રાષ્ટ્રીય
પ્રયાગરાજ મહાકુંભના ઉદ્ઘાટન પહેલાં જ શ્રધ્ધાળુઓ ઊમટી પડ્યા
બાર વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થઈ રહ્યું છે ગંગા-યમુના સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર 13 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ યોજાશે. આ મહાકુંભના પ્રારંભના એક મહિના પહેલા જ હજારો શ્રધ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે ઉમટી પડ્યા છે. ગઈકાલે નરેન્દ્ર મોદીએ આ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી.
ક્રાઇમ
પુત્રીના બળાત્કારીની હત્યા કરવા પિતા ભારત આવ્યા
આંધ્રપ્રદેશના વતનીએ કામ પૂરું કર્યા બાદ કુવૈતથી યુટયુબ પર ગુનાની કબુલાત કરતો વીડિકયો અપલોડ કર્યો
હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. વિદેશમાં રહેતા પિતાએ પુત્રીના બળાત્કારીની હત્યા કરવા માટે ભારત આવે છે અને બળાત્કારીની હત્યા કરી પાછા વિદેશ પરત ફરે છે. પુત્રીના બળાત્કારીની હત્યા કરી ખૌફનાખ બદલો લેવામાં આવ્યો હતો. આ વ્યક્તિ હત્યા કરવા કુવૈતથી ભારત આવ્યો હતો અને પછી પાછો ગયો અને વીડિયો પોસ્ટ કર્યો છે.
આંધ્રપ્રદેશમાંથી હત્યાનો એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હત્યા એક એનઆરઆઇ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, જે તેની 12 વર્ષની માસૂમ પુત્રી પર બળાત્કાર કરનાર વ્યક્તિ પાસેથી બદલો લેવા કુવૈતથી ભારત આવ્યો હતો. આ પછી તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને તે કુવૈત પરત ફર્યો. બાદમાં તેણે પોતે જ તેની યુટ્યુબ ચેનલ પર ગુનો કબૂલી લીધો હતો.
આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લાનો રહેવાસી આ વ્યક્તિ 15 વર્ષથી કુવૈતમાં કામ કરતો હતો. તે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. પોલીસે કહ્યું કે આરોપી પિતા વીડિયો દ્વારા લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તે આત્મસમર્પણ કરવા માંગતો હતો તો હત્યા કરીને કુવૈત પરત કેમ ફર્યો? વ્યક્તિએ જણાવ્યું કે આ પછી તેણે કાયદો પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને કુવૈતથી ભારત આવ્યો.
આ વ્યક્તિએ વીડિયોમાં સમગ્ર ઘટના વર્ણવી છે. આ વ્યક્તિ લાંબા સમયથી કુવૈતમાં રહે છે. તેની પુત્રી અને પત્ની પણ તેની સાથે રહેતી હતી પરંતુ બાદમાં તેણે તેની પુત્રીને આંધ્રપ્રદેશમાં તેની માસી પાસે મોકલી દીધી હતી. તે તેની પુત્રીના ઉછેર માટે તેના સંબંધીઓને પૈસા પણ આપતો હતો.
વ્યક્તિનો આરોપ છે કે તેની પત્નીની બહેન (સંબંધમાં સાળી) અને તેના પતિએ શરૂૂઆતમાં બાળકની સારી સંભાળ લીધી હતી. બાદમાં તાજેતરમાં જ જ્યારે બાળકીની માતા તેની પુત્રીને મળવા આવી ત્યારે પુત્રીએ જણાવ્યું કે તેની માસીના સસરાએ તેનું યૌન શોષણ કર્યું હતું.
આ પછી જ્યારે માતા-પુત્રીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાનો પ્રયાસ કર્યો, તો પોલીસે તેમ કર્યું નહીં અને ચેતવણી આપીને જ આરોપીઓને છોડી દીધા. વ્યક્તિએ જણાવ્યું કે આ પછી તેણે કાયદો પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને કુવૈતથી ભારત આવ્યો. અહીં તેણે પોતાની પુત્રીના બળાત્કારીને લોખંડના સળિયાથી મારી નાખ્યો અને પછી કુવૈત પાછો ફર્યો. પછી ત્યાં જઈને કબૂલાતનો વીડિયો બહાર પાડ્યો.
બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધાઈ ન હોવાનો ઈન્કાર કર્યો છે. તેના બદલે તેમણે કહ્યું કે છોકરીની માતા અને તેની બહેન વચ્ચે પારિવારિક વિવાદ હતો. હવે આરોપી પિતા અલગ જ વાત કહી રહ્યા છે.
આ હત્યામાં યુવતીના પિતા ઉપરાંત અન્ય સંબંધીઓ પણ સામેલ છે. તપાસ બાદ ટૂંક સમયમાં સત્ય બહાર આવશે. તેમજ પોલીસે કહ્યું કે આરોપી પિતા વીડિયો દ્વારા લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તે આત્મસમર્પણ કરવા માંગતો હતો તો હત્યા કરીને કુવૈત પરત કેમ ફર્યો? હવે અમે તેને કુવૈતથી પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
રાષ્ટ્રીય
જયપુરમાં DGGIAના દરોડા: દસ કરોડની કરચોરી બહાર આવી
જયપુર. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGIA)એ શુક્રવારે જયપુર શહેરની ઘણી કંપનીઓ પર સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. DGGIAએ શહેરમાં એક સાથે 5 લ્યુબ્રિકેટિંગ ઓઈલ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા.
