કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેલવાસના દેમણી રોડ પર આવેલા એક ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયા દરમિયાન સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા, જ્યારે પાંચથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
https://x.com/PTI_News/status/2040323950623035450?s=20
અહેવાલો અનુસાર આજે સવારે વેરહાઉસમાં કર્મચારીઓ નાઈટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયામાં રોકાયેલા હતા. આ પ્રક્રિયા દરમિયાન એક સિલિન્ડર અચાનક જોરદાર ધડાકા સાથે ફૂટ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વેરહાઉસનો એક ભાગ તૂટી ગયો હતો. આ ઘટનાથી આસપાસના લોકોઅમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્ફોટનો અવાજ આશરે 30 મીટર દૂરથી સંભળાયો. આ ઘટનાથી શાળાના બાળકો અને તે સમયે આસપાસના વિસ્તારમાંથી પસાર થઈ રહેલા રહેવાસીઓમાં અંધાધૂંધી અને ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની સમાજાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે મૃતકોમાં વેરહાઉસ મેનેજરનો પણ સમાવેશ થાય છે.

