Connect with us

મોરબી

આમરણ- જોડિયા રોડ પર ટ્રેક્ટરની અડફેટે બાળકીનું મોત

Published

on

મોરબી તાલુકાના આમરણ થી જોડીયા તરફ જતા રોડ ઉપર મેલડી માતાજીના મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટરે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના આમરણ ગામે ટાટા -નગર હરીભાઇ પટેલના મકાનમા રહેતા નેપાલભાઈ સુનિલભાઈ વસુમીયા ઉ.વ.24 વાળાએ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – GJ-36-L-3085 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.08-12-2023 ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં આરોપી ટ્રેકટર નંબર – GJ-36-L-3085 ના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રેકટર કાંઇપણ જોયા વગર અને બેદરકારી થી ચલાવી ફરીયાદીની દિકરી શિવાનીબેન ઉવ-04 વાળી ને હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજા પોહંચાડી મોત નિપજાવી નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતા નેપાલભાઈએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -279,304(અ) એમ.વી. એક્ટ કલમ-177,184 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત

મોરબીમાં સિરામિક કારખાનામાંથી 1900 લિટર પેટ્રોલિયમનો જથ્થો સીઝ

Published

on

By

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલ હોટેલ ફર્નની બાજુમાં આવેલ સુનોરા ટાઈલ્સ પ્રા.લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે ચાલતા ડીઝલના ગોરખ ધંધ પર મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.

મોરબી જિલ્લામાં એલડીઓ અને બાયોડિઝલના નામે ભેળસેળયુક્ત અન્ય પેટ્રોલિયમ પેદાશોનો અનધિકૃત અને ગેરકાયદેસર રીતે વેપલો કરવામાં આવતો હોવાની વારંવાર ફરીયાદ કરતા આજે મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલ હોટેલ ફર્નની બાજુમાં આવેલ સુનોરા ટાઈલ્સ પ્રા.લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે ડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી પીએસઆઇ ભોચીયા, બી ડિવિઝન પીએસઆઇ ઝાલા, પુરવઠા નાયબ મામલતદાર શૈલેષ રાઠોડ તથા મામલતદાર, મોરબી ગ્રામ્યએ સંયુક્ત રીતે તપાસ કરી તેમની ટીમ દ્વારા આવો ગેરકાયદેસર પેટ્રોલિયમ પેદાશનો રૂૂ. 142500/- ની કિંમતનો 1900 લિટર જથ્થો ઝડપી પાડી ડીઝલનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરી તેના સેમ્પલ લઈ ચકાસણી માટે એફ.એસ.એલ. ખાતે મોકલવાના આદેશો આપવામાં આવ્યા છે. તેમજ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માળીયા હળવદ અને નવલખી હાઇવે પર પણ આવા તત્વો રડારમાં હોય નજીકના ભવિષ્યમાં ત્યાં પણ આવી કાર્યવાહી થાય તો નવાઈ નહીં.

Continue Reading

ક્રાઇમ

મોરબી પાસેથી 1.50 કરોડનું નશાકારક સિરપ ઝડપાયું

Published

on

By

  • રંગપર નજીક ગોડાઉનમાં મોડીરાત્રે એલસીબીનો કાફલો ત્રાટકયો: નશાકારક સિરપ ત્રિપુરાથી આવી હતી: સૂત્રધાર સહિત ત્રણની ધરપકડ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે ધંધાર્થીઓ નતનવા નુસખા અપનાવી રહ્યાં છે. બહારના રાજ્યોમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે ત્યારે હવે બુટલેગરો દ્વારા આયુર્વેદિક ટોનિકના નામે નશાકારક પીણુ બહારના રાજ્યોમાંથી મગાવી ગુજરાતમાં બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે મોરબી એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રંગપર નજીક ગોડાઉનમાં છાપો મારી દોઢ કરોડની કિંમતની 90 હજાર બોટલ કોડીન સીરપનો જથ્થો મળી આવતાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની તપાસમાં ત્રિપુરાથી નશાકારક સીરપ મંગાવવામાં આવી હતી આ અંગે પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના રંગપર નજીક આવેલ ગોડાઉનમાં છેલ્લા 10 દિવસથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની એલસીબીના પીઆઈ દીપક ઢોલને મળેલી ચોક્કસબાતમીના આધારે મોડીરાત્રે પોલીસ કાફલા સાથે રંગપર નજીક આવેલ ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાંથી નશાકારક કોડીન સીરપની 90 હજાર બોટલ મળી આવતાં પોલીસે દોઢ કરોડની નશાકારક સીરપનો જથ્થો કબજે કર્યો હતો.
આ ઉપરાંત ટ્રક પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ગોડાઉનમાંથી સુત્રધાર મનીષ પટેલ અને રવિ પટેલ અને ત્રિપુરાના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી પોણા બે કરોડનો મુદ્ધામાલ કબજે કર્યો છે.પોલીસની પુછપરછમાં છેલ્લા દસ દિવસથી ત્રિપુરાની ફેકટરીમાંથી નશાકારક સીરપ મોરબી મંગાવી ગામડાઓમાં પાન અને કોલ્ડ્રીંકસની દુકાને નશાકારક સીરપનું બેરોકટોક વેચાણ કરતાં હોવાનું બહાર આવ્યું છે.
આ કામગીરી મોરબી એલસીબીના પીઆઈ દીપક ઢોલ સહિતના સ્ટાફે કરી નશાકારક સીરપ કાંડમાં વધુ આરોપીઓની સંડોવણીની શંકાએ સઘન પુછપરછ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ જયંતી જેરાજ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા

Published

on

By

  • જિલ્લા પ્રમુખની અન્યને જવાબદારી આપતા કોંગ્રેસમાં ભડકો થયો’તો

લોકસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય દાવપેચની મોસમ જામી છે રાજકીય પક્ષો પોતાના સંગઠનને વધુ મજબુત બનાવવા કવાયત કરી રહ્યા છે તો ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સતત નબળો પડી રહ્યો છે મોરબીમાં કોંગ્રેસની સ્થિતિ બહુ સારી જણાતી ના હતી તો જીલ્લા પ્રમુખના નામની જાહેરાત બાદ ભડકો થતા કોંગ્રેસ આગેવાનો નારાજ થઈને રાજીનામાં આપ્યા બાદ આજે વિધિવત ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાને જવાબદારી સોપવામાં આવ્યા બાદ હાલના પ્રમુખની જવાબદારી નિભાવતા જયંતીભાઈ પટેલે નારાજ થઈને રાજીનામું આપ્યું હતું તેમજ ગંભીર આક્ષેપો કર્યા હતા એટલું જ નહિ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી સહિતના આગેવાનોએ એક બાદ એક રાજીનામાં આપ્યા હતા ત્યારથી આ નારાજ આગેવાનો ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને આખરે કોંગ્રેસના નારાજ આગેવાનોએ આજે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કેસરિયા કર્યા હતાં.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, મહિલા પ્રમુખ રીટાબેન ભાલોડીયા, ચેતનભાઈ એરવાડિયા, નીલેશભાઈ ભાલોડીયા, પ્રકાશ બાવરવા, રામભાઈ રબારી અને અશ્વિનભાઈ વિડજા સહિતના આગેવાનો અને કાર્યકરોએ આજે વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો હતો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાની ઉપસ્થિતિમાં કમલમ ખાતે વેલકમ પાર્ટીમાં તમામ આગેવાનો અને કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Continue Reading

Trending