ધોરાજીમાં કમોસમી વરસાદની સાથે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું છેલ્લા બે ત્રણ વર્ષથી કુદરતી આફતોને કારણે ધોરાજીનાં ખેડૂતો કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહયો છે ધોરાજીમાં બે જેટલા કેરીનાં બાગમાં આવેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે 60% કેરી ઓનો પાક ખરી ગયો છે.ત્યારે ખરેલી કરી માર્કેટીંગ યાર્ડ કે વેપારી ઓ લેતાં નથી અને આ ખરેલી કેરી ફક્ત અથાણાં માં ઉપયોગ કરી શકાય હાલ કેરીનાં પાકને નુક્સાન થતાં ખેડૂતો મુંઝવણમાં મૂકાઈ ગયા છે છેલ્લા બે ત્રણ વર્ષથી કુદરતી આફતને કારણે ખેડૂતોને કેરીનાં પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કેરીનાં વાવેતરમાં લાખો રૂૂપિયા નો ખર્ચ કરવામાં આવેલ હોય પણ કુદરતી આફતને લઈને ખેડૂતોનાં મોંમાં આવેલ કોળીયો છીનવાઇ છે.
ત્યારે ધોરાજીનાં જુનાં ઉપલેટા રોડ અને ભાદર નદી નજીક આવેલ બે કેરીનાં બાગ બગીચા આવેલ છે ત્યારે આ વખતે જે કમોસમી વરસાદ અને ભારે પવન અને વાવાઝોડાના ને કારણે કેરીનો ફાલ જમીન પર પડી ગયો હતો અને આ જે કેરી ખરી ગયેલ હતી.
તે બજારમાં વહેંચવા માટે વેપારી ઓ ખરીદી કરવામાં આવતી નથી આ કેરી ખરી ગયેલ છે તેનો ઉપયોગ ફક્ત અથાણાં માં ઉપયોગ કરવામાં આવે તેવું કેરીના બાગ ધારક ખેડૂતો ઘ મ રાખી રહ્યા જણાવી રહ્યા છે અને ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

