ગુજરાત
પારડી વીજકચેરીમાં થયેલી સત્યનારાયણની કથા બાબતે ન્યાયિક તપાસ કરવા માગણી
રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના પારડી સબ-ડીવીઝન કે જેનું આપશ્રી અને મેનેજેમેન્ટની મંજુરીથી હાલમાં જ વિભાજન થયેલ છે તે સબ-ડીવીઝન ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન સર્વે કમર્ચારીઓ અને વીજ ગ્રાહકોના હિતાર્થે તેમજ નવા સબ ડીવીઝનની મંજુરીની ખુશીના અવસરે રાખેલ હતું તેમાં કોઈ હિતશત્રુ દ્વારા સદર કથાના આયોજનની માહિતી પુરાવા સાથે વિજ્ઞાન ગાથાના શ્રી જયંત પંડ્યાને આપવામાં આવેલ હતી જેના આધારે તેમના દ્વારા પારડી સબ-ડીવીઝન ખાતે કથાના આયોજન દરમ્યાન રૂૂબરૂૂ સબ-ડીવીઝન ની મુલાકાત લઈ નાયબ ઇજનેર સહીતના કર્મચારીઓને ધમકી આપી આ પ્રકા2ના આયોજન સરકારી કચેરીમાં કરી શકાય નહિ તે બાબત ધાક-ધમકી આપેલ અને ભગવાન સત્યનારાયણની કથાના આયોજન ને તાત્કાલિક અસરથી રદ કરવા જણાવેલ હતું અને તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવેલ કે સદર આયોજનમાં કંપની સિવાયના અન્ય લોકો દ્વારા સહયોગ લેવામાં આવેલ છે. તેમજ તેમના દ્વારા ધમકી આપવામાં આવેલ કે આ બાબતની રજૂઆત કલેક્ટર સહીત પીજીવીસીએલ નિમિત કચેરીના મુખ્ય અધિકારીને પણ ક2વામાં આવેલ છે અને બદલી સહીતની કાર્યવાહી કરવા ધમકી આપેલ હતી જે કોઈ પણ સંજોગોમાં ગ્રાહ્ય રાખી શકાય તેમ ન હોય સંકલન સમિતિ દ્વારા ન્યાયિક રજૂઆત કરવાની ફરજ પડેલ છે.
કોઈ પણ કચેરીમાં ધાર્મિક કથાનું આયોજન સાવ સામાન્ય બાબત છે પરંતુ વિજ્ઞાન ગાથા દ્વારા જે રીતે પારડી સબ ડીવીઝનની કે જે ખુબ મોટું સબ ડીવીઝન અને રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી પૈકી સૌથી વધુ આવક ધરાવતું સબ ડીવીઝન છે તેની બદનામી કરેલ છે તે તેમના મનોબળ ઉપર ખુબ વિપરીત અસર કરશે તે બાબત ધ્યાને લઈ યોગ્ય કરશો તેવી વિનંતી છે. ઉપરાંત વીજ ગ્રાહકોને વધુમાં વધુ સારી સેવા આપવા જયારે આપણા અધિકારીઓ અને કમર્ચારીઓ ખુબ વિપરીત પરિસ્થિતિમાં પણ કાર્ય2ત હોય અને તેમાં પણ આ પ્રકા2ના કોઈ આયોજન થકી કમર્ચારીઓમાં એકતા અને લાગણી નો સમન્વય થાય તે વધુ સારી રીતે પોતાની ફરજ બજાવવા કાર્યક્ષમ બને છે. સદર આયોજનથી ભારત દેશના કોઈ કાયદા કે સંવિધાનનો કે નિયમાનો કોઈ ભંગ થયેલ નથી કેમ કે ઈશ્વર, ભગવાનનું અનુંષ્ઠાન કરવું અને તે પણ કોઈ પણ ધર્મના અન્ય કર્મચારીઓની લાગણીને દુભાવ્યા વગર તેમાં કોઈ કાયદાનો ભંગ થતો નથી તેવું રજુઆત જીબીઆ દ્વારા એમડીને કરવામાં આવી છે.