Connect with us

સૌરાષ્ટ્ર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડી ફ્રોડ અટકાવવા સાયબર ક્રાઈમ સેલ સજજ

Published

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામા સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓને મળતી સહાયની યોજનાના નામે સગર્ભા સ્ત્રીઓને ટાર્ગેટ કરી, ફોન કોલ કરીને તેઓને પ્રલોભન આપી, નાણાકીય ફોડના બનાવો બનતા હોવાનું પોલિસને ધ્યાને આવતા, આ બાબતને ગંભીરતાથી લઇને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સાયબર ક્રાઇમ સેલની ટીમને આ પ્રકારના બનાવો શોધી કાઢવા ત્વરીત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. આવા પ્રકારના બનાવો રોકવા તેમજ જનજાગૃતિ માટે આંગણવાડી ફોડ અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આના અનુસંધાને એ.એસ.પી. રાધવ જૈનના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આંગણવાડી ફ્રોડને અટકાવવા માટે જાહેર જનતા જોગ જિલ્લા કક્ષાએ અવરનેશ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી ફ્રોડના સાયબર ક્રાઇમના બનાવોમાં સગર્ભા સ્ત્રીઓ ભોગ બનનાર હોવાથી, મહીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરના સુપરવિઝન હેઠળ જિલ્લાની તમામ સી-ટીમ દ્વારા આ અવેરનેસની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લાના અલગઅલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ તથા 25 થી વધુ આંગણવાડી કેન્દ્રોના કાર્યકરોને સાથે રાખીને સગર્ભા સ્ત્રીઓનો ડેટા મેળવીને સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓને મળતા લાભોની માહીતી પુરી પાડી, તેઓને આ પ્રકારના ફ્રોડમાં લેભાગુ તત્વો દ્વારા જે-તે વ્યક્તિઓને ફોન કોલ કરી, કઇ રીતે વિશ્વાસમાં લેવામા આવે છે. તેમજ વિશ્વાસમાં લઇને ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ઓ.ટી.પી. મેળવીને જે-તે વ્યક્તિઓની બેંક બેલેન્સ સાફ કરી નાખવામાં આવે છે.
આ બાબતની માહીતી પુરી પાડી અવેરનેશની મહતમ કામગીરી કરવામા આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની જનતા જોગ અપીલ છે કે, આપને કોઇ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફોન કોલ કરી જાણ કરવામા આવે કે, તેઓના પરિવારમાંથી જો કોઇ સગર્ભા મહીલા હોય કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોઇ બાળકનો જન્મ થયો હોય, તો તેઓને સરકારની યોજના મુજબ બાળક દીઠ રૂૂપિયા છ થી સાત હજારની સહાય મળવા પાત્ર છે. તે રકમ મેળવવા તેઓને માગ્યા મુજબની માહીતિ આપીને મોબાઇલ પર આવેલ ક્યુ.આર. કોડ સ્કેન કરવાથી આ સરકારના લાભની રકમ તેઓના ખાતામાં જમાં થઇ જશે. તેવી લાલચમાં આવવુ નહિ. જો કોઈ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ક્યુ.આર. કોડ આવ્યો હોય તો તેને સ્કેન કરવા નહી, કે કોઇ અજાણ્યા વ્યક્તીને ઓટીપી આપવા નહીં.
જો કોઇ લાભ મેળવવાના લાલચમા આવી કોઇ તમારી માહિતી આપશો, તો આવા તક સાધુ, ઠગ લોકોથી આપ સાયબર ક્રાઇમનો ભોગ બનશો અને મોટી નાંણાકીય નુકસાની થઇ શકે છે. ક્યારેય પણ આ પ્રકારે કોઇપણ સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર હેલ્પ લાઇન નં. 1930 પર કોલ કરી પોતાની ફરીયાદ નોંધાવવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમરેલી

રાજુલામાં વિજલેણું નહીં ભરનાર 50 ગ્રાહકોના કનેકશન કાપી નખાયા

Published

on

50 કનેક્શન કાપી નાખવામાં આવ્યા આગામી 10 દિવસમાં આ લેણું ભરવામાં નહીં આવે તો તમામના કનેક્શન રદ કરવામાં આવશે.. રાજુલા શહેર તેમજ આજુબાજુના 14 જેટલા ગામોમાં પીજીવીસીએલના રૂૂપિયા 6 કરોડ જેટલી અધધ રકમ બાકી રહેતા પીજીવીસીએલ દ્વારા કડક સાથે કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ બાબતે રાજુલા પીજીવીસીએલના ઇજનેર રામભાઈ બલાઈ એ જણાવ્યું હતું કે વીજ અધિનિયમ 2003 ની કલમ 56 એક મુજબ રાજુલા શહેર અને તાલુકાના 14 જેટલા ગામોમાં 9761 ગ્રાહકો જેની પાસેથી રૂૂપિયા 6 કરોડને 22 લાખ રૂૂપિયાનું વીજ લેણું રાજુલા પીજીવીસીએલ નું નીકળે છે અવારનવાર લેખિત નોટિસ આપવા છતાં આ બિલ ભરવામાં આવેલ નથી આથી આજથી કડક કાર્યવાહીનો કરવામાં આવ્યો છે
આજરોજ રાજુલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 48 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી તે બિલ ન ભરે ત્યાં સુધી તે કનેક્શન રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી ચૂક જ સમયમાં આ બાકી રહેલી 6 કરોડ 22 લાખની રકમ કરવામાં જો ગ્રાહકો નિષ્ફળ સાબિત થશે તો તેની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરી અને વસુલાત કરવામાં આવશે વધુમાં નાયબ કાર્યપાલક ઇજનેર રામભાઈ બલાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકો પોતાના કરી જાય તે માટે અપીલ કરી હતી.

Continue Reading

ભાવનગર

ભાવનગરમાં બેન્ક મેનેજરના ત્રાસથી કંટાળી યુવકનો ફાંસો ખાઈ આપઘાત

Published

on

ભાવનગરમાં ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને બેંક મેનેજર સહિત બે શખ્સોના ત્રાસથી કંટાળી જઇ આત્મહત્યા વહોરી લીધા નો બનાવ બનવા પામ્યો છ આ અંગે જાણવા મળતીવિગતો મુજબ ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલ પાસે આવેલ નવયુગ સોસાયટીમાં રહેતા જીજ્ઞાસાબેન અલ્પેશભાઇ પડાયાએ બોરતળાવ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ અલ્પેશભાઇએ ભાવનગર રેલ્વે હોસ્પિટલ પાસે આવેલ કેનેરા બેન્કમાં એ.સી. રિપેરીંગનું કામ રાખેલ હતું. તમામ એ.સી.નું રિપેરીંગ થઇ ગયા બાદ અલ્પેશભાઇએ એ.સી.નું ટેમ્પરેચર 24 થી 26 રાખવા જણાવ્યું હતું. પરંતુ અલ્પેશભાઇની સુચના અવગણીને એ.સી.નું ટેમ્પરેચર 16 ઉપર રાખતા એ.સી.માં ફરીથી ગેસ લિકેજની ઘટના બની હતી. જે બાદ બેન્કના મેનેજર આશિષ વાસુદેવ કાંબલે, ભાવિન નામના બંન્ને શખ્સોએ અલ્પેશભાઇના મોબાઇલમાં ફોન કરી અવાર-નવાર બિભત્સ ગાળો આપી તેમજ જાનથી મારી નાંખવાની અને ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, માનસિક ત્રાસ આપતા હતા.
બાદ મેનેજર આશીષ તેમજ ભાવિનની ધમકીથી ડરી જઇ, માનસિક ત્રાસથી અલ્પેશભાઇએ તેમના ઘરે ગત તા. 22-10-2023ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લેતા તેમના પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જો કે, દલીત યુવકના મોત બાદ યુવકે બંન્ને શખ્સોના ત્રાસથી આ પગલું ભર્યાનું ખુલવા પામતા જીજ્ઞાશાબેને કેનેરા બેન્કના મેનેજર આશિષ કાંબલે તેમજ ભાવિન વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

જુનાગઢ

જૂનાગઢના અગતરાયની પરિણીતાને ‘તું રેઢિયાળ છો’ તેમ કહી સાસરિયાઓએ કાઢી મૂકી

Published

on

જૂનાગઢના આગત રાય ગામે સાસરે રહેતી અને હાલ જુનાગઢ પિયરે રિસામણે આવેલ પરણીતા એ પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા શહેરના મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આ સંદર્ભે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ફરિયાદી ચંદ્રીકાબેન ઉર્ફે સુમીતાબેન મનીષ દાફડા ઉ.વ.34 જેઓ રહે, હીરાભાઇ નાથાભાઇ સોલંકી ગામ.અગતરાય બાગ વિસ્તારમા તા.કેશોદ જી. જુનાગઢ હાલ બીલખા ગેઇટ રાજીવનગર સાંઇપાનની ગલીમા જૂનાગઢ વાળાએ પતિ મનીષ પ્રવીણભાઇ દાફડા, સાસુ લાભુબેન પ્રવીણભાઇ દાફડા અને કાકીજી સાસુ મુકતાબેન મોહનભાઇ દાફડા રહે.તમામ અગતરાય બાગ વિસ્તારમા તા.કેશોદ જી.જુનાગઢ વાળાઓ સામે પોતાની ફરિયાદ આપતા પોલીસને જણાવ્યું હતું કે આ ઉપરોકત આરોપીઓએ વારંવાર દારુ પી ને મારકુટ કરતા અને ભુંડી ગાળો બોલતા. અને ફરી.બેનના સાસુ કહેતા કે તુ જોતી નથી તુ જ્યાં ત્યાં રેઢીયાળ ની જેમ રખડે છે તથા રસોઇ બનાવતી નથી તેવા મેણાટોણા બોલતા તથા ફરી.બેનના કાકીજી સાસુ અવાર નવાર અન્ય આરોપીને ચડામણી કરતા અને ગાલ ઉપર જાપટ મારી ફરી.બેનને શારીરિક માનસીક દુખત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબત પોતાની ફરિયાદતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Continue Reading

Trending