Site icon Gujarat Mirror

ડાકોર મંદિરના પૂજારી ભુવાની જેમ ધૂણ્યા, PSIની બદલીની વાત કરી

ખેડાના ડાકોર મંદિરના પૂજારીએ ધૂણીને લોકોના કામ કર્યા હોવાનો દાવો કરી રહ્યાં છે, પીએસઆઇની બદલી કરાવી હોવાનો પૂજારીએ કર્યો દાવો અને રૂૂરલ પોલીસમાંથી એસઓજીમાં બદલી કરાવ્યાનો દાવો કરતા હોવાની વાત સામે આવી છે, પીએસઆઇને ડીજીપી સ્ક્વોડમાં પણ મુકાવવાની કરી વાત.

પોતાની ઓળખ પોલીસ ગોર તરીકે આપનાર વિષ્ણુપ્રસાદ સેવકનો વીડિયો તેમના જ ફેસબુક એકાઉન્ટમાંથી વાયરલ થયો છે, આ સેવક મહાશય પોતાના ઘરે જ ધૂણી અને લોકોના કામ કર્યા હોવાનું આપી રહ્યા છે નિવેદન, તો વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પીએસઆઇનું પણ કામ કર્યું જેમાં અત્યારે એમને ખૂબ સુખ શાંતિ હોવાનું સેવક કહી રહ્યા છે, આ પીએસઆઇને રૂૂલર પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યો હતો તેવું સેવક મહાશયનું નિવેદન છે, મેં તો આ પીએસઆઇને ડીજીપી સ્કવોડમાં મુકાવાની વાત કરી હતી જ્યાં મહિને 50 લાખ રૂૂપિયા કમાત પણ એની તાકાત ન હતી, રણછોડજી મંદિરના સેવક આ રીતે ઘરે ધૂણતા હોય અને આ પ્રકારની વાતો કરતા હોય એવો વીડિયો વાયરલ થતા લોકોમાં અચરજ જોવા મળ્યું છે.

Exit mobile version