Connect with us

ગુજરાત

હંગામી બિનખેતીના નિર્ણયથી સોલાર ઉદ્યોગ અને ખેડૂત બન્નેને ફાયદો થશે : જગદીશ કોટડિયા

Published

on

ગુજરાતમાં રિનયુેબલ એનર્જી ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકારે ખેતીની જમીન હંગામી બિનખેતી કરવા સહિતના કરેલા સુધારાને ગ્રણી ઉદ્યોગપતિ અને ભાજપના આગેવાન જગદીશભાઈ કોટડિયાએ આવકારતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડુતો અને ઉદયોગપતિ બન્નેને ફાયદો થશે અને સોલાર એનર્જી ઉદ્યોગને વેગ મળશે.
જગદીશભાઈ કોટડિયાએ જણાવ્યું હતું કે, કાયમી બિનખેતીની પ્રક્રિયામાં સોલાર પ્લાન્ટ સ્થાપવા માંગતા ઉદ્યોગકારો તેમજ ખેડુતો બન્નેને પડતી મુશ્કેલી બાબતે મેં ત્રણ માસ અગાઉ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યુ હતું અને મુખ્યમંત્રીએ પણ રસ દાખવી લગભગ 15 મીનિટ સુધી મારીવાત ધ્યાન પૂર્વક સાંભળી જરૂરી સુધારા-વધારા કરવા હકારાતમક અભિગમ દાખવ્યો હતો. અંતે માત્ર ત્રણ જ માસમાં સરકારે પરિપત્ર બહાર પાડી દીધો છે.
જગદીશભાઈ કોટડિયાએ જણાવ્યું હતું કે, હંગામી બિનખેતી કરવાથી ખેડુત ખાતેદાર પણ બની રહેશે અને સોલાર પ્લાનટ સ્થાપનારને પણ બિનખેતીની જમીન મળી રહેશે. રાજ્ય સરકારે પનાવેલા વ્યવહારૂ અભિગમથી સોલાર ઉદ્યોગને ખુબ જ વેગ મળશે અને ભવિષ્યમાં તેના મીઠા ફળ, ગુજરાતની પ્રજાને મળશે તાત્કાલીક વ્યવહારૂ ઉકેલ લાવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જગદીશભાઈ કોટડિયો ખેડુતો અને ઉદ્યોગકારો વતી આભાર માન્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રીના હકારાત્મક વલણના કારણે રાજ્યમાં દરેક પ્રકારના ઉદ્યોગકાર વિકસાવવા માટે તંદુરસ્ત વાતાવરણ સર્જાયુ છે. ને ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નાનું ગુજરાત પણ ધીરે ધીરે શાકાર થઈ રહયું છે.

ગુજરાત

કાલાવડના નિકાવા ગામ નજીક બાઈક અને મોટર ટકરાતા ઘાયલ થયેલ શ્રમિકનું મૃત્યુ

Published

on

By

કાલાવડના નિકાવા ગામ પાસે શનિવારે સાંજે એક મોટરે સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા નગર પીપળીયા ગામમાં મજૂરીકામ કરતા મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. અકસ્માત પછી મોટર પણ ઉંધી પડી ગઈ હતી. મૃતકના પત્નીની ફરિયાદ પરથી પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામમાં આવેલા દેવેન્દ્રભાઈ બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના મુકેશભાઈ નાગલાભાઈ બામણીયા નામના ચાલીસ વર્ષના શ્રમિક શનિવારે સાંજે છ વાગ્યે જીજેે-3-એલજે 7880 નંબરના મોટરસાયકલમાં નિકાવા ગામે ખરીદી કરવા માટે જતા હતા.

આ યુવાન જ્યારે નિકાવા ગામથી આગળ એક હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-3 એનઈ 4364 નંબરની કાળા રંગની ક્રેટા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી સામેથી આવતા મુકેશભાઈ ના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જોશભેર રોડ પર પછડાયેલા મુકેશભાઈનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકને ટક્કર મારી ક્રેટા મોટર પણ ઉંધી પડી ગઈ હતી.બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મુકેશભાઈ ના પત્ની ચંપાબેન બામણીયાનું નિવેદન નોંધી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

Continue Reading

ગુજરાત

હાલારના 7 રેલવે સ્ટેશનની કાયાપલટ માટે લોકાર્પણ-શિલાન્યાસ

Published

on

By

  • ગુજરાતના 46 સહિત દેશના 554 રેલવે સ્ટેશનોનો થશે પુન: વિકાસ અંડર પાસ, ઓવરબ્રિજ, રેલવે સુવિધાઓમાં ધરખમ વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અબજો રૃપિયાના ખર્ચે દેશભરના રેલવે સ્ટેશનોની કાયાપલટ, નવા ઓવરબ્રિજ, અન્ડર પાસ, રેલવે સુવિધાઓ તથા માલવાહક ટ્રેનો સહિતની સેવાઓ વધુ ઝડપી બનાવવા સહિતના વિકાસ પ્રોજેકટોના વર્ચ્યુલ લોકાર્પણો-શિલાન્યાસ કરીને વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. આ સંદર્ભે જામનગર-ગાંધીનગરમાં પણ કાર્યક્રમો યોજાયા હતા.અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે દેશના 554 રેલવે સ્ટેશનોનો પુન: વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ, અન્ડરબ્રિજનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર-ગાંધીનગર સહિત રાજકોટ રેલવે ડિવિઝન હેઠળના 12 સ્ટેશનનો સમાવેશ થાય છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગઈકાલે અનેક મેડિકલ સંસ્થાનું લોકાર્પણ થયું છે. આજે અબજો રૃપિયાના ખર્ચે 27 રાજ્યમાં 500થી વધુ જિલ્લાના 550થી વધુ રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટેનો શિલાન્યાસ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેલવે હંમેશાં ખોટમાં હતી તેવા અગાઉ રોદળાં રોવામં આવતા હતા. આજે રેલવેમાં પરિવર્તન જોવા મળી રહ્યા છે.ભારતની અર્થ વ્યવસ્થા 11મા નંબરેથી પાંચમા નંબરે પહોંચાડી છે. 10 વર્ષ પહેલાં 45 હજાર કરોડનું રેલવે બજેટ હતું આજે અઢી લાખ કરોડનું થયું છે.

ભારતને દુનિયાની માંગ અર્થ વ્યવસ્થા બતાવવા માટે કામ થઈ રહ્યું છે. મોદી ભારતને અર્થ વ્યવસ્થામાં ત્રીજા ક્રમે લઈ જવા માંગે છે. છેલ્લા 10 વર્ષથી આ દેશને ગોટાળાથી બચાવ્યા છે. નવી રેલવે લાઈન નાખવાની કામગીરી તેજ ગતિએ થઈ રહી છે. જમ્મુથી નોર્વે ભારત સુધી રેલવે લાઈન પાથરવામાં આવી છે. રેલવે ટિકીટમાં પ0 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એક સાથે પપ0 થી વધુ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થતા ઈજનેરો, મજદુરોને રોજગારી મળશે. નવી નોકરીની તકો ઉજળી બનશે. સ્ટેશન મોટા આધુનિક બનતા નાના રોજગારોને ફાયદો થશે. ટ્રેનની ગતિ વધારવા માટે ઝડપથી કાર્ય થઈ રહ્યું છે. આથી કિસાનો-કારીગરોના ઉત્પાદનો ઝડપથી પહોંચી શકશે.
રેલવે સ્ટેશનમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આજે દુનિયામાં રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે. આમ વિકસની ગતિ ચોતરફ વધી રહી છે. આજના પ્રસંગે તેમણે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વર્ચુઅલી યોજાયેલા કાર્યક્રમમાં જામનગર અને જામનગર રેલવે સ્ટેશનમાં પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા આશિષ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ મેયરો પ્રતિભાબેન કનખરા, હસમુખ જેઠવા, દિનેશ પટેલ, દંડક કેતન નાખવા, ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન જીતુ લાલ ઉપરાંત શહેરની સંસ્થાના આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ, નગરજનો, રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હાલારના 7 રેલવે સ્ટેશનોનો સમાવેશ
રાજકોટ રેલવે ડિવિઝનના 1ર જેમાં હાલારના સાત રેલવે સ્ટેશનોની કાયાપલ્ટ કરવામાં આવનાર છે. જેમાં ઓખા, દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, કાનાલુસ, જામનગર અને હાપાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખંભાળીયા, ઓખામઢી, પીપળી, હાપામાં રોડ ઓવર બ્રીજ, અન્ડર પાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

Continue Reading

ગુજરાત

નખત્રાણાના નિરોણામાં ધોળા દિવસે ખનીજનો કાળો કારોબાર

Published

on

By

  • દૈનિક હજારો મેટ્રિક ટન રેતી ચોરી થતી હોવાની રાવ: તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં સવાલ

કરછ જિલ્લા મા હાલ વ્યાપક પ્રમાણ મૉં ખનિજ ચોરી જોવા મળી રહી છે તેવાં મૉં નખત્રાણા તાલુકા પાવરપટી વિસ્તાર ના મુખ્ય મથક નિરોણા ગામે દૈનિક હજારો મેટ્રિક્સ ટન રેતી ચોરી થી અનેક સવાલ પેદા થઇ રહ્યા છે.
આ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર નિરોણા ગ્રામ ની ભરૂૂડ નદી માંથી રેતી ભુજ,નખત્રાણા,ખાવડા સહિત ના વિસ્તારો મૉં સપ્લાઇ થાય છે જ્યા આ રેતી ની કીમત 15 થી 20 હજાર સુધી થાય છે નવાઇ ની વાત્ત એ છે કે કોઈ પણ પરવાનગી વગર આ રેતી 40 થી 100 સળ પરિવહન કઈ રીતે થતું હસે કારણ કે આ લાંબા અંતર સુધી અનેક કોઠા ભેદવા પડતા હસે સુ દરેક જગ્યા એ વહીવટ થતું હસે? નહિતર આ પરિવહન સક્ય નથી તેવું જાગૃત નાગરિક એ જણાવ્યું હતું.

ગ્રામ્ય નાગરિકો ના જ્નાવ્યા મુજબ નદી વિસ્તાર ઊંટ પણ ડૂબી જાય તેવાં મસ મોટા ખાડહ ઠેર ઠેર જોવા મળે છે તો વહીવટી તંત્ર ને આ મસ મોટા ખાડહ કેમ દેખાતા નથી તેવો વેધક પ્રશ્ન સ્થાનિક લોકો કરી રહ્યા છે. નિરોણા પોલીસ સ્ટેશન, ખનિજ વિભાગ, ફ્લાયિંગ સ્કોડ, સ્થાનિક ગુના સોધક શાખા, એસ ઓ જી સહિત ની એજન્સીઓ આ રેતી ચોરી થી શું અજાણ હોઈ સકે? જેવા અનેક સવાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે.એક સમય ના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન એ જે તે સમય સ્થાનિક કક્ષા એ પરિપત્ર બહાર પાડી રેતી ચોરી અંગે જે તે વિસ્તાર સરપંચ -તલાટી ની જવાબદારી ફિક્સ કરવી અને તે સમય અનેક સરપંચો ને નોટિસ પણ આપવા મૉં આવેલ.

નિરોણા ગામે થતી મોટા પાયે રેતી ચોરી અંગે સરપંચ નરોત્તમ આહીર નો સંપર્ક કર્તા તેમને આ અંગે નરો વા કુંજરો વા ની વાત્ત કરી આ કૌભાંડ થી પોતાને અલગ તહરવી લીધા હતા અને આ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવા અંગે અસમર્થતા વ્યક્ત કરી આ કૌભાંડ ને ખુલો દોર આપ્યો હતો.ભૂતકાળ મૉં આ પંથક કોલસા ના કારોબાર થકી રાજ્યભર મૉં ખૂબ ચર્ચિત બન્યો હતો 1998 મૉં તાત્કાલિન જીલા પંચાયત ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ અને જિલા ના વગદાર ક્ષત્રિય આગેવાન બાવજી જાડેજા ની ધોળાં દિવસેહત્યા કરવા મૉં આવી હતી .હાલ આ વિસ્તાર મૉં ગેરકાનૂની રીતે રેતી ચોરી નો વ્યવસાય તેની ચર્મ સીમા એ છે આ બે નમ્બરી આવક થી આ પંથક રાતે શરાબ અને કબાબ ની પાર્ટીઓ યોજાતિ હોવાનુ સ્થાનિક લોકો એ જણાવ્યું હતું.

Continue Reading

Trending