજિટલ અરેસ્ટ અને સાઇબર ક્રાઇમ બાબતે અવેરનેસ રાખવા માર્ગદર્શન આપતા જિલ્લા પોલીસ વડા

ધોરાજી પોલીસ ડિવિઝન વિસ્તારના સીટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન વિભાગનો લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા.
યોજાયેલ લોક દરબારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર તેમજ છેતરપિંડી ન ભોગ બનેલા અરજદારના સાડા સાત લાખ રૂૂપિયા જેવી માતબર રકમ પોલીસના પ્રયાસોથી પરત અરજદારને આપવામાં આવી હતી આ ઉપરાંત દોઢ લાખની કિંમતના 10 જેટલા ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ પોલીસે ટેકનોલોજી શોધી અરજદારો ને પરત મેળવી આપ્યા હતા.

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પોતાના ઉદબોધનમાં જણાવેલ કે હેલ્મેટ પહેર્યા વિનાના અકસ્માતોમાં એક વર્ષમાં જિલ્લા વિસ્તારમાં 150 થી વધારે લોકોના જીવ ગયા છે ત્યારે હેલ્મેટ પ્રત્યે અવરનેસ રાખી પોતાનો જીવની સુરક્ષા કરવાની જવાબદારી નાગરિકો સમજે ધોરાજી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા મામલે પણ દુરસ્ત કરવાની આવશ્યકતા છે શાળાએ જતા નાના બાળકોને વાહનો ચલાવવા આપવા ન જોઈએ જે બાબતે વાલીઓ ધ્યાન રાખે તેમજ ડિજિટલ એરેસ્ટ ના નામે પોલીસ તંત્ર કોઈને ડિજિટલ એરેસ્ટ કરતું નથી જેથી આવા તત્વો સામે પણ સાવધાની વર્તે આ ઉપરાંત એકાઉન્ટ ભાડે આપવાની પણ વિગતો સામે આવી રહી છે ત્યારે કોઈને પોતાનું એકાઉન્ટ આપવું ન જોઈએ તે બાબતે પણ જાગૃતિ લાવવી. સાયબર ક્રાઇમના બનાવો બનતા હોય છે ત્યારે તેમાં પણ સલામતી વર્તવી જરૂૂરી છે.

આ ઉપરાંત તાજેતરમાં આટકોટ ખાતે નાની બાળકી સાથે થયેલ દુષ્કર્મની ઘટનામાં ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજની કામગીરીને બિરદાવી હતી. નાગરિકો માંથી પણ પોલીસે સુજાવ લીધા હતા અને પ્રશ્નો સાંભળ્યા હતા જેમાં સામાન્ય ટ્રાફિક અને નાસ્તાની લારીઓ મોડે સુધી ખુલ્લી રાખવા દેવા માટે નાગરિકો દ્વારા માગણી કરવામાં આવી હતી. યોજાયેલા લોક દરબારમાં તાલુકા અને સીટી પોલીસના અધિકારીઓ અને ધોરાજી શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થા ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version