Site icon Gujarat Mirror

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગ

પાસના ક્ધવીનર વરુણ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખી માગ કરી, ચૂંટણી પહેલાં ફરી ‘અનામત’ ઘુણ્યું

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના ક્ધવીનર વરૂૂણ પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષને લેખિત પત્ર લખીને સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં બિન-અનામત (સામાન્ય) વર્ગના પ્રતિનિધિત્વને સુરક્ષિત રાખવા માટે મજબૂત અપીલ કરી છે.

પત્રમાં વરૂૂણ પટેલે જણાવ્યું છે કે, ઓબીસી વર્ગ માટે 27% આરક્ષણ વધારવામાં આવ્યા બાદ હવે કુલ આરક્ષિત બેઠકો 50% થઈ ગઈ છે. આ સ્થિતિમાં બાકીની 50% બેઠકો બિન-અનામત વર્ગ માટે રાખવી જોઈએ જેથી તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઈ રહે.

વરૂૂણ પટેલે ભારપૂર્વક કહ્યું છે કે, બિન-અનામત વર્ગ ભાજપનો આધારસ્તંભ છે. જો આ વર્ગને અન્યાય થશે અને તેમનું પ્રતિનિધિત્વ ઘટશે તો રાજકીય ક્ષેત્રે અરાજકતા સર્જાશે. તેમણે ચેતવણી આપી છે કે, જો ભાજપ આ મુદ્દે ગંભીરતાથી વિચારશે નહીં તો પહેલાંની ખામ (ખેર, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થિયરી પછી કોંગ્રેસની જેમ ભાજપની પણ હાલત ખરાબ થઈ શકે છે.

પત્રમાં વરૂૂણ પટેલે યાદ કરાવ્યું છે કે, બિન-અનામત વર્ગના મતદારો ભાજપના મુખ્ય આધાર છે અને તેમને અવગણવાથી પાર્ટીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તેમણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સમતુલિત પ્રતિનિધિત્વ જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

આ માંગ સાથે પાટીદાર સમાજ સહિત અન્ય સામાન્ય વર્ગોના નેતાઓ પણ સ્થાનિક ચૂંટણીઓ પહેલાં સક્રિય થયા છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. ભાજપ તરફથી હજુ સુધી આ પત્ર પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ મુદ્દે આંતરિક ચર્ચા કરી રહ્યા હોવાના અહેવાલ છે. આ વિકાસ સાથે ગુજરાતના રાજકારણમાં અનામત અને બિન-અનામત વર્ગ વચ્ચેનું સમીકરણ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. ઙઅઅજ ક્ધવીનર વરૂૂણ પટેલની આ રજૂઆતને પાટીદાર સમાજમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

 

Exit mobile version