ક્રાઇમ
બામણબોરના પત્રકાર ઉપર હુમલાના ચોટીલામાં ઘેરા પડઘા
નામચીન પ્રતિક ચંદારાણા સામે કડક પગલાં ભરવા અને તપાસમાં ઢીલી નીતિ અંગે ઈઈંઉ તપાસની માગણી
થોડા દિવસો પૂર્વે બામણબોરનાં પત્રકાર ઉપર થયેલ હુમલાના ચોટીલામાં ઘેરા પડઘા પડ્યા છે ચોટીલા પંથકમાં કાર્યરત તમામ પત્રકારોએ સાથે મળી પ્રાત અધિકારીને બે આવેદનપત્ર બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આરોપી સામે પોલીસની ઢીલી નીતિ અંગે વિરોધ નોંધાવી કડક કાર્યવાહી તેમજ ગુજરાત ભરમાં કહેવાતા મિડીયાનાં ઓઠા હેઠળ ગોરખધંધા કરનાર અસામાજીક તત્વો સામે સીઆઇડી ક્રાઇમ ની તપાસની માંગ કરી છે.
ચોટીલા નજીકનાં બામણબોર પંથકમાં પ્રેસ પ્રતિનિધિ તરીકે કાર્યરત બાબુભાઇ ડાભી ઉપર કાળીપાટ ગામમાં રાજકોટના કુખ્યાત કહેવાતા પત્રકાર કમ બુટલેગર પ્રતિક ચંદારાણાએ હુમલો કરેલ જે સંદર્ભે ઇજાગ્રસ્ત પત્રકારે ફરિયાદ નોંધાવેલ હતી પરંતુ પોલીસે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધતા આરોપી કથિત પત્રકાર એવા બુટલેગરને તુરંત જામીન ઉપર છુટકારો થયેલ હતો.
જે બાબતને ચોટીલાનાં પંચાળ પ્રેસ ક્લબ અને પત્રકાર એસોસિયેશનનાં આગેવાન મિડીયા કર્મીઓ જીજ્ઞેશ શાહ, અમિત તુરખીયા, હેમલ શાહ, રણજીતસિંહ ધાધલ, દાણીધારીયા પ્રવિણ, મુકેશ ખખ્ખર, સુભાષ મંડીર, પુનિત ઠક્કર, મોહસીનખાન પઠાણ, જે. જે. ઝાલા સહિતનાએ પ્રાત અધિકારી સમક્ષ સખ્ત શબ્દોમાં વખોડી આવેદન પાઠવી આરોપી વિરુદ્ધ અન્યો કલમોનો ઉમેરો કરી ગૃહ મંત્રીના નિવેદન મુજબ વરઘોડા કાઢી કાયદાનો ડર અપરાધીઓમાં છવાય તેવા પગલા ભરવા માગણી કરી છે.
વધુમાં આવેદનપત્રમાં સરકાર સમક્ષ એવી પણ રજૂઆત કરી છે કે પત્રકારત્વની આડમા ગુજરાતભરનાં અનેક ગામોમાં પોલીસ ચોપડે ગુનાહિત કૃત્યોમાં ચડી ચુક્યાં છે. તેમજ અનેક પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ અને ગેર કાયદેસર ગોરખધંધા ખાનગી રાહે કરનાર અનેક લોકો યેન કેન પ્રકારે મિડીયા ક્ષેત્રે ઘુસપેઠ કરેલ છે આવા કહેવાતા પત્રકારત્વની આડાશમાં તેમજ વાહનોમાં પ્રેસ લખીને પ્રશાસન અને પોલીસ તંત્ર ઉપર પ્રભાવ પાડનારા પ્રતિક ચંદારાણાએ જેવા ગુજરાતનાં ગામેગામ હોવાનું કહેવાય છે. આવા લોકો અંગે ગૃહ વિભાગ અને સીઆઇડી ક્રાઇમ દ્વારા સમગ્ર રાજ્યમાં તપાસ હાથ ધરાય અને કાયદાની સખ્ત પ્રક્રિયા કરી પત્રકારત્વની ગરીમા ને લાંછનરૂૂપ બનેલા આવા શખ્સો સામે કાયદાનો દંડો ઉગામી ભાન કરાવાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે.