Site icon Gujarat Mirror

ગોંડલમાં અસામાજિક તત્ત્વોનો અડ્ડો બનેલી ગેરકાયદેસર જગ્યાનું ડિમોલિશન

ગોંડલમાં નગરપાલિકાના વહીવટદાર શાસન હેઠળના તંત્ર દ્વારા આંગણવાડીની બાજુમાં આવેલા લાંબા સમયથી વિવાદમાં રહેલા અને જાહેર જનતા માટે મુસીબત બનેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. ગોંડલની નાની બજાર વિસ્તારની સરવૈયા શેરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અહીં આવેલી આંગણવાડીની બાજુમાં બશીરભાઈ શેખા દ્વારા સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.આ બાંધકામ માત્ર દબાણ જ નહોતું, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ તે અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું હતુ. અહીં દારૂૂની મહેફિલો જામતી અને બીભત્સ ગાળાગાળી થતી હતી, જેના કારણે આંગણવાડીએ આવતા નાના બાળકો અને પસાર થતી મહિલાઓ માટે અહીંથી નીકળવું મુશ્કેલ બની ગયું હતું.તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ને હટાવી દેવાયુ છે.

કાર્યવાહીની શરૂૂઆતમાં સાર્વજનિક પ્લોટમાં આવેલી ’બાપા સીતારામ’ની મઢુલીમાંથી મૂર્તિને અત્યંત સન્માનપૂર્વક સુરક્ષિત સ્થળે ખસેડી હતી. ત્યારબાદ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. વહીવટદાર શાસનની આ આકરી કાર્યવાહીને પગલે સરકારી જમીન દબાવનારા અને માથાભારે તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Exit mobile version