ઓઇલ સપ્લાય વિના તેમના સ્થળોએ છૂપી રીતે નકલી બિલો બનાવવામાં આવતા હતા. આ છેતરપિંડી દ્વારા 10 કરોડ રૂૂપિયાની કરચોરી બહાર આવી છે.
સર્ચ ઓપરેશન દરમિયાન એક રિફાઈનરના પરિસરમાંથી 4 કરોડ રૂૂપિયાની રોકડ મળી આવી હતી. જ્યારે અન્ય રૂૂ. 1.5 કરોડ કબ્જે કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે DGGIAની તપાસ ચાલી રહી છે.
ગુપ્ત માહિતીના આધારે, DGGIA જયપુરના ઝોનલ યુનિટે અંદાજે રૂૂ. 10 કરોડની કરચોરી શોધી કાઢી છે. કેટલાક વિસ્તારોમાં કાર્યવાહી કરીને, ડીજીજીઆઈએ લુબ્રિક્ધટ ઓઈલ ટ્રેડર્સ મેસર્સ દીપક એન્ટરપ્રાઈઝ અને મેસર્સ રેક્સી લુબર્સ તેમજ લુબ્રિકેટિંગ ઓઈલ રિફાઈનર્સ મેસર્સ મહાવીર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ, મેસર્સ મહેશ્વરી પેટ્રોકેમિકલ્સ અને મેસર્સ ઓમ ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાં સર્ચ કર્યું હતું.
રાષ્ટ્રીય
સંભલમાં વીજચોરીની તપાસમાં 46 વર્ષથી બંધ શિવ મંદિર મળ્યું
વીજળી વિભાગ અને વહીવટીતંત્રની ટીમ શનિવારે સંભલના નખાસા ચારરસ્તા વિસ્તારમાં વીજળી ચોરીની તપાસ કરી રહી હતી. આ દરમિયાન નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા ખગ્ગુ સરાઈમાં 46 વર્ષથી બંધ ભગવાન શિવનું મંદિર મળી આવ્યું હતું. પ્રશાસને આ મંદિર ફરી ખોલ્યું છે. ગેરકાયદે અતિક્રમણ અને વીજળી ચોરી સામે ડીએમ અને એસપીના સંયુક્ત દરોડામાં આ મંદિર મળી આવ્યું હતું.
વીજળી ચોરી પકડવા પોલીસ પહોંચી હતી સંભલ, એસપી એમપી બર્કની ગલીમાં 30 વર્ષથી બંધ હનુમાન મંદિર જોવા મળ્યું. 30 વર્ષ પહેલા ગેરકાયદેસર અતિક્રમણના કારણે મંદિર બંધ કરવામાં આવ્યું હતું. પવિત્ર શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ ધૂળ અને ગંદકીથી ભરેલી હતી. પોલીસે જણાવ્યું કે મંદિર ગેરકાયદેસર રીતે બંધ હતું. હુલ્લડવાળા વિસ્તારમાં મંદિર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, પ્રશાસને હનુમાન મંદિર ખોલાવ્યું, પોલીસકર્મીઓએ પોતાના હાથથી શિવલિંગ અને મૂર્તિઓની સફાઈ કરી.
બંધ મંદિરમાંથી શિવલિંગ મળવા પર હિન્દુઓએ મોટો દાવો કર્યો છે. તેઓ કહે છે કે પહેલા અહીં ભજન અને કીર્તન થતા હતા. ત્રીસ વર્ષથી બંધ પડેલા મંદિરમાં હનુમાન મંદિર અને શિવલિંગ મળી આવ્યા છે. જ્યારે પોલીસે તેમની સામે આ મંદિર ખોલ્યું ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સફાઈ દરમિયાન હનુમાન અને ભગવાન શિવના શિવલિંગ મળી આવ્યા હતા. સંભલના નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલ્લા ખગ્ગુ સરાયમાં લગભગ એક વર્ષથી બંધ પડેલા ભગવાન શિવના મંદિરને વહીવટીતંત્રે ફરીથી ખોલ્યું છે. ગેરકાયદેસર અતિક્રમણ અને વીજળી ચોરી વિરુદ્ધ ડીએમ અને એસપીના સંયુક્ત દરોડાથી આ મંદિર પ્રકાશમાં આવ્યું છે.દરમિયાન, વીજચોરીની તપાસમાં તપાસ દરમિયાન, મસ્જિદની અંદર 59 સીલિંગ ફેન, રેફ્રિજરેટર અને 25 થી વધુ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ મળી આવ્યા હતા, જે ચોરીની વીજળી પર ચલાવવામાં આવી રહ્યા હતા.
પ્રશાસને કહ્યું કે આ વીજળી સીધી સરકારી પોલ પરથી પોલ નાખીને લેવામાં આવી રહી છે. ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ જણાવ્યું કે વીજળી ચોરીના આ કેસનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. મસ્જિદ કમિટી પાસેથી વીજળી ચોરી અને બાકી બિલનો દંડ વસૂલવામાં આવશે. આ અભિયાન ચાલુ રહેશે અને સમગ્ર વિસ્તારને વીજ ચોરી મુક્ત બનાવવામાં આવશે.
-
કચ્છ1 day ago
ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
-
ગુજરાત1 day ago
ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
-
ગુજરાત1 day ago
મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
-
ગુજરાત1 day ago
રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો
-
રાષ્ટ્રીય1 day ago
સેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી
-
ક્રાઇમ1 day ago
હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
-
ગુજરાત1 day ago
રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
-
આંતરરાષ્ટ્રીય7 hours ago
OpenAIની પોલ ખોલનારા સુચિર બાલાજીનો મૃતદેહ ફ્લેટમાંથી મળ્યો: આત્મહત્યાની આશંકા