Site icon Gujarat Mirror

દ્વારકાધીશના દર્શન કરે તે પહેલાં જ ચાર પિતરાઇ ભાઇઓ પર કાળ ત્રાટકયો

માળિયાના ચાચાવદરડા ગામ નજીક આજે વહેલી સવારે કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં દ્વારકા પગપાળા જતા ચાર પદયાત્રીઓના મોત થયા છે ટ્રક ક્ધટેનર ચાલકે પાંચ પદયાત્રીને હડફેટે લીધા હતા જેમાં ચાર શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે અકસ્માત સર્જી ક્ધટેનર ચાલક નાસી ગયો હતો માળિયા પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે. માળિયા મિયાણાના પીપળીયા જવાના રસ્તા નજીક શિવમ હોટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રક ક્ધટેનર ચાલકે બનાસકાંઠાથી દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીકોને હડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્થળે જ 4 પદયાત્રીકોના મૃત્યુ થયા હતા.

કુલ 13 પદયાત્રીઓ 11 તારીખે અધગામથી પદયાત્રામાં નિકળા હતા. આ બધા પદયાત્રીઓ કૌટુંબિક ભાઈઓ તથા સગા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉતર ગુજરાતથી યાત્રાળુઓ દ્વારકા જઈ રહ્યા હતા. જેમાં બે ટિમ હતી. બીજામાં 8 યાત્રાળુ હતા. 8 યાત્રાળુઓનું ગ્રુપ આગળ હતું. પાંચ યાત્રાળુઓના ગ્રુપને ક્ધટેનર ચાલકે ટક્કર મારતા ચારના ઘટના સ્થળે જ મોત થયા હતા. અમરાભાઈ લાલાભાઈ ચૌધરી (ઉ.વ.60 ) અને ચૌધરી ભગવાનભાઈ લાલાભાઈ (ઉ.વ. 65) બંને રહે. ગામ નવાગામ, તાલુકો દિયોદર તેમજ ચૌધરી હાર્દિક માળાભાઈ અને ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ રહે. ગામ અધગામ, તાલુકો કાકરેચવાળાનું મોત નીપજ્યું હતું.

જ્યારે નરસંગભાઈ સગથાભાઇ પટેલ ઉ.વ.50 રહે. ગામ નવા દિયોદરને ઇજાઓ પહોંચી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ હોસ્પિટલે પહોંચી પીએમ ઝડપથી થાય અને તેમને તેમના વતન મૃતદેહ લઈ જવા માટે વ્યવસ્થા કરી આપી છે.ટ્રક ક્ધટેનર ચાલકે પદયાત્રી સંઘને હડફેટે લેતા કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં મૃતક પૈકી અમરાભાઈ અને ભગવાનભાઈ બંને સગા ભાઈના મોત થયા છે તેમજ અન્ય બે મૃતક પણ કૌટુંબિક સગા થતા હોવાનું સામે આવ્યું છે પદયાત્રી સંઘને કચડી ક્ધટેનર ચાલકે અકસ્માત સર્જતા દ્વારકા દર્શનની અભિલાષા સાથે જતા શ્રદ્ધાળુઓમાં રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Exit mobile version