Site icon Gujarat Mirror

જામજોધપુરમાં ખોટી અરજી કરીને મતદાર યાદીમાંથી નામ કાઢવાના કાવતરા અંગે તપાસ કરવા માંગ

જામજોધપુરના રહીશ યાસર હનીફભાઈ સોલંકીએ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી છે કે હેમંતસિંહ દેવુભા કેર નામના વ્યક્તિએ ખોટી રીતે અરજી કરી તેમના દાદીમાનું નામ મતદાર યાદીમાંથી કાઢાવવા પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત આશરે 50 લોકોના નામ કાઢવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ખોટી માહિતી આપવામાં આવી છે.

આ સમગ્ર ઘટનામાં એક ચોક્કસ સમાજને નિશાન બનાવીને સુયોજિત કાવતરું રચાયું હોવાની શંકા છે. જે 50 વ્યક્તિઓ સામે વાંધા અરજી કરવામાં આવી છે, તે તમામ મુસ્લિમ સમાજના હોવાનું પણ અરજીમાં જણાવવામાં આવ્યું છે.

આવી કાર્યવાહી લોકશાહી પ્રક્રિયા તથા નાગરિકોના બંધારણીય અધિકારોને અસર કરતી હોવાથી, આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અરજી કોણે કરી, ક્યાંથી કરી અને કયા આધાર પર કરી તેની વિગતવાર તપાસ કરવામાં આવે તેમજ જો આ વાંધા અરજીઓ ખોટી સાબિત થાય તો સંબંધિત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.

Exit mobile